Site icon News Gujarat

કોરોનાએ બદલ્યું સ્વરૂપ: ભારતમાં વધુ એક ડરામણું વેરિયન્ટ મળતા ચિંતાજનક સ્થિતિ, 7 જ દિવસમાં કરી નાંખે છે ‘આવી’ હાલત

કોરોના વાયરસનું સંક્રમણ જ્યારથી ફેલાવવાનું શરૂ થયું છે ત્યારથી આ વાઇરસ સતત પોતાનું રૂપ બદલી અને વધુને વધુ ખતરનાક બનતો જાય છે. અત્યાર સુધીમાં આ વાઈરસના અનેક નવા વેરિયન્ટ સામે આવી ચૂક્યા છે. હવે ભારતમાં કોરોના વાયરસ નો વધુ એક અને ખતરનાક વેરિયન્ટ જોવા મળ્યો છે. કોરોના વાયરસ નું આ વેરિયન્ટ એટલું ખતરનાક છે કે તેની દર્દીના શરીર પર સાત જ દિવસમાં અસર જોવા મળે છે.

image source

ભારત પહેલાના વેરિએન્ટ બ્રાઝિલમાં જોવા મળ્યું હતું ત્યારબાદ ભારતમાં આ જ પ્રકારનું વેરિયન્ટ આવ્યો હોવાને પુષ્ટિ કરવામાં આવી હતી. જોકે હવે વૈજ્ઞાનિકોનું કહેવું છે કે બ્રાઝિલથી કોરોના વાયરસ ના બે વેરિઅંટ ભારત આવ્યા છે બીજા વેરિયન્ટનું નામ 1.1.28.2 છે.

image source

જાણવા મળ્યા અનુસાર વૈજ્ઞાનિકોએ કોરોના વાયરસ ના આવે વેરિયન્ટ નું પરીક્ષણ એક ઉંદર પર કર્યું છે, જેના પરિણામ ચોંકાવનારા સામે આવ્યા હતા. આ પરિણામો જોઈ વૈજ્ઞાનિકોને પણ ચિંતા થઈ હતી કારણ કે આ વેરિયન્ટ માં સંક્રમિત થયા ના તુરંત બાદ જ સાત દિવસની અંદર તે અસર કરવા લાગે છે અને તેની ઓળખ પણ કરી શકાય છે. પહેલા કોરોનાવાયરસ 14 દિવસનો સમય લેતો હતો પરંતુ હવે આ નવો વેરિયન્ટ સાત જ દિવસમાં દર્દીની હાલત બગાડી શકે છે.

image source

આ વેરિયન્ટ એટલો ખતરનાક છે કે દર્દીના શરીરનું વજન સાત જ દિવસની અંદર ખૂબ જ ઘટી જાય છે. આ સાથે જ ડેલ્ટા વેરીયન્ટની જેમ જ આ પણ દર્દીની એન્ટીબોડી ક્ષમતાને ઘટાડી નાખે છે.

image source

પૂણેની નેશનલ ઇન્સ્ટિટયૂટ ઓફ વાયરોયોલોજી ના વૈજ્ઞાનિકોના જણાવ્યા અનુસાર આ વેરિઅંટ વિદેશથી આવેલા બે લોકોમાં જોવા મળ્યો હતો. આ વેરિયન્ટનું જીનોમ સિકવેંસિંગ થી પરીક્ષણ કરવામાં આવ્યું ત્યારે ચોંકાવનારા પરિણામો સામે આવ્યાં હતા. જેમાં કોરો નથી રિકવરી થયા સુધી બંને લોકોમાં તેના લક્ષણો જોવા મળ્યાં હતાં પરંતુ તેમ છતાં તેમના સેમ્પલ નું ટેસ્ટ કરવામાં આવતા આ નવા વેરિએન્ટની ખબર પડી હતી. ત્યારબાદ આ નવા વેરિઅંટ નું નવ ઉંદર પર સાત દિવસ માટે ટેસ્ટ કરવામાં આવ્યું. જેમાંથી ત્રણ નું મોત શરીરના અંદરના ભાગમાં સંક્રમણ વધી જવાથી થયું હતું.

image source

જો કે રાહતની વાત એ છે કે ભારતમાં હાલ આ વેરિયન્ટના વધારે કેસ સામે આવ્યા નથી. જણાવી દઈએ કે કોરોના લહેર કોરોના વાયરસ ની ભયંકર બીજી લહેર હવે ધીરે ધીરે શાંત પડી રહી હોય તેમ દેશમાં રોજેરોજ નોંધાતા કેસની સંખ્યા ઘટી રહી છે. પરંતુ તેની સાથે જ નિષ્ણાંતોએ ત્રીજી રહેવાની આશંકા વ્યક્ત કરી છે જેને લઇને સ્વાસ્થ્ય મંત્રાલય પણ સતર્ક થઇ રહ્યું છે. તેવામાં કોરોનાનો આ નવો વેરિયન્ટ સામે આવતા તેમની ચિંતા પણ વધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version