અહીં કોરોનાની ત્રીજી લહેરની દસ્તક શરૂ થતા હાહાકાર, 21 દિવસમાં 341 બાળકો આવ્યા કોરોના પોઝિટવ

હોશ ઉડાડી દેનાર કોરોનાની બીજી લહેર હજુ તો શાંત થઈ પણ નથી ત્યાં તો દેશમાં કોરોનાની ત્રીજી લહેરના પડઘા પડવા લાગ્યા છે. આ સંકેત મળ્યા છે રાજસ્થાનના દૌસામાંથી. અહીં કોરોનાની ત્રીજી લહેરની દસ્તકના સંકેત મળી રહ્યા છે. હકીકતમાં બન્યું છે એવું કે દૌસામાં 341 બાળકો કોરોનાની ચપેટમાં આવ્યા છે. એટલે કે 341 બાળકોમાં કોરોનાના સંક્રમણની પુષ્ટિ થઈ છે. આ વાત પ્રકાશમાં આવતાં કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાની ચર્ચા વેગવંતી થતા જિલ્લા તંત્ર હરકતમાં આવ્યું છે અને એલર્ટ થઈ ગયું છે.

image source

જણાવી દઈએ કે દૌસામાં ત્રીજી લહેર આવ્યાના સંકેત મળ્યા છે. અહીં 341 બાળકોને કોરોના થયો છે. આ બાળકોની ઉંમર નવજાતથી લઈ 18 વર્ષ સુધીની છે. દૌસામાં 1 મેથી 21 મે વચ્ચે અંદાજે 341 બાળકો સંક્રમિત હોવાની પુષ્ટિ થઈ છે. જિલ્લાના ડીએમનું કહેવું છે કે 341 બાળકો સંક્રમિત છે. પરંતુ તેમાંથી કોઈપણ સીરિયસ નથી.

image source

પરંતુ કોરોનાની ત્રીજી લહેરની સંભાવનાને જોતા જિલ્લા હોસ્પિટલ એલર્ટ થઈ ગયું છે. ઉલ્લેખનીય છે કે નિષ્ણાંતોનું અનુમાન છે કે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકો સંક્રમિત થઈ શકે છે. તેવામાં રાજસ્થાનમાં મોટી સંખ્યામાં બાળકો 20 દિવસમાં સંક્રમિત થતા આ વખતે તંત્ર કોઈ બેદરકારી દાખવવા માંગતું નથી તે માટે એલર્ટ થઈ ગયું છે.

image source

દૌસામાં એક સાથે 300થી વધુ નવા કેસ અને તે પણ બાળકોમાં સંક્રમણ સામે આવતા રાજસ્થાનના ગ્રામ્ય વિસ્તારોમાં યુદ્ધના ધોરણે કામ શરુ કરી દેવામાં આવ્યું છે. રાજસ્થાન સરકાર હોસ્પિટલોમાં ફરીથી વ્યવસ્થા કરવા લાગી છે. આ સિવાય સ્વાસ્થ્ય વિભાગની ટીમ ગામેગામ જઈ ડોર ટુ ડોર સર્વે કરી લોકોના કોવિડ ટેસ્ટ કરી રહી છે. ગામોમાં પણ કોવિડ સેન્ટર ધમધમતા કરવામાં આવી રહ્યા છે અને પોઝિટિવ આવે તેવા દર્દીઓની સારવાર શરુ કરવામાં આવશે. સૌથી પહેલા તો સરકારે ઘરે ઘરે જઈ સર્વે અભિયાન શરુ કર્યું છે.

image source

ઉલ્લેખનીય છે કે ત્રીજી લહેર આવતા પહેલા જ બાળકોમાં કોરોનાનું સંક્રમણ વધી રહ્યું છે. રાજસ્થાન જ નહીં મહારાષ્ટ્ર, કર્ણાટક જેવા રાજ્યોમાં બાળકોમાં સંક્રમણ ઝડપથી ફેલાતુ જોવા મળે છે. નિષ્ણાંતોનું અનુમાન છે કે ત્રીજી લહેર બાળકો માટે ખતરનાક હોય શકે છે. ત્રીજી લહેરમાં બાળકો સૌથી વધુ સંક્રમિત થઈ શકે છે તેવી આશંકા વ્યક્ત કરવામાં આવી છે. તેવામાં જ 300થી વધુ બાળકો 20 દિવસમાં સંક્રમિત થતા તંત્રની ચિંતા વધી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!