જસપ્રીત બુમરાહે પત્ની સંજના સાથે શેર કરી રિસેપ્શનની તસવીર, આ મસ્ત તસવીરો જોઇને તમે પણ બોલી ઉઠશો WOW

ભારતીય ટીમના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે 15 માર્ચે ગોવામાં એક ખાનગી સમારંભમાં સંજના ગણેસન સાથે લગ્ન કર્યા હતા. જો કે આ લગ્નને ખુબ સિક્રેટ રાકવામાં આવ્યા હતા. આ ઉપરાંત કોરોના મહામારીના કારણે વધુ લોકોને આમંત્રણ આપવામા આવ્યું નહોતું. નોંધનિય છે કે આ લગ્ન સમારંભમાં નજીકના મિત્રો અને સગાવહાલ જ હાજર રહ્યા હતા.

તમને જણાવી દઈએ કે ગુરુદ્વારામાં અનંત કારજની વિધિ થઈ હતી.નોંધનિય છે કે જસપ્રીત બુમરાહ અને સંજનાએ લગ્ન બાદ પહેલીવાર પોતાની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે અને ફેન્સને આ ખુશખબરી આપી છે. તમને જણાવી દઈએ કે આ પહેલા લગ્ન વિધિ જેવી કે મહેંદી, પીઠી અને સંગીત સેરેમનીની ઘણી તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયા હતા. જો કે આજે બુમરાહ અને તેમની સંજના ગણેસને લગ્ન બાદ પોતાના ગ્રાંડ રિસેપ્શનની તસવીર સોશિયલ મીડિયા પર શેર કરી છે જે હાલમાં ખુબ વાઈરલ થઈ રહી છે.

તમને જણાવી દઈએ કે આ તસવીર જસપ્રીત બુમરાહ અને સંજના ગણેશને પોતાના ઓફિશિયલ ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર શેર કરી છે અને ફેન્સને લગ્નની શુભેચ્છા આપવા બદલ ધન્યાવાદ કહ્યું છે. તમને જણાવી દઈએ કે તેમના લગ્નની જાણાકરી પણ બુમરાહે સોશિયલ મીડિયા પર આપી હતી. નોંધનિય છે કે, આ પહેલાં તેમના લગ્નની જાણકારી આપતા બુમરાહ અને સંજનાએ ઈન્સ્ટાગ્રામ પર લખ્યું હતું કે, ‘પ્રેમથી પ્રેરિત થઈને, અમે એક સાથે એક નવી યાત્રા શરૂ કરી છે. આજે અમારા જીવનના સૌથી ખુશીના દિવસોમાંની એક છે અને અમે અમારા લગ્નના સમાચાર અને પોતાની ખુશી પોતાની સાથે શેર કરતા ઘણી ધન્યતાનો અનુભવ કરું છું. નોંધનિય છે કે બુમરાહના લગ્નની માહિતી ખુબ જ ગુપ્ત રાખવામાં આવી હતી. આ ઉપરાંત બુમરાહ અને સંજનાના સંબંધને લઈને પણ કોઈ માહિતી લોકો સામે આવી નહતી. નોંધનિય છે કે થોડી દિવસ તો બુમરાહ કોની સાથે લગ્ન કરી રહ્યો છે તેને લઈને પણ સોશિયલ મીડિયા પર અફવાઓ ચાલી હતી. ઘણા લોકો બુમરાહ કોઈ દક્ષિણ ભારતની અભિનેત્રી સાથે લગ્ન કરવા જઈ રહ્યો હોવાની પણ વાત કરી રહ્યા હતા.

image source

તમને જણાવી દઈએ કે જસપ્રીત બુમરાહનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. તેમના પિતાના નિધન પછી તેની માતાએ જસપ્રીત અને તેની બહેનને મોટા કર્યા હતા. નોંધનિય છે કે, બુમરાહની માતા સ્કૂલમાં વાઈસ પ્રિન્સિપલ પણ રહ્યા હતા. તો બીજી તરફ કિશોર ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ તેણે કેરિયરની શરૂઆત કરી હતી. તો બીજી તરફ જસપ્રીત બુમરાહના લગ્નમાં કોરોનાની ગાઈડલાઈનના કારણે પરિવારના અમુક લોકો જ હાજર રહ્યા હતા. તો બીજી તરફ ટીમ ઈન્ડિયાના સભ્યો પણ ઈંગ્લેન્ડ સામેની ચાલુ સીરિઝ અને કોરોનાના નિયમોના કારણે લગ્નમાં હાજરી આપી શક્યા નહોતા.

image source

તો બીજી તરફ જસપ્રીત બમરાહની પત્ની સંજના વિશે વાત કરીએ તો સંજનાએ 2012માં સિમ્બાયોસિસ ઈન્સ્ટિટ્યુટ ઓફ ટેક્નોલોજીમાં બીટેક કર્યું હતું. ગ્રેજ્યુએશન પૂરૂ કર્યા બાદ એક વર્ષ સુધી સંજનાએ સોફ્ટવેર એન્જિનિયર તરીકે કામ કર્યું હતું. નોંધનિય છે કે, તે 2014માં મિસ ઈન્ડિયા ફાઈનલિસ્ટ રહી ચૂકી છે. આ ઉપરાંત સંજનાએ એમટીવીના શો સ્પ્લિટ્સવિલાની 14મી સિઝનમાં પણ ભાગ લીધો હતો. તમને જણાવી દઈએ કે આ શો બાદ જ સંજનાએ નક્કી કર્યું કે તે સ્પોર્ટ્સ એન્કર તરીકે પોતાની કેરિયર શરૂ કરશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *