કોરોના વાયરસ: AP સ્ટ્રેઈન 15 ગણો વધુ ઘાતક, માત્ર આટલાં જ દિવસમાં દર્દીને બનાવી દે છે ગંભીર, જાણો તમામ માહિતી એક ક્લિકે

ભારતમાં કોરોનાવાઇરસનું એક નવું જ વેરિઅન્ટ સામે આવ્યું છે. આ વેરિઅન્ટ છે, B.1.36*. વૈજ્ઞાનિકોની ભાષામાં તેને N440K નામ આપવામાં આવ્યું છે. આ સ્ટ્રેઈનની શોધ સેન્ટર ફોર સેલ્યુલર એન્ડ મોલિક્યુલર બાયોલોજીએ કરી છે. આ વેરિઅન્ટ સૌ પ્રથમ આંધ્રપ્રદેશના કૂરનુલમાં સામે આવ્યો હોવાથી તેને AP સ્ટ્રેઈન પણ કહે છે. જો કે, આ વેરિઅન્ટ B1.167 અને B1.618થી વધુ શક્તિશાળી છે. વૈજ્ઞાનિકોના મતે આ વેરિઅન્ટ અન્ય વેરિઅન્ટથી 15 ગણો વધુ ખતરનાક છે.

image source

એટલું જ નહીં તેનો ઈનક્યૂબેશન પિરિયડ અને સંક્રમણ ફેલાવાનો સમય પણ ઓછો છે. જેને કારણે સંક્રમિત દર્દીઓ 3થી 4 દિવસમાં જ ગંભીર સ્થિતિમાં મૂકાય જાય છે. પ્રાથમિક તારણ મુજબ આ વાયરસ તેજીથી યુવાઓમાં ફેલાઈ રહ્યો છે. ફિટનેસનું ધ્યાન રાખતા અને ઈમ્યુનિટી મજબૂત હોય તેવા લોકોને પણ છોડતો નથી. આ વેરિઅન્ટથી લોકોના શરીરમાં સાઈકોટાઈન સ્ટોર્મ આવે છે. દક્ષિણ ભારતમાં અત્યાર સુધીમાં કુલ પાંચ વેરિઅન્ટ સામે આવ્યા છે. જેમાં B.1, B.1.1.7, B.1.351, B.1.617 और B.1.36* એટલે કે, N440Kનો સમાવેશ થાય છે. વૈજ્ઞાનિકોના મતે આ તમામ વેરિઅન્ટ આંધ્રપ્રદેશ, તેલંગણા, કેરળ, કર્ણાટક અને મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યા છે.

આપને જણાવી દઈએ કે, AP સ્ટ્રેઈન એટલે કે, N440K વેરિએન્ટ એક મ્યૂટેશન છે. તેની લિનિએજ એટલી શક્તિશાળી નથી છતાં દક્ષિણ ભારત માટે તે ખતરનાક છે. કારણ કે, આ વેરિઅન્ટને કારણે જે દક્ષિણ ભારતમાં છેલ્લા એક અઠવાડિયામાં કેસમાં નોંધપાત્ર વધારો થયો
છે.

image source

મહારાષ્ટ્રમાં કોરોનાની બીજી લહેર દક્ષિણ ભારતના રાજ્યો કરતાં દોઢ મહિના પહેલાં જ શરૂ થઈ હતી. મહારાષ્ટ્રમાં B.1.617 સ્ટ્રેઈન ઘાતક બનતાં સૌથી વધુ લોકો આ વેરિઅન્ટનો શિકાર બન્યા હતા. આ જ સ્ટ્રેનમાં મ્યૂટેશન થતાં આંધ્રપ્રદેશના કુરનુલમાં આ નવો સ્ટ્રેઈન સામે આવ્યો છે. મહત્ત્વનું છે કે, હાલ દેશમાં સૌથી વધુ લોકો B.1.1.7 સ્ટ્રેનથી પ્રભાવિત થયા છે. બીજા નંબરે B.1.617 અને ત્રીજા નંબરે B.1.351 વેરિઅન્ટ છે. પણ જ્યાં સુધી વાત AP સ્ટ્રેઈનની એટલે

કે, N440K વેરિઅન્ટની છે તો દક્ષિણ ભારતમાં ઉપસ્થિત વાયરલ જિનોમ્સમાં તે હજુ 20 ટકાથી ઓછો છે.

આ વેરિએન્ટ 15 ઘણો સંક્રામક છે

image source

એપી સ્ટ્રેન(AP Strain) નામના આ વેરિએન્ટને સૌથી પહેલા આંધ્રપ્રદેશના કુરનૂલમાં શોધવામાં આવ્યો હતો. આ વેરીએન્ટ B1.617 અને B1.618થી પણ સૌથી વધુ ખરતનાક છે.

image source

વિશાખાપટ્ટનમના ડિસ્ટ્રીક્ટ ક્લેકેટર વી.વિનય ચંદે જણાવ્યું કે જણાવ્યું કે CCMBમાં આ સમયે ઘણા વેરિએન્ટસની તપાસ કરવામાં આવી રહી છે. કયું વેરિએન્ટ કેટલું ખતરનાક છે તે CCMBના વૈજ્ઞાનિકોજ જણાવી શકશે. પરંતુ એ વાત સાચી છે કે નવું સ્ટ્રેઈન જોવા મળ્યું છે.
તેના સેમ્પલ લેબમાં મોકલવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!