Site icon News Gujarat

નવી ચિંતા! હવે 10 વર્ષથી નાના બાળકો ઝડપથી બની રહ્યા છે કોરોનાનો શિકાર, આ રાજ્યમાં 43 દિવસમાં 76 હજારથી વધુ કેસ આવતા હાહાકાર, પરિસ્થિતિ ચિંતાજનક

જ્યારે બાળકો વડીલો સાથે લગ્ન જેવા કાર્યક્રમોમાં જાય છે તો ભીડનો હિસ્સો બની જાય છે, આવા માહોલમાં બાળકો સૌથી વધુ જોખમમાં હોય છે.દેશમાં કોરોનાની બીજી લહેરનો સૌથી વધારે પ્રભાવ મહારાષ્ટ્રમાં છે. અહીં માસૂમ બાળકો પર પણ કોરોના હાવી થઈ રહ્યો છે. 43 દિવસમાં 10 વર્ષથી નાની ઉંમરના 76401 બાળકો કોરોના સંક્રમિત થયા છે. દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી સૌથી વધારે અસર
મહારાષ્ટ્રમાં જોવા મળી રહી છે. અહીં માસૂમ બાળકો પણ કોરોનાથી પ્રભાવિત થઈ રહ્યા છે.

છેલ્લા 43 દિવસમાં અહીં 10 વર્ષથી નાની ઉંમરના 76401 બાળકો સંક્રમિત થયા છે. 2021માં જાન્યુઆરીથી 12 મે સુધી 10 વર્ષથી નાના 1,06,222 બાળકો સંક્રમિત થયા છે. બાળકો પર આ મહામારીના પ્રકોપને ધ્યાનમાં રાખીને હોસ્પિટલોમાં બાળકોને માટે આઈસીયૂ બનાવવામાં આવી રહ્યા છે. ગયા વર્ષે કુલ 67110 બાળકો સંક્રમિત થયા હતા. એક્સપર્ટનું માનવું છે કે ત્રીજી લહેર બાળકોને અસર કરશે. મહારાષ્ટ્ર આ માટે પહેલાથી તૈયારી કરી રહ્યું છે. અહીં ડોક્ટર્સનું કહેવું છે કે લગભગ 70 ટકા બાળકોના રિપોર્ટ નેગેટિવ છે પણ એન્ટીબોડી પોઝિટિવ છે તેમની ગંભીર સ્થિતિમાં હોસ્પિટલ પહોંચાડવામાં આવ્યા છે.

આઠ મહિનાનું બાળક બન્યું સંક્રમણનો શિકાર

image source

આઠ મહિનાનો મુસ્તફા છેલ્લા 8 દિવસથી બીમાર છે. મુંબઈની હોસ્પિટલમાં તેની સારવાર ચાલુ છે, થોડા દિવસ તે વેન્ટિલેટર પર રહ્યો અને પછી તેને મલ્ટીસિસ્ટમ ઈન્ફ્લેમ્ટ્રી સિન્ડ્રોમ નામની બીમારી આવી. તે કોરોના સંક્રમણના થોડા સમય બાદ આવે છે. તે તેની સામે લડી શક્યો. તેની સ્થિતિ હાલમાં સારી છે. બાળકનો રેસ્પિરેટરી રેટ 30-40 હોવો જોઈએ તે 70-80 થયો છે. સેચ્યુરેશન લગભગ 80 ટકા રહ્યું છે. બાળકને હોસ્પિટલ લાવતા જ વેન્ટિલેટર પર રખાયું અને સ્ટીરોઈડનો ડોઝ અપાયો. બાળકની સ્થિતિ તરત જ સુધરવા લાગી હતી.

બાળકોમાં જોવા મળે છે આ ખાસ ફરિયાદ

image source

જાણીતા ડોક્ટરનું કહેવું છે કે આ પ્રકારના બાળકોની સંખ્યા વધી છે. 60-70 ટકા બાળકો તાવ સાથે આવે છે. આ સિવાય ડાયરિયા, ઇચિંગ, સ્કીન પર પેચ, આ ફરિયાદ જોવા મળે છે. 60-70 ટકા બાળકોના કોવિડ એન્ટીબોડી પોઝિટિવ આવી રહ્યા છે. તેમાં અલગ અલગ સ્ટેજ હોય છે. એકમાં માઈલ્ડ ફીવર, બીજા સ્ટેજમાં હાઈ ફિવર, હાઈ ઇન્ફ્લેમેટ્રા સાઈન અને ત્રીજી કેટગરીમાં બાળકો ખરાબ કંડિશન હાઈ શોક સાથે આવે છે. એવામાં બીપી ઘટે છે અને તપાસ અને સારવાર મળી ન રહેવાથી ખતરો વધે છે. હાઈ સ્ટીરોઈડ આપવાની સાથે
વેન્ટિલેટર સપોર્ટ આપવો પડે છે.

નવજાત બાળકો માટે બની રહ્યા છે ICU

image source

મહારાષ્ટ્રની એક હોસ્પિટલમાં નવજાત બાળકો માટે આઈસીયૂ તૈયાર કરાયા છે. એક્સપર્ટનું માનવું છે કે નાના બાળકો પોતાની તકલીફ કહી શકતા નથી આ માટે કોરોના રિપોર્ટ અને તપાસ પર નહીં પણ બાળકમાં દેખાતા સામાન્ય લક્ષણને લઈને સાવધાન રહેવાની જરૂર છે. તેઓએ જણાવ્યું કે, એક વર્ષ પહેલા બાળકોમાં કેસ આટલા વધુ નહોતા કારણ કે આ વાયરસના સંપર્કમાં નહોતા આવતા. લૉકડાઉન દરમિયાન તેઓ ઘરમાં કેદ હતા. હવે તેઓ પાર્ક જઈ રહ્યા છે કે સોસાયટી કે અપાર્ટમેન્ટ કોમ્પલેક્સમાં એક સ્થળે ભેગા થઈ રમી રહ્યા છે. તેઓએ વધુમાં કહ્યું કે બાળકો પણ કોરોના ફેલાવાનું કારણ બની શકે છે. જાણકારોનું કહેવું છે કે બાળકોને યોગ્ય રીતે માસ્ક પહેરાવવા અને ફિઝિકલ ડિસ્ટન્સિંગનું પાલન કરાવવું મુશ્કેલ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version