ચાલુ બસે મહિલા બારીમાંથી બહાર ફેંકાઈ ગઈ અને મુસાફરોને ખબર પણ ના પડી, પછી થયુ કંઇક એવું કે…

મહારાષ્ટ્રથી સુરત જઇ રહેલી લકઝરી બસમાં એક ચોંકાવનારી ઘટના સામે આવી છે. જ્યાં ડાંગમાં ચાલુ બસે બારીમાંથી એક મહિલા ફેંકાઈ ગઈ હતી. તો બીજી તરફ નવાઈની વાત છે કે આ મહિલા ફેંકાઈ જવાની ઘટનાની બસમાં બેઠેલા કોઈને પણ જાણ થઈ ન હતી. તો બીજી તરફ ડાંગનાં સેવાભાવી લોકો દ્વારા મહિલાને 108 મારફતે આહવા સિવિલમાં સારવાર માટે ખસેડવામાં આવી હતી. જ્યારે સોશિયલ મીડિયા પર આ મહિલાનો ફોટો વહેતો થયો ત્યારે મહિલાનાં પરિવારજનો દોડી આવ્યાં હતા અને તેમને સાથે લઈ ગયા હતા.

image source

આ ઘટના અંગે સામે આવેલી વિગતો અનુસાર મહારાષ્ટ્રથી વાયા ચંચલી ગામ થઈ સુરત જઇ રહેલી એક લકઝરી બસમાં શનિવારે સવારના 3 વાગ્યાની આસપાસ ચીંચલી ઘાટમાર્ગમાં લકઝરી બસમાં મુસાફરી કરી રહેલી માલેગાંવની પહેવાસી કૌસરબેન મુનાફભાઈ શેખને થોડુ ગભરામણ થતા તે ઉલટી કરવા માટે બારીમાંથી મોં બહાર કાઢી ઉલટી કરી રહી હતી. તો બીજી તરફ બસ ઘાટમાર્ગમાં હોવાનાં કારણે મહિલા અચાનક બારીમાંથી બહાર ફેંકાઈ ગઈ હતી. જોકે નવાઈની વાત એ છે કે આ ઘટના અંગેની જાણ બસમાં બેસેલા એક પણ મુસાફરો કે બસ કન્ડક્ટર કે ડ્રાઈવરને થઈ નહતી.

image source

નોંધનિય છે કે જ્યારે આ બસ સુરત પહોંચી ગઈ જ્યાં મહિલાની જગ્યાએ ફક્ત તેના ચંપલ મળી આવ્યાં હતાં. ત્યાર બાદ બસમાં સવાર તમામ મુસાફરો ચોંકી ગયાં હતાં. તમને જણાવી દઈએ કે મહિલા જે જગ્યાએ પડી ગઈ હતી તે જગ્યાએથી ડાંગના સેવાભાવી સામાજિક કાર્યકર નાંદનપેડા ગામના ઉમર ફારૂક જાકીર વાની, જાકીર શબ્બીર વાની, હાફેજી ગફુર વાનીએ મહિલાને 108 મારફત સારવાર અર્થે આહવા સિવિલમાં દાખલ કરી હતી. નોંધનિય છે કે ચાલુ બસમાથી નીચે પટકાયા બાદ મહિલાને સામાન્ય ઇજાઓ પહોંચી હતી જેથી જેથી તેને હોસ્પિટલે ખસેડવામાં આવી હતી. આ અંગે હોસ્પિટલના સ્ટાફે તાત્કાલિક સારવાર આપતા મહિલાને રાહત મળી હતી.

બસમાંથી બહાર ફેંકાયેલી મહિલાની તસવીર - Divya Bhaskar
image source

આ ઘટના બાદ મહિલાના પરિવારજને જાણ કરવા માટે ઇજાગ્રસ્ત મહિલાનો ફોટો સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવતા તેમના પરિવારના સભ્યોને આ સમગ્ર ઘટનાની જાણ થઇ હતી અને તેઓ તાત્કાલિક સારવાર લઇ રહેલ આહવા સિવિલ હોસ્પિટલમાં મહિલાને મળવા પહોંચ્યા હતા. નોંધનિય છે કે વધુ ઈજા ન થઈ હોવાથી મહિલાને ટૂંકી સારવાર આપ્યા બાદ હોસ્પિટલમાંથી રજા આપવામાં આવી હતી અને તે તેમના દીકરા સાથે તેમના ઘરે મોકલી આપવામાં આવી હતી. ઘરે જતા પહેલા આ ઈજાગ્રસ્ત મહિલાએ તેમની મદદ કરવા બદલ ત્યાં હાજર તમામ લોકોનો આભાર માન્યો હતો. મહિલાનું તેમના પરિવાર સાથે મિલન થતા સૌ કોઈએ ખુશી વ્યક્ત કરી હતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : દિવ્યભાસ્કર )

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!