આ છે કોરોનાની 7 સૌથી કારગર વેક્સિન, જાણો કઈ વેક્સિન કેટલી અસરકારક છે

કેન્દ્ર સરકારે કોરોનાનાં વેક્સિનેશન અભિયાન (Vaccination Drive in India) ઉપર સુપ્રીમ કોર્ટમાં તેનું સોગંદનામું દાખલ કરાવ્યું છે આ હેઠળ તેણે કહ્યું છે કે, ટૂંક સમયમાં જ 12થી 18 વર્ષની ઉંમરનાં બાળકો માટે ઝાયડસ કેડિલા (Zydus Cadila)ની વેક્સીન લગાવવામાં આવશે. સરકારે વધુમાં કહ્યું કે, આ વર્ષનાં અંત સુધીમાં તમામને વેક્સીન લગાવી દેવામાં આવશે.  દેશ અને દુનિયામાં કોરોના વેક્સિનેશન ચાલી રહ્યું છે. આ સમયે કુલ 7 વેક્સિન છે જે સૌથી વધુ પ્રભાવી છે. જાણો તમામની અસરકારકતા વિશે.આખી દુનિયામાં કોરોનાની વેક્સિન લગાવવામાં આવી રહી છે. દરેક દેશમાં 2-4 વેક્સિનથી વધારે વેક્સિન નથી.  વેક્સિન  શરીરને કોરોના સામે લડવામાં મદદ કરે છે તેનો ખુલાસો યૂનિવર્સિટી ઓફ મેરીલેન્ડ યૂસીએચમાં સંક્રામક રોગના પ્રમુખ ડો. ફહીમ યૂનુસે કર્યો છે.

ડો. ફહીમ યૂનુસે કરી છે ટ્વિટ

image source

ટ્વિટરની મદદથી તેઓએ જાણકારી આપી છે કે દુનયિાને આ સમયે કોરોનાની લડાઈમાં 7 વેક્સિનની મદદ મળી રહી છે. આ 7 વેક્સિન કઈ છે અને તેના લાસ્ટ સ્ટેજ ટ્રાયલ બાદની ક્ષમતાને પણ જણાવવામાં આવી છે. તેની નવા વેરિઅન્ટ પર અસર ઓછી હોઈ શકે છે. તેઓએ દરેક વેક્સિનને લઈને એક ગ્રાફિક શેર કર્યું છે જેને સ્ટેટિસ્ટા સાઈટે તૈયાર કર્યું છે. તેમાં વેક્સિનની અસરકારકતા એેટલે કે કોરોનાની વિરોધમાં લડવાની ક્ષમતાનો પણ દાવો કરાયો છે. વેક્સિન બનાવનારી દવા કંપનીઓ, દ લૈસેંટ મેગેઝીન અને બ્યૂટૈનટેન ઈન્સ્ટીટ્યૂટે પણ આ વાત કહી છે.

વેક્સિનની એફિકેન્સી અલગ અલગ

ડો. ફહીમ યૂનુસે ટ્વિટમાં લખ્યું છે કે એસ્ટેરિક્સ માર્ક દેખાડ્યો છે. તેમાં લખ્યું છે કે કોરોનાના અલગ અલગ વેરિઅન્ટ પર તેની એફિકેસી ઓછી કે વધારે હોઈ શકે છે. જેમ કે  ChAdOx1 nCoV-2019 એટલે કે ઓક્સફર્ડ / એસ્ટ્રાજેનેકાની વેક્સિનના બીજા ડોઝ બાદ 90 ટકા એફિકેસી હોય છે, જ્યારે જોનસન એન્ડ જોનસનની 72 ટકાની છે.

કોવિશિલ્ડ દુનિયામાં પાંચમા નંબરે

image source

ChAdOx1 nCoV-2019 એટલે કે ઓક્સફર્ડ / એસ્ટ્રાજેનેકાની એટલે કે ભારતના સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં બનેલી કોવિશીલ્ડ છે. આ વેક્સિન પાંચમા નંબરે આવે છે. તેની ક્ષમતા 70 ટકાની છે. બંને ડોઝ લીધા બાદ આ વેક્સિનની ક્ષમતા 90 ટકા રહે છે.

ચોથા નંબરે નોવાવૈક્સ કંપનીની વેક્સીન

ચોથા નંબરે નોવાવૈક્સ કંપનીની NVX-CoV2373 વેક્સિન આવે છે. કોરોનાના વિરોધમાં તેની અસરકારકતા 89 ટકા છે.

ત્રીજા નંબર સ્પૂતનિક વી

image source

રશિયાની સ્પૂતનિક વી ત્રીજા નંબરે આવે છે. ગામાલેયા સાયન્ટિફિક રિસર્ચ ઈન્સ્ટીટ્યૂટ દ્વારા બનાવવામાં આવેલી ગૈમ-કોવિડ-વૈક સ્પૂતનિક વી છે. તેની અસરકારકતા 92 ટકા હોવાનું માનવામાં આવી રહ્યું છે. ભારતમાં સ્પૂતનિક વીના ડોઝને પરમિશન મળી છે.

બીજા નંબરે આવે છે મોર્ડનાની mRNA-1273

mRNA-1273 વેક્સિન જે મોર્ડનાએ બનાવી છે તે બીજા નંબરે આવે છે, કોરોનાની લડાઈમાં તેની ક્ષમતા 94 ટકાની છે. તેની ઉપર એક જ કંપની છે જે સૌથી વધારે કારગર છે. શક્ય છે કે સિપ્લા દવા કંપની મોર્ડના વેક્સિન બનાવીને ભારતમાં ડિસ્ટ્રીબ્યુટ કરવાનો અધિકાર મેળવે.

પહેલા નંબરે આ વેક્સિન હોવાનો દાવો

image source

Pfizer-BioNTechની  વેક્સિન BNT162b2 7 વેક્સિનમાં પહેલા ક્રમે હોવાનું માનવામાં આવી રહ્યું છે.

દરેક વેક્સિન કરતાં તેની અસરકારકતા સૌથી વધારે એટલે કે 95 ટકા હોવાનું સામે આવ્યું છે. આ વેક્સિનના બંને ડોઝ લીધા બાદ શરીર કોરોના વાયરસથી 95 ટકા સુધી બચી શકે છે. અલગ અલગ વેરિઅન્ટ પર તેની ક્ષમતા અલગ અલગ હોય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!