કોરોના વિશેની આ માહિતી જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી, જાણો અને ચેતો કોરોનાથી, નહિં તો…

વિશ્વના અમીર અને મોટા દેશોમાં કોરોના વેક્સીન આપવાની કામગીરી ઝડપભેર આગળ વધી રહી છે જયારે હજુ પણ અનેક દેશો એવા છે જેઓ કોરોના વેક્સિનની રાહ જોઈને બેઠા છે. નિષ્ણાંતોના મત મુજબ આ રીતે અસમાન પ્રકારે વેક્સીનના વિતરણનો કારણે કોરોના મહામારી સામે લડવાની પ્રક્રિયામાં વિઘ્ન રહી જશે. ત્યારે ચાલો જાણીએ વિશ્વના એવા વિસ્તારો વિષે જ્યાં કોરોના મહામારીને લઈને હજુ પણ ચિંતા વધી રહી છે.

image source

આ સમયમાં વિશ્વના અનેક દેશોમાં કોરોના મહામારી વળી પાછી પ્રવેશી રહી છે અને કેસો પણ વધી રહ્યા છે. વાયરસના નવા નવા સ્ટ્રેન, બ્રિટન, સાઉથ આફ્રિકા, બ્રાઝીલ, ભારત, જાપાન ફિનલેન્ડ સહીત અનેક દેશોમાં સતત સામે આવી રહ્યા છે. જે પહેલાની સરખામણીએ વધુ ઘાતક પણ છે. આ સમયે વેક્સિનને લઈને વિવિધ દેશો કામમાં વ્યસ્ત છે. સંયુક્ત રાષ્ટ્ર મહાસચીન એન્ટોનિયો ગુટરેસ આને વેક્સીન નેશનાલિઝ્મ નામ આપે છ્હે અને આવનારા સમયમાં થનારા જોખમ વિષે ચેતવણી પણ આપી રહ્યા છે.

વિશ્વમાં હજુ 87 દેશોમાં કોરોના વેક્સિનનું કામ શરુ થયું છે અને અંડાએ 20 કરોડ લોકોને વેક્સિનનો ડોઝ આપી દેવામાં આવ્યો છે પરંતુ તેનાથી કેટલાય ગણી વધારે માનવ વસ્તીને હજુ પણ કોરોના વેક્સીન પહોંચી નથી. દરરોજ વિશ્વમાં વેક્સિનેશનની સરેરાશ 6,502,853 છે અને આ જ ગતિએ કામ આગળ ચાલશે તો વિશ્વની માત્ર 75 ટકા વસ્તીને કોરોના વેક્સીન પુરી પડતા લગભગ 4.8 વર્ષનો સમય લાગી જશે. નિષ્ણાંતોને આ બાબતની જ ચિંતા છે કે આ મહામારી સામે લડીને છુટકારો મેળવતા હજુ લાંબો સમય લાગશે.

image source

વેક્સીન નેશનાલિઝ્મને શા માટે કહેવામાં આવે છે જોખમ ?
યુએન મહાસચિવ ગુટરેસએ આ બાબતે ચેતવણી આપતા કહ્યું છે કે 130 થી વધુ દેશ એવા છે જ્યાં હજુ સુધી કોરોના વેક્સિનનો એક પણ ડોઝ પહોંચ્યો નથી. જયારે વિશ્વં અવપર્વ માટે મંજુર વેક્સીનના 75 ટકા ડોઝ પર ફક્ત 10 દેશોનો કબ્જો છે. કોરોના વેક્સિનેશનમાં હાલ સૌથી આગળ અમેરિકા છે જ્યાં 5 કરોડ 70 લાખ લોકોને વેક્સીનના ડોઝ આપી દેવાયા છે. અમેરિકા બાદ આ રેસમાં ચીન અને ત્યારબાદ યુરોપિયન યુનિયનના દેશો છે.

વસ્તીના ભાગ મુજબ જોવામાં આવે તો યુનાઇટેડ અરબ અમીરાતએ પોતાની વસ્તીના 81 ટકા ભાગમાં અને ત્યારબાદ ઇઝરાયલમાં 54 ટકા વસ્તીને વેક્સીનનો પ્રથમ ડોઝ આપી દીધો છે.

image source

આફ્રિકાને કારણે શા માટે છે ચિંતા ?

વર્લ્ડ કોમ્યુનિટીને હવે અસલ ચિંતા એ ગરીબ અને માધ્યમ આવક ધરાવતા દેશોની છે જ્યાં કોરોનાનો પ્રસાર મોડો પહોંચ્યો છે અને હવે ઝડપના ફેઝમાં છે. પરંતુ તે દેશોની પહોંચ હજુ કોરોના વેક્સીન સુધી નથી પહોંચી. વિશ્વમાં હજુ 130 દેશો એવા છે જ્યાં કોરોના વેક્સિનનો એક પણ ડોઝ નથી પહોંચ્યો. આવા દેશો સુધી સસ્તી વેક્સીન પહોંચાડવા માટે સંયુક્ત રાષ્ટ્રે COVAX નામથી એક પહેલ કરી છે પરંતુ મોટા દેશોની વેક્સીનની ઓવર બુકીંગને કારણે આમ થઇ રહ્યું નથી. સંયુક્ત રાષ્ટ્રનું કહેવું છે કે હોર્ડિંગને કારણે મહામારીને રોકવા માટે લાગવામાં આવતા સમયમાં વધારો થશે અને વિશ્વને હજુ વધુ નુકશાન માટે તૈયાર રહેવું પડશે.

શું છે જોખમ ?

image source

વેક્સીનના અસમાન વિતરણને કારણે થનારા જોખમ વિષે ચેતવણી આપતા નોર્થ ઇસ્ટર્ન યુનિવર્સીટીના સ્કૂલ ઓફ લોના પ્રોફેસર બ્રુક બેકર કહે છે કે એક દેશના એક ભાગમાં રહેતા લોકોને વેક્સીન લગાવવાથી કે વિશ્વના અમુક દેશોમાં રહેતા લોકોને વેક્સીન લગાવવાથી કોરોનનું જોખમ પૂરું નહિ થાય જ્યાં સુધી વાયરસના પ્રસારનો સ્ત્રોત ખુલ્લો છે. તેઓએ વધુમાં જણાવ્યું કે આ રીતે વેક્સિનેશનથી તમે વસ્તીને પ્રોટેક્શન નથી આપી રહ્યા પરંતુ તેને પ્રોટેક્શન આપવાનો ભ્રમ આપી રહ્યા છો.

ખાસ કરીને આફ્રિકન દેશોને લઈને વિશ્વ સ્તરે સૌથી વધુ ચિંતા સેવાઈ રહી છે. દક્ષિણ આફ્રિકા આ મહાદ્વીપમાં કોરોનને કારણે સૌથી વધુ પ્રભાવિત દેશો પૈકી એક છ્હે. જ્યાં 15 લાખ લોકો કોરોનને કારણે સંક્રમિત થયા છે. જયારે 50 હજાર લોકો મૃત્યુ પામ્યા છે. કોરોનાના નવા વેરિએન્ટ દ્વારા દક્ષિણ આફ્રિકામાં સંકટ વધુ ઘેરું બન્યું છે. અહીં આ સપ્તાહે જ વેક્સિનેશનનું કામ શરુ થયું છે પરંતુ વેક્સીનના ડોઝની સંખ્યા મર્યાદિત જ છે. સંકટ ચાલુ રહે તેવા અન્ય જોખમ પણ છે. વાયરસનું જોખમ જેટલું લાંબુ ખેંચાશે જોખમ પણ એટલા સમય સુધી ખેંચાશે.

image source

સાઉથ આફ્રિકામાં ગયા વર્ષે માર્ચમાં શરુ થયેલા લોકડાઉન બાદ 30 ટકા બેરોજગારી દર વધી ચુક્યો છે. રાહત માટે સરકાર તરફથી કરોડોની રકમ ભ્રષ્ટાચારના આરોપોમાં અટવાઈને પડી છે અને સામાન્ય લોકોની મુસીબત પુરી થવાનું નામ નથી લઈ રહી. મહામારી આમને આમ વધતી રહી તો સંકટ વધુ ભયજનક બની જશે.

17 દેશો રેડો ઝોનમાં

આફ્રિકામાં કોરોનની બીજી લહેરને લઈને વિશ્વભરમાં ચિંતા ફેલાઈ છે. વધી રહેલા કેસ અને નવા વેરિએન્ટને લઈને આફ્રિકાના 17 દેશોને બ્રિટને રેડ ઝોનમાં રાખ્યા છે. અંગોલા, બોત્સ્વાના, બુરુન્ડી, કેપ વેરડે, ડીઆરસી, એસવૈતની, લેસોથો, મલાવી, મોરિશિયસ, મોઝામ્બિક, નામિબિયા, રવાન્ડા, સેશેલ્સ, સાઉથ આફ્રિકા, તાન્ઝાનિયા, જામ્બિયા, ઝિમ્બાબ્વે સહીત અનેક દેશોમાં કોરોનનું જોખમ અને વેક્સીન ન પહોંચવાને કારણે અન્ય દેશો માટે પણ જોખમ સાબિત થઇ શકે છે.

તાન્ઝાનિયાનું જોખમ અન્ય કરતા વિશેષ

image source

આફ્રિકામાં કોરોનને લઈને એક નવા પ્રકારનું સંકટ પણ છે. અહીંના કેટલાક દેશોમાં કોરોના વાયરસ ના જોખમને ટાળવા માટે આંકડાનો સ્વીકાર કરવા કોઈ તૈયાર નથી દેખાઈ રહ્યા. WHO ની અપીલ છતાં તાન્ઝાનિયાની સરકાર કોરોનાના આંકડા પુરા નથી પાડી રહી ઉલ્ટાનું દેશમાં કોરોના હોવાનો પણ ઇન્કાર કરી રહી છે. તાન્ઝાનિયામાં ઉપરાષ્ટ્રપતિના શેફનું મૃત્યુ થયું હતું જેને કોરોનાને કારણે મૃત્યુ થયું હોવાની વાત બહાર આવી હતી પરંતુ સરકાર સ્પષ્ટ રીતે કોરોના સંક્રમણનો સ્વીકાર કરવા તૈયાર નથી.

તાન્ઝાનિયામાં નામિબિયાની થર્ડ સેક્રેટરીની મૃત્યુનું કારણ પણ કોરોના હોવાનું કહેવાય છે પરંતુ તેને પણ કોરોના સાથે જોડવા એજન્સીઓ તૈયાર નથી. ગયા વર્ષે એપ્રિલમાં 509 કેસ આવ્યા બાદ ત્યાંની સરકારી વેબસાઈટ પર પણ કોરોનાના આંકડાઓ અપડેટ કરવામાં આવ્યા નથી. તાન્ઝાનિયાના રાષ્ટ્રપતિ વેક્સીનને જોખમકારક ગણાવી રહ્યા છે અને એવું કહે છે કે જો વેક્સીન હોત તો અત્યાર સુધીમાં એઇડ્સ, મેલેરિયા, કેન્સરની વેક્સીન બની ચુકી હોત.

image source

આફ્રિકા સિવાય વિશ્વના અનેક એવા દેશો છે જેને લઈને હજુ ચિંતા સેવાઈ રહી છે. G7 દેશોમાં એ ચર્ચા શરુ થઇ છે કે તેના કોટાથી 4 થી 5 ટકા વેક્સીન ડોઝ એવા દેશોને આપવામાં આવે જ્યાં સુધી હજુ વેક્સીન નથી પહોંચી. યુરોપમાં આ માંગ વધી રહી છે કે મિડલ ઇસ્ટના દેશો અને બાલ્કન રાષ્ટ્રોને વેક્સીન લગાવ્યા વિના પોતાની ઈકોનોમી અને વિમાન સેવાઓને ખોલવાનો કોઈ ફાયદો નથી થાય અને વાયરસનો પ્રસાર થતો જ રહેશે.

ક્યારે અને કઈ રીતે મળશે ગરીબ દેશોને વેક્સીન ?

વસ્તી અને આર્થિક સ્થિતિ પર કામ કર્ણતી સંસ્થા ONE મુજબ પૈસાદાર દેશોએ પોતાની વસ્તી અનુસાર એક અબજ વધુ વેક્સીન ડોઝ બુક કરાવી રાખ્યા છે. જેમ કે કેનેડાની વસ્તીથી 500 ગણું વધુ, બ્રિટનની વસ્તીથી 327 ગણું વધુ, ચીલીએ 244 ગણું વધુ, ન્યૂઝીલેન્ડે 242 ગણું વધુ અને ઓસ્ટ્રેલિયાએ 226 ગણું વધુ વેક્સીન બુકીંગ કરાવી નાખ્યું છે.

image source

આ સમસ્યા વચ્ચે વેક્સીન હોર્ડિંગ પર સંયુક્ત રાષ્ટ્રની અપીલ બાદ બ્રિટિશ પ્રધાનમંત્રી બોરિસ જોન્સનએ પોતાના દેશની વસ્તીના વપરાશ બાદ વધેલી વેક્સીન ડોઝ કોવેક્સ પુલને આપવાની જાહેરાત કરી છે.

ઓછા અને માધ્યમ આવક ધરાવતા દેશ હવે મોટી કંપનીઓ સાથે વેક્સીન બાબતે વાત કરી રહ્યા છે પરંતુ કંપનીઓ માટે પહેલાથી જ બુક થયેલા ઓર્ડર પણ એક પડકાર છે ત્યરે નવા ઓર્ડરની સપ્લાય તો તેના પછીના ફેઝમાં થવાની સંભાવના છે. મોડર્ના જેવી કંપની કે જેની વેક્સિનની ડિમાન્ડ સૌથી વધુ છે પરંતુ કોઈપણ નવા દેશ માટે વેક્સીન તૈયાર કરવામાં તેને ઓછામાં ઓછો 12 મહિનાનો સમય લાગશે. આ જોતા આવનારા સમયમાં આ પ્રતીક્ષા વધુ ઘેરું સંકટ ઉભું કરશે.

વેક્સિનેશન બાદ પણ જોખમ યથાવત

image source

ભારતમાં એક કરોડથી પણ વધુની વસ્તીને કોરોના વેક્સીન અપાઈ ચુકી છે. તેમ છતાં કોરોનાના કેસો ફરી પાછા વધી રહ્યા છે. ભારતમાં ખાસ કરીને મહારાષ્ટ્ર, કેરળ, તામિલનાડુ, કર્ણાટક, મધ્ય પ્રદેશના ઇન્દોર વગેરે સ્થાનોએ કોરોના ફરી પાછો આવી રહ્યો છે. આ રીતે વિશ્વભરમાં કોરોનાના સવા બે કરોડ એક્ટિવ કેસો છે. 4 લાખથી વધુ નવા કેસો રોજ આવી રહ્યા છે. જયારે તેના કારણે થનારા મૃત્યુનો આંકડો પણ દૈનિક 11 હજાર થી વધુનો છે. ભારત, રશિયા, અમેરિકા, બ્રાઝીલ, બ્રિટન જેવા અનેક દેશોમાં કોરોનાના નવા કેસો હજુ પણ ચિંતાનો વિષય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!