વોશિંગ મશીનના આ સાચા ઉપયોગથી વીજળી જ નહીં પૈસા પણ બચશે, જાણી લો આ જોરદાર ટિપ્સ વિશે

એક કપડાં ધોવાના મશીનની ક્ષમતા, ઘણી હદ સુધી એ વાત પર નિર્ભર કરે છે કે એનો કઈ રીતે નિયમિત રીતે ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. સંચાલનની દ્રષ્ટિએ વોશિંગ મશીન એક ખૂબ જ મોંઘું ઉપકરણ હોય છે અને જો એનો સાવચેતી પૂર્વક ઉપયોગ ન કરવામાં આવે તો એ તમારા કપડાં ધોવાના ખર્ચને વધુ વીજળીનો ઉપયોગ કરી વધારી શકે છે. યોગ્ય રિત્ર કપડાં ધોવાથી હકીકતમાં તો વીજળીની સાથે સાથે તમારા પૈસાનો પણ બચાવ થશે. તો ચાલો જોઈ લઈએ કેટલાક ઉપાય.

image source

1. કપડાંની ટાઈપ એટલે કે સુતરાઉ, સિન્થેટિક, ફાઇબર વગેરેને આધારે ટાઇમરનો ઉપયોગ કરો.

2. વોશિંગ મશીનમાં બને ત્યાં સુધી કપડા ધોવા માટે ઠંડા પાણીનો જ ઉપયોગ કરો.

3 ખૂબ જ વધારે ગંદા કપડાને ગરમ પાણી અને ડિટરજન્ટમાં 15થી 20 મિનિટ સુધી પલાળી રાખો. પછી એને મશીનમાં નાખીને ટાઇમર લગાવીને ધોઈ લો.

image source

4. મશીનમાં કેપેસિટી અનુસાર જ કપડાં નાખો એટલે કે મશીનને ન તો અંડરલોડ કરો કે પછી ન એને ઓવરલોડ કરો. એનાથી વીજળીનો વપરાશ વધુ થાય છે.

5. લાઈટ વેટ અને હેવી વેટ કપડાં જેમ કે બેડશીટ, ટોવેલ, કર્ટન વગેરેને અલગ અલગ ધોવો. કારણ કે બંને ટાઈપના કપડાને ધોવા માટે વોશિંગ મશીનમાં અલગ અલગ ટાઈમ સેટિંગની જરૂર પડે છે.

6. હોટ વોટર ટેમ્પરેચરને ઓછું રાખીને પણ તમે એનર્જી સેવ કરી શકો છો.

7. કપડાં ધોતી વખતે વોશિંગ મશીનમાં યોગ્ય પ્રમાણમાં ડિટરજન્ટ નાખો.

image source

8 વોશિંગ મશીનમાં શોર્ટસ્ટ સાઇકલ અને લોએસ્ટ વોટર લેવલ પર જ કપડાં ધોવો.

9. રોજબરોજના કપડાને લોએસ્ટ ટેમ્પરેચર પર જ ધોવો.

10. કપડાને રિન્સ કરવા માટે ગરમ પાણીને બદલે ઠંડા પાણીનો જ ઉપયોગ કરો.

11. કપડાને ઓવર ડ્રાય ન કરો. હળવા ભીના રહે એટલે કપડાને તાપમાં સુકવી દો.

image source

12. જો વોશિંગ મશીનમાં ઓટો ડ્રાયર હોય તો તેમાં ટાઇમર લગાવો..

13.ગરમીમાં કપડાં સૂકવવા માટે ઇલેક્ટ્રિક ડ્રાયરનો ઉપયોગ કરવાનો બદલે કપડાને તાપમાં જ સુકવી દો. એનાથી ઉર્જાની બચત થશે અને વીજળીનું બિલ પણ ઓછું આવશે.

14. ડ્રાયરમાં નાખતી વખતે કપડાને અલગ અલગ કરી લો, જેમ કે બધા સિન્થેટિક કપડાને એકસાથે મશીનમાં નાખો. સુતરાઉ કાપડની તુલનામાં એમને સુકાવામાં ઓછો સમય લાગે છે.

image source

15. દર વખતે ડ્રાયરનો ઉપયોગ કર્યા પછી ડ્રાયર ફિલ્ટરને સાફ કરી લો. એનાથી એરફલો સારો રહે છે અને ડ્રાયર પણ સારી રીતે કામ કરે છે. ડ્રાયરની સારી રીતે કેર કરવાથી 10% સુધી એનર્જી સેવ કરી શકાય છે.

16. જો વોશિંગ મશીન 10 વર્ષ જૂનું થઈ ગયું હોય તો એને એક્સચેન્જ કરીને નવું વોશિંગ મશીન લઈ લો કારણ કે જૂનું વોશિંગ મશીનમાં ઉર્જાનો વપરાશ વધુ થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *