હાહાકાર: ગુજરાતની આ શાળામાં કોરોનાનો વિસ્ફોટ, એક સાથે 11 કેસ સામે આવતા તાબડતોબ લેવાયો આ નિર્ણય

બનાસકાંઠા જિલ્લામાં એક તરફ સ્થાનિક સ્વરાજયની ચૂંટણીને લઈને ગરમાવો છે જ્યારે બીજી તરફ સરકાર દ્વારા શાળાના અમુક વર્ગો શરૂ કરી દેવામાં આવ્યા છે ત્યારે ડીસામાં કોરોનાએ ફરી વકરતા લોકોમાં ફફડાટ ફેલાયો છે. ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં 11 કોરોના પોઝિટિવ કેસ સામે આવતા ખળભળાટ મચ્યો છે.  શાળાઓ
ખુલતાજ કોરોના સંક્રમણ વધ્યું છે. કોરોનાનું સંક્રમણ વધતા શાળા એક અઠવાડિયા માટે બંધ કરવામાં આવી છે, ઘટનાની જાણ થતાંજ તંત્ર પણ એક્શનમાં આવ્યું છે.

image source

વૈશ્વિક કોરોના કાળને લઈ  ઉત્તર ગુજરાત જિલ્લાની પ્રાથમિક સ્કૂલોમાં છેલ્લા એક વર્ષથી વિદ્યાર્થીઓનું શિક્ષણ કાર્ય બંધ હતું જોકે દિવાળી બાદ રાજ્યમાં કોરોના અંકુશમાં આવતા સરકાર દ્રારા સ્કૂલોમાં તબક્કા વાર શિક્ષણકાર્ય શરૂ કરવામાં આવી રહી છે જેમાં અગાઉ માધ્યમિક તેમજ ઉચ્ચતર માધ્યમિક સ્કૂલોમાં શિક્ષણ  શરૂ કર્યા બાદ ગુરુવાર (આજ)થી પ્રાથમિક સ્કૂલોમાં ધો.6થી 8ના વર્ગો શરૂ કરવામાં આવી રહ્યા હોઈ ઉત્તર ગુજરાતની પ્રાથમિક સ્કૂલોમાં કોરોનાની ગાઈડ લાઈન મુજબ ધો.6 થી 8માં નોંધાયેલા વિદ્યાર્થીઓના શિક્ષણ શરૂ કરવામાં આવશે. રાજ્ય સરકારે મહત્વની ગાઈડલાઈન જાહેર કર્યા બાદ સ્કૂલો શરૂ કરવાની મંજૂરી આપી છે. પરંતુ શાળાઓ ખુલતાજ કોરોના સંક્રમણ વધતા ચિંતામાં વધારો થયો છે. બીજી તરફ શાળામાં 11 લોકો કોરોના પોઝિટિવ આવતા વાલીઓમાં ફફડાટ ફેલાયો છે. બીજી તરફ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં એકઠી થઇ રહેલી ભીડના કારણે કોરોના ફરી માથું ઉંચકે તેવી ભીતિ ઉભી થઇ છે. ડીસાની એક પ્રાથમિક શાળામાં એક સાથે 11 કોરોના વાયરસના કેસ સામે આવતા ચિંતામાં વધારો થયો છે.

ડીસાની રામસણ પ્રાથમિક શાળામાં નોંધાયા કોરોના કેસ

image source

ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ધીમે ધીમે ઘટાડો આવી રહ્યો છે જેને લઈને શાળાઓ ખોલી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા છે પરંતુ ડીસાની શાળાઑ શરૂ કરવી મોંઘી પડી છે.

બે શિક્ષક અને 9 વિદ્યાર્થીઓ થયા કોરોના સંક્રમિત

image source

ડીસામાં રામસણ પ્રાથમિક શાળામાં કોરોના વાયરસને લઈને ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. આ શાળામાં કોરોના વાયરસના એક સાથે 11 કેસ સામે આવ્યા છે. એક સાથે આટલા બધા કેસ સામે આવતા શાળાના અન્ય વિદ્યાર્થીઓના વાલીઓમાં ફફડાટ જોવા મળી રહ્યો છે.

વિદ્યાર્થીઓને અને શિક્ષકોને કરાયા હોમ કોરોન્ટાઇન

image source

ડીસાની આ શાળામાં 9 વિદ્યાર્થીઓ અને બે શિક્ષકોનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝિટિવ આવ્યો છે અને તે બાદ તંત્ર પણ સફાળું જાગ્યું છે. આ શાળાને એક અઠવાડિયા માટે બંધ કરી દેવામાં આવી છે તથા વિદ્યાર્થીઓ અને શિક્ષકોને હોમ કોરોન્ટાઈન કરવામાં આવ્યા છે. રાજ્યમાં ધોરણ 6થી ઉપરના તમામ વર્ગો શરૂ કરાઈ ચૂક્યા છે દેશમાં કોરોના વાયરસ મહામારીના કારણે કેટલાય મહિનાઑ સુધી શૈક્ષણિક કાર્ય થઈ શક્યું નથી અને હજારો લાખો વિદ્યાર્થીઓને માસ પ્રમોશન પણ આપવામાં આવ્યું છે ત્યારે જેમ જેમ મહામારીનો પ્રકોપ ઘટી રહ્યો છે તેમ તેમ ધીમે ધીમે જનજીવન પણ સામાન્ય બનવા જઈ રહ્યું છે. ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં ઘટાડા બાદ સૌથી પહેલા ઉચ્ચતર માધ્યમિકની શાળાઑ ખોળવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. અને ધીમે ધીમે અન્ય વર્ગોને પણ રાબેતા મુજબ ખોલવાની મંજૂરી આપવામાં આવી રહી છે. રાજ્યમાં આજથી ધોરણ 6થી 8ના વર્ગો પણ શરૂ કરવામાં આવ્યા છે ત્યારે રાજ્યની શાળાઑમાં મહિનાઑ બાદ ઘણા બધા વિધ્યાર્થીઓ પરત ફર્યા છે.

બાળકોના આરોગ્યનું વિશેષ ધ્યાન રાખવામાં આવશે

image source

કોરોના વાયરસનો પ્રકોપ ભલે ઓછો થયો હોય પરંતુ મહામારી હજુ ગઈ નથી. જેથી આ મહામારી ફરી ઊથલો ન મારે અને બાળકો તેમાં સપડાઈ ન જાય તે માટે શાળાઓને ખાસ તકેદારી રાખવાના આદેશ આપવામાં આવ્યા છે. શાળાઑમાં સોશ્યલ ડિસ્ટન્સ જળવાઈ રહે તે માટે વ્યવસ્થા કરવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!