ભારતમાં કોરોના વધવાના આ છે 2 મોટા કારણ, જાણો બચવાના ઉપાયો પણ

ભારતમાં એક જ દિવસમાં કોરોનાના 96982 નવા કેસ સામે આવ્યા બાદ દેશમાં સંક્રમિતોની સંખ્યા 1,26,86,049 થઈ ચૂકી છે. છેલ્લા 24 કલાકમાં 446 વધુ મોત થતાં મોતનો આંક પમ 1,65, 547 થયો છે. ભારતમાં સોમવારે પણ 103,558 નવા અને સૌથી વધારે કેસ આવ્યા છે. આ આંકડા અનુસાર દેશમાં સતત 27 દિવસથી નવા કેસ આવી રહ્યા છે. આ સાથે સારવાર લેનારાની સંખ્યા 7,88,223 થઈ છે. આ કુલ કેસના 6.21 ટકા છે. દેશમાં 12 ફેબ્રુઆરીએ સૌથી ઓછા 1,35, 926 કેસ સારવાર લઈ રહ્યા છે. જે કુલ કેસના 1.25 ટકા છે.

આ કારણે દેશમાં વધી રહ્યો છે કોરોના

image source

દેશમાં વધતા કોરોનાને લઈને કેન્દ્ર સરકારે બેઠક કરી છે અને સાથે જ કેન્દ્રએ કહ્યું કે 10 રાજ્યોમાં સૌથી વધારે કેસ જોવા મળી રહ્યા છે. કેન્દ્રએ કહ્યું કે ભારતમાં કોરોનાના કેસ વધવાનું કારણ લોકોની બેદરકારી અને મહામારીના નિયમોને અવગણવું છે. તો જાણો ફરીથી કોરોનાના કેસ વધવાનું કારણ શું છે.

માસ્ક ન પહેરવું

image source

બેઠકમાં કેન્દ્રએ કહ્યું કે દેશમાં વિભિન્ન રાજ્યોથી કેસ વધવાનું કારણ માસ્કનો ઉપયોગ ન કરવો હોઈ શકે છે. કેન્દ્રએ કહ્યું કે માસ્ક ન લગાવવું અને નિયમોનું પાલન ન કરવાથી કોરોનાનો ગ્રાફ વધી રહ્યો છે. વિશેષજ્ઞોએ કહ્યું કે માસ્ક પહેરવું ઘાતક વાયરસને નાથવાની દિશામાં પહેલું પગલું છે.

માસ્ક પહેરવાની યોગ્ય રીત

image source

માસ્ક પહેરવું ત્યારે યોગ્ય રહે છે જ્યારે તેને પહેરવાની રીત યોગ્ય હોય. ડબલ્યૂ એચઓની એક ગાઈડલાઈન અનુસાર માસ્ક પહેરતા પહેલા હાથને સાફ કરો અને માસ્ક ઉતાર્યા બાદ હાથ સાફ કરો.

ડબલ માસ્કિંગનો ઉપયોગ કરવાની કોશિશ કરો

એક સર્જિકલ માસ્કની સાથે કપડાનું માસ્ક પહેરો. માસ્ક પહેરતા ઘ્યાન રાખવાની એક ખાસ વાત એ પણ છે કે માસ્ક નાક, મોઢું અને ગરદનને કવર કરે.

સામાજિક દૂરીનું રાખો ધ્યાન

image source

બેઠકમાં કેન્દ્રએ કહ્યું છે કે વાયરસના પ્રસાર પર અંકુશ રાખવા માટે લોકો સૌથી મહત્વપૂર્ણ પગલાનું પાલન કરી રહ્યા નથી. તેમાં 2 ગજની દૂરીના અંતરને ફોલો કરાતું નથી. ખાંસી કે છીંક ખાનારા વ્યક્તિથી દૂર રહો તે જરૂરી છે.

જ્યારે તમે બહાર હોવ

શારિરીક અંતર અન્ય વ્યક્તિ સાથે બનાવી રાખો તે જરૂરી છે. તેનો અર્થ એ છે કે એકમેકથી ઓછામાં ઓછું 1 મીટરનું અંતર રાખો. સાથે જ આ સમયે ભીડથી બચવાનો સૌથી સારો વિકલ્પ છે.

પાર્ક કે બહારની જગ્યાઓએ સોશ્યલ ડિસ્ટન્સિંગને કરો ફોલો

image source

ખુલ્લા પાર્કમાં કામ ન કરવું સુરક્ષિત છે કેમકે તેનાથી કેસ ઝડપથી વધે છે. જે લોકો છીંકે છે કે ખાંસી ખાય છે તે એક મોટી તાકાતની સાથે તે થાંટા ફેલાવે છે. વૈજ્ઞાનિકોના અનુસાર એક જ દિશામાં જનારા લોકોની દૂરી 4-5 મીટરની હોવી જોઈએ. દોડવાની અને ધીમી ગતિએ બાઈક ચલાવવા માટે 10 મીટર અને બાઈકિંગ માટે ઓછામાં ઓછા 20 મીટર હોવી જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *