ગજબ કહેવાય હો પણ, કોરોના કાળમાં રજા ન મળતાં ડોક્ટરે ચાલી આવી ચાલ, તપાસ કરી તો બધાના હોશ ઉડી ગયાં

નવા સ્ટ્રેન સાથે કોરોનાએ દુનિયાભરમાં ફરી એકવાર આતંક મચાવ્યો છે. હોસ્પિટલો કોરોના દર્દીઓથી ઉભરાઇ ગઈ છે તો બીજી તરફ સ્મશાન ઘાટ પર મૃતકોનાં અંતિમ સંસ્કાર માટે લાંબી લાઈનો લાગેલી છે. ભારે દબાણ અને કોવિડ 19ની શરૂઆતથી મેડિકલ સ્ટાફ દીવસ રાત કામ કરી રહ્યો છે. આ વચ્ચે આરોગ્ય વિભાગના કેટલાક કર્મચારીઓએ કોરોના એન્ટિજેન ટેસ્ટમાં ગડબડ કરી છે તેવા સમાચાર મળી રહ્યાં છે જેની પાછળનું કારણ તેમને લાંબા સમયથી રજા નથી મળી તે કહેવામાં આવી રહ્યું છે.

image source

જ્યારે આ કિસ્સો સામે આવ્યો ત્યારે મુખ્ય તબીબી અધિકારી ડો.મિલિંદચંદ્ર ગર્ગે આરોગ્ય વિભાગમાં કાર્યરત તમામ અધિકારીઓ અને કર્મચારીઓની એન્ટિજન ઝડપી તપાસ સંદર્ભે એક શરત લગાવી દીધી છે. આરોગ્ય વિભાગમાં કાર્યરત ડઝનથી વધુ કર્મચારીઓની કોરોના રેપિડ ટેસ્ટ માટેની કામગીરી સોંપી દીધી હતી. આ વાત સામે આવતાં તંત્રમાં અફરાતફીનો માહોલ સર્જાયો હતો. જાણવા મળ્યું હતું કે આ કર્મચારીઓ દ્વારા એન્ટિજેન રિપોર્ટ પોઝિટિવ બતાવવા માટે એક ચાલ ચાલવામાં આવી છે.

image source

રેપિડ ટેસ્ટમાં સંબંધિત કર્મચારીના નમૂનામાં દર્દીના કોરોના પોઝિટિવ મળતા લાળના નમૂનામાં ઉમેરવામાં આવ્યાં હતાં. જેના કારણે તેનો રિપોર્ટ કોરોનામાં પોઝિટિવ આવ્યો હતો. આ રિપોર્ટ દ્વારા જ કર્મચારીને રજા આપવામાં આવી હોવાનું સામે આવ્યું છે. અચાનક એક પછી એક એમ કેટલાક કર્મચારીઓનાં રેપિડ ટેસ્ટ રિપોર્ટ પોઝિટિવ આવવા લાગ્યાં હતાં.

image source

આ પછી શંકા થઈ કે આવી રીતે અચાનક બધાને કેવી રીતે સંક્રમણ લાગી શકે છે અને તેમનાં રિપોર્ટ અંગેની હકીકત તપસવા માટેનાં આદેશ અપાયાં. આ તપાસમાં જે વાત સામે આવી તેનાં સાંભળીને તમારા હોશ ઉડી જશે. ખરેખર આ કોઈ સંક્રમણ નહીં પણ એક પ્લાન મુજબ રમયેલી રમત હતી.

image source

જે પછી સીએમઓએ એન્ટિજેન પરીક્ષણ અંગે વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ માટે કડક પગલાં નક્કી કરવામાં આવ્યાં. મળતી માહિતી મુજબ હવે સક્રુઝ મેડિકલ બોર્ડને સેમ્પલ આપવું ફરજીયાત છે. મુખ્ય તબીબી અધિકારી ડો.મિલિંદચંદ્ર ગર્ગે સાથે થયેલી વાતમાં તેમણે આ સંદર્ભે એક આદેશ જારી કરતાં જણાવ્યું હતું કે જિલ્લામાં વધી રહેલા કોરોના ચેપને ધ્યાનમાં રાખીને આરોગ્ય સેવાઓનું સુવ્યવસ્થિત કામગીરી સુનિશ્ચિત કરવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો છે. જે મુજબ વિભાગના દરેક અધિકારી અને કર્મચારીએ એન્ટિજેન પરીક્ષણ માટે તેમના નમૂના ત્રણ સભ્યોના મેડિકલ બોર્ડને આપવા ફરજીયાત રહેશે અને તો જ તેનો રિપોર્ટ માન્ય રહેશે. જેમાં મેડિકલ બોર્ડમાં એસીએમઓ ડો.દિનેશકુમાર પ્રેમી, ડેપ્યુટી સીએમઓ ડો. સંજીવ બેલવાલ અને અર્બન પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર, કાટઘરના લેબ ટેક્નિશિયન લલીત કુમાર સામેલ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!