ફક્ત 399માં ખરીદો Covid-19 Care@Home, હોમ ક્વારન્ટાઈન સમયે એક્સપર્ટ તમારૂ રાખશે ધ્યાન

દેશમાં ફરી એકવાર કોરોનાએ કહે વર્તાવાનું શરૂ ક્યું છે, છેલ્લા 24 કલાકમાં એક લાખ 45 હજાર નવા કેસ આવ્યા છે, જ્યારે સક્રિય કેસની સંખ્યા પણ 10 લાખને વટાવી ગઈ છે. ઘણા રાજ્યોમાં નાઈટ કર્ફ્યુ તો કેટલીક જગ્યાએ લકડાઉન લાગુ કરવામાં આવ્યું છે.

 

 

image source

સ્થિતિ એવી છે કે મધ્યપ્રદેશમાં ફક્ત પાંચ દિવસથી સરકારી ઓફિસો ખોલવાનો આદેશ આપવામાં આવ્યો છે તો બીજી તરફ દિલ્હી જેવા ફક્ત 50 ટકા સ્ટાફ સાથે કામ કરવાનો વિચાર ચાલી રહ્યો છે. આવી સ્થિતિમાં ફરી એકવાર સામાન્ય લોકોની ચિંતા વધી ગઈ છે. ખાસ કરીને, તેઓ ડે એકલા રહે છે અથવા અન્ય શહેરોમાં પરિવારથી દૂર રહે છે. જ્યારે તેઓને કોરોનાના હળવા અથવા મામુલી લક્ષણો સામે આવતા તેમને હોમ ક્વોરન્ટાઈન કરી દેવામાં આવે છે.

image source

સરકારે એમ પણ કહ્યું છે કે જો હોમક્વાન્ટાઈન દરમિયાન ઓક્સિજન લેવલ ઓછુ હોય, નબળાઇ હોય, શ્વાસ લેવાની તકલીફ થતી હોય, છાતીમાં દુખાવો થતો હોય, ચહેરા અથવા હોઠ પર બ્લુનેસ, બોલવામાં તકલીફ પડતી હોય તો તુરંત જ ડોક્ટરની મદદ લો. પરંતુ સમસ્યા તે સમયે વધે છે જ્યારે કોઈ સંભાળ લેનાર ન હોય, અથવા પોતે યોગ્ય પોતાની જાતનું યોગ્ય ધ્યાન ન રાકતા હોય. આ જ કારણ છે કે મેક્સ હેલ્થકેર(Max helthcare)એ Covid-19 Care@Homeનામની એક સેવા શરૂ કરી છે જ્યાં ફક્ત 399 રૂપિયા આપીને તમે નિષ્ણાતોની દેખરેખ હેઠળ તમારી હેમ ક્વોરેન્ટાઇન પૂર્ણ કરી શકો છો.

આ મળશે પેકેજ

image source

મેક્સ હેલ્થકેર જે પેકેજ આપી રહ્યું છે જેમાં સાત સુવિધાઓ ઘરે પૂરી પાડવામાં આવશે. આમાં, દર ત્રીજા દિવસે ડોક્ટરની એક ટેલિફોનિક સમીક્ષા. જેમાં તમે તમારી પરિસ્થિતિ કેવી છે તે વિશેની માહિતી લેતા રહેશો, એક્સટેંસિવ કેસ અસેસમેંટ જે નર્સની દેખરેખ હેઠળ થશે, દવાઓની હોમ ડિલીવરી,RT-PCR હોમ સેંપલ કલેક્શન, દર બીજા દિવસે ટ્રેન્ડ નર્સ દ્વારા બોડી ટેમ્પરેચર, બ્લડ પ્રેશર, પલ્સ રેટ ચેક કરવા, હોમ આઈસોલેશન દરમિયાન ઘરમાં રાખવામાં આવતા હાઈજીન થી લઈને અન્ય બધી વાતની જાણકારી આપવી કોવિડ 19 મેડિકલ કીટની સાથે ડિજિટલ થર્મોમીટર અને ડિજિટલ બ્લડ પ્રેશર પણ આ પેકેજમાં આપવામાં આવશે.

હોમ ક્વારન્ટાઈનના નિયમ

image source

સૌ પ્રથમ તમારે જાણવું જોઈએ કે હળવા અથવા મામુલી અથવા પ્રારંભિક લક્ષણો દેખાય તો જ હોમ ક્વાન્ટાઈન થવું જરૂરી છે. હવે સવાલ એ છે કે શું હોમ ક્વોરન્ટાઇન દરમિયાન પરિવારે અલગ રહેવુ પડશે? જો તમારા ઘરમાં તમારા રહેવાની અલગ વ્યવસ્થા થઈ શકે છે, તો પછી તમે પરિવાર સાથે રહી શકો છો. નવા નિયમો અનુસાર હોમ આઈસોલેશન પીરિયડ ખતમ થયા પછી દર્દીનું પરીક્ષણ કરવું જરૂરી નથી. આમ છતાં તમે ઈચ્છો તો તમારા ખર્ચે તમે રિપોર્ટ કરાવી શકો છો કે તમે કોરોના નેગેટીવ થઈ ગયા કે નહીં.

10માં પણ આઈસોલેશન ખતમ થઈ શખે છે

image source

હોમ આઈસોલેશન દરમિયાન પરિવારના સભ્યો સાથે કપડાં, વાસણો અથવા તમારા ઉપયોગની અન્ય વસ્તુઓ શેર કરશો નહીં. અલગ રહો અને પૌષ્ટિક આહાર લેતા રહો. તમારે અને તમારા પરિવારે સફાઈથી રહેવું જોઈએ અને થ્રી લેયર માસ્કનો ઉપયોગ કરવો જોઈએ, જે દર 8 કલાકે બદલવુ જોઈએ. જો તાવ ત્રણ દિવસ સુધી સતત ન હોય અથવા જો સ્થિતિ 10 દિવસ પછી સામાન્ય હોય, તો દર્દીના હોમ આઈસોલેશન દૂર કરી શકાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!