કોરોનાની ત્રીજી લહેર બાદ ચોથી લહેર પણ મચાવશે ધમાલ, જાણો મહામારીથી બાળકોને કેટલો રહેશે ખતરો

કોરોના વાયરસની બીજી લહેરે આબાદી વાળા શહેરોની સાથે સાથે ઓછી આબાદી વાળા ગામને પણ નિશાન બનાવ્યા છે. જો કે દેશના અનેક રાજ્યોમાં સામે આવી રહેલા નવા કેસમાં ઘટાડો જોવા મળી રહ્યો છો. આ સાથે દેશમાં રોજના 1 લાખથી પણ ઓછા કેસ આવી રહ્યા છે. પરંતુ મોતનો આંકડો હજુ પણ ચોંકાવનારો જોવા મળી રહીયો છે. દેશમાં કોરોનાની બીજી લહેર પોતાના ચરમસીમાએ હતી ત્યારે જાણકારોએ કોરોનાની ત્રીજી લહેરને લઈને ચેતવણી આપી હતી અને તેમાં બાળકોને વધારે ખતરો હોવાનું અનુમાન પણ કરાયું છે. એક્સપર્ટ દ્વારા આપવામાં આવેલી કોરોનાની ત્રીજી લહેરની ચેતવણીને લઈને રાજ્ય સરકારોએ તૈયારીઓ અત્યારથી શરૂ કરી દીધી છે. જેથી બાળકોને વધારે મુશ્કેલીઓ સહન કરવી ન પડે.

ત્રીજી લહેર બાદ આવી શકે છે કોરોનાની ચોથી લહેર

image source

કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને કઈ રીતે સુરક્ષિત રાખવા તેને લઈને ડોક્ટર્સ સાથે અનેક વાતચીત કરાઈ છે જેમાં તેમનું કહેવું છે કે કોરોના વાયરસ પોતાની સ્થિતિ બનાવી રાખવા માટે વારેઘડી મ્યૂટેટ થાય છે એટલે કે પોતાનું રૂપ બદલતો રહે છે.

image source

તેઓએ કહ્યું કે દેશમાં કોરોનાની ત્રીજી લહેર બાદ ચોથી લહેર પણ આવી શકે છે.આપણે આ માટેની તૈયારીઓ સાથે સતર્ક રહેવાની જરૂર છે. આ માટે મોટા પાયે વેક્સીનેશનની મદદથી આપણે તેની પર કાબૂ મેળવી શકીએ છીએ. કારણ કે આ એકમાત્ર હથિયાર છે

બાળકોને લઈને ચિંતા કરવા કરતા સારું રહેશે કે સાવધાન રહીએ

image source

જાણીતા ડોક્ટરનું કહેવું છે કે કોરોનાની ત્રીજી લહેરને લઈને કહેવાયું છે કે તેનાથી ડરવાને બદલે તેનાથી બચવાની તૈયારીઓ કરી લેવી જોઈએ. એવું પણ શક્ય છે કે ત્રીજી લહેરમાં બાળકો પર ખાસ્સો મોટો પ્રભાવ ન પડે તેની સંભાવના રાખવામાં આવી રહી છે. હાલના આંકડા પર નજર કીએ તો બાળકોમાં બીમારીની અસર ઓછી છે અ ગંભીર બીમારીનો ખતરો ઓછો છે. તેઓએ કહ્યું કે સંક્રમિત થનારા 5 ટકા બાળોકમાં ગંભીર બીમારી જોવા મળે છે.

image source

બીજી લહેરમાં પણ અનેક બાળકોએ જીવ ગુમાવ્યા છે તો ત્રીજી લહેરમાં બાળકોને લઈને ડર પેદા કરવો કે ગભરાવવાના બદલે તકેદારી રાખવાની ખાસ જરૂર છે. તો તમે પણ અત્યારથી તે માટે તૈયાર રહો જેથી ત્રીજી લહેરના સંક્રમણને ફેલાતું અટકાવવામાં મદદ મળી શકે.