Site icon News Gujarat

કોરોના મહામારીને કારણે પડી ભાંગેલા આ ઉદ્યોગને બેઠું કરવા સરકારની કવાયત, જાણો કોને થશે આનો ફાયદો…

કોરોના મહામરીને કારણે દેશમાં પર્યટન ઉદ્યોગની કમર ભાંગી વી છે. સ્થાનિક લોકો જ નહીં પણ વિશ્વભરમાંથી ભારત ફરવા આવતા પર્યટકોમાં પણ ભારે ઘટાડો થયો છે. જેના પરિણામે પ્રયત્ન ઉદ્યોગ સાથે સંકળાયેલા ધંધાર્થીઓ અને તેમની રોજીરોટી પર ગંભીર પ્રભાવ પડ્યો છે. પર્યટન મંત્રાલયની નવી યોજના અનુસાર ઉત્તર પૂર્વી રાજ્યો અને બૌદ્ધ કોનકલેવના માધ્યમથી વિશ્વના પર્યટકોને ભારતમાં ફરવા માટે પ્રોત્સાહિત કરવાની છે. પર્યટન મંત્રાલયે કાયદેસર નોર્થ ઇસ્ટમાં પર્યટન પ્રમોશન માટે એક કેન્દ્રીય કમેટી પણ બનાવી છે.

image source

પર્યટન મંત્રાલયના તાજેતરમાં જ જાહેર કરવામા આવેલા અહેવાલ મુજબ દેશમાં 2018 અને 2019 ની સરખામણીએ કોરોના કાળમાં 2020 માં પર્યટકોની સંખ્યામાં નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે. આંકડા દ્વારા વાત કરીએ તો વર્ષ 2018 માં 1.056 કરોડ (10.56 મિલિયન) વિદેશી પર્યટકો ભારતમાં ફરવા આવ્યા હતા. જ્યારે 2019 માં આ આંકડો વધીને 1.09 કરોડ (10.93 મિલિયન) થઈ ગયો હતો. જ્યારે 2020 માં કોરોના મહામારીને કારણે પર્યટકોનો શરૂઆતી મહિનાનો આંકડો ફક્ત 26 લાખ (2.68 મિલિયન) જ રહ્યો.

image source

હવે કેન્દ્રીય પર્યટન મંત્રાલયએ કોરોના મહામારીને કારણે પોતાના દેશમાં પર્યટન ઉદ્યોગ સાથે સંકળાયેલા પરિવારો પર પડેલ અસર અને તેમના આર્થિક ઉત્થાન સંબંધી નીતિઓ પર રિસર્ચ કરવા માટે રાષ્ટ્રીય અનુપ્રયુક્ત આર્થિક અનુસંધાન પરિષદનું ગઠન કર્યું છે. આ સંશોધનનો હેતુ ફક્ત આંતરરાષ્ટ્રીય પર્યટકોને આકર્ષિત કરવાનો જ નહીં પરંતુ સ્થાનિક પર્યટકોને પણ પોતાના દેશમાં ફરવા માટે ચરણબદ્ધ રીતે પ્રોત્સાહિત કરવાની સંભાવના જોવાનો છે. એ ઉપરાંત જે પરિવારો સંપૂર્ણ રીતે પર્યટન ઉદ્યોગ પર નિર્ભર છે અને તેના કારણે જ તેમનો રોજગાર ચાલતો હતો તેઓને રાહત મળે તે માટે ક્યા ક્યા પગલાંઓ લઈ શકાય તેનું અધ્યયન કરવાનો છે.

image source

પર્યટન મંત્રાલયની યોજના અનુસાર નોર્થ ઇસ્ટના રાજ્યોના ટુરિઝમને પ્રમોટ કરવા માટે એક કમિટી બનાવવામાં આવી છે. જેમાં ઉત્તર પૂર્વના બધા રાજ્યોને વધુમાં વધુ એક્સપલોર કરવાની સંભાવનાઓને શોધવા માટે કહેવાયુ છે. એ સિવાય આ રાજ્યોમાં થનારા સાંસ્કૃતિક કાર્યક્રમોની સાથે સાથે અન્ય તહેવારોને પણ ઉજવવાની યોજના બનાવવામાં આવી છે. કેન્દ્રીય પર્યટન મંત્રાલયના અધિકારીઓના કહેવા મુજબ નોર્થ ઇસ્ટમાં વધુથી વધુ સ્થાનિક સંસ્કૃતિના માધ્યમથી ટુરિઝમને આગળ વધારવાનું છે. આ માટે ” એક હજાર બાર દેખો, નોર્થ ઇસ્ટ દેખો ” જેવા સ્લોગન સાથે પર્યટન ક્ષેત્રે વેગ આપવાની નીતિઓ શરૂ કરવામાં આવી છે.

image source

વિદેશી પર્યટકો ભારતમાં આવે એ માટે કેન્દ્રીય પર્યટન મંત્રાલયએ અનેક દેશોના નાગરિકોને ઇ વિઝાની સુવિધા આપી છે. મંત્રાલયના અધિકારીઓના જણાવ્યા મુજબ દેશમાં 12 આંતરરાષ્ટ્રીય ભાષાઓ અને હિન્દી તથા અંગ્રેજીમાં એક ટોલ.ફ્રી હેલ્પલાઇનની સુવિધા પણ શરૂ કરવામાં આવી છે. એ સિવાય દેશમાં આંતરરાષ્ટ્રીય બૌદ્ધ કોનકલેવનું આયોજ કરી વધુમાં વધુ વિદેશી પર્યટકોને આકર્ષિત કરવાની અને આપણા ભારત દેશમાં બોલાવવાની યોજના પણ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version