ગજબ થઈ ગયું, ગાંધીનગર સિવિલમાંથી કોરોનાગ્રસ્ત દર્દી ગાયબ થયો, ઘરે તપાસ કરી તો આખો પરિવાર જ ગાયબ નીકળ્યો

કોરોનામાં અમુક કિસ્સાઓ એવા એવા સામે આવે છે કે ખરેખર આપણે વિચારવા મજબૂર થઈ જતા હોઈએ છીએ. એમા પણ ગુજરાતમાંથી તો કેટલાય કિસ્સાઓ સામે આવતા રહે છે. આ પહેલાં પણ જ્યારે કોરોનાની પહેલી લહેર આવી ત્યારે 2020માંવ કોરોના દર્દીના ભાગી જવાના કિસ્સા સામે આવ્યા હતા, ત્યારે હવે ફરી એકવાર આવા કિસ્સો સામે આવ્યો છે. વાત કંઈક એવી છે કે ગાંધીનગર સિવિલ હોસ્પિટલનાં કોવિડ વોર્ડમાંથી પીલવાઇ ગામનો 45 વર્ષીય કોરોના સંક્રમિત દર્દી અચાનક ગાયબ થઈ ગયો છે.

image source

હવે આ ઘટના ચારેકોર વાયરલ થઈ રહી છે અને સિવિલ તંત્રએ પોલીસની શરણ લેવાની ફરજ પડી હતી. જેનાં પગલે સેકટર 7 પોલીસ દ્વારા તેના ઘરે તપાસ કરતા સમગ્ર પરિવાર જ ગાયબ થઈ ગયો હોવાનું પ્રકાશમાં આવતા કેસ વધારે ગુંચવાયો છે. હવે આવા વિચિત્ર કેસ માટે પોલીસ પણ ગોથે ચડી છે. ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં થોડા દિવસો અગાઉ પીલવાઈ ગામનો 45 વર્ષીય ભરત ચતુરભાઈ રાવળ કોરોનાની સારવાર માટે એડમિટ થયો હતો. જે ટેમ્પો ચલાવીને ગુજરાન ચલાવતો હતો.

image source

હવે બન્યું એવું કે જ્યારે સિવિલના કોવિડ વોર્ડમાંથી ભરત ગુરુવારે સવારે અચાનક ગાયબ થઈ ગયા તો સિવિલ તંત્રના શ્વાસ અદ્ધર થઈ જતાં જોવા મળ્યા હતા. કોરોના દર્દી ભરત કોઈને જાણ કર્યા વિના કોવિડ વોર્ડમાંથી ગાયબ થઈ જતાં સિવિલ તંત્ર દ્વારા આખી સિવિલ સહિતના બાથરૂમ ફેંદી નાખ્યા પણ કોઈ ખુણેથી ભરતની ભાળ મળી નથી. બાદમાં સિવિલના કર્મચારીઓ ભરતને શોધવા તેના ઘરે જવાનું વિચાર્યું અને ત્યાં ગયા તો તો નવી જ રોન નીકળી. જ્યાં ઘરે ખંભાતી તાળું લટકતું હતું. હવે પોલીસ વધારે ગુંચવાઈ છે કે આ તો આખો પરિવાર જ ગુમ છે.઼

image source

આ પહેલાંનો જ એક કિસ્સો છે કે તાજેતરમાં આજ રીતે એક દર્દી ગુમ થઈ ગયા બાદ તેની લાશ બાથરૂમમાંથી મળી આવતા પરિવારજનોએ ભારે હોબાળો મચાવ્યો હતો. ત્યારે વધુ એક દર્દી અચાનક ગાયબ થઈ જતાં સિવિલ સત્તાધીશો પણ દોડતા થઇ ગયા હતા. હાલની પરિસ્થિતિ વિશે વાત કરવામાં આવે તો આ અંગે સેકટર 7 પોલીસ ઈન્સ્પેક્ટર સચિન પવારે જણાવ્યું હતું કે, ફરિયાદના પગલે પીલવાઇ ગામના રાવળવાસમાં રહેતા ભરત રાવળની શોધખોળ માટે તેના ઘરે પોલીસ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી. પરંતુ ભરત સહિત સમગ્ર પરિવાર ક્યાંક જતો રહ્યો હોવાનું માલુમ પડ્યું હતું. હવે આ રીતે ભાગી જવા પર ગુનો પણ નોંધવામાં આવે છે અને જ્યારે મળશે ત્યારે તેને સજા પણ ફટકારવામાં આવશે. પરંતુ હાલમાં આ કિસ્સો ચારેબાજુ ચર્ચામાં આવ્યો છે.

image source

આ સિવાય એક ફ્રોડનો કિસ્સો પણ ચર્ચાઈ રહ્યો છે કે જેમાંથી લોકોને શીખવાની ખાસ જરૂર છે. અમદાવાદ શહેરમાં કોરોનાના કપરા કાળમાં કેટલાક લેભાગુ તત્વો હવે બોગસ ડોકટરો બની બેઠા છે અને લોકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરી રહ્યાં હોવાનું અવાર નવાર સામે આવતું રહે છે. શહેરના અમરાઈવાડી વિસ્તારમાં મહિલાએ તેના પતિની સારવાર માટે ઘરે ડોક્ટર અને નર્સને બોલાવ્યા હતા. 15 દિવસ સુધી કોરોનાની સારવાર ચાલી પરંતુ મહિલાના પતિની તબિયતમા કોઈ જ સુધારો ન આવ્યો અને આખરે આ ડોક્ટર બોગસ હોવાની શંકા ગઈ. જો કે ખાલી શંકા ગઈ એવું જ નહીં પણ આ શંકા સાચી પણ પડી હતી. જેથી મહિલાએ રોજના રૂ. 10 હજાર એટલે કે 15 દિવસના દોઢ લાખ રૂપિયા ખર્ચા હોવા છતાં પણ ડોક્ટર યોગ્ય સારવાર ન આપી શકતા આખરે અમરાઈવાડી પોલીસ સ્ટેશનમાં ત્રણ લોકો સામે ગુનો નોંધાવતા પોલીસે ત્રણેયની અટકાયત કરી તપાસ શરૂ કરી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!