Site icon News Gujarat

ના હોય…ચીનમાં સ્ત્રીઓ એમના પતિને ખવડાવી રહી છે કંઇક આવી દવા, પૂરી વાત જાણીને તમે પણ ચોંકી ઉઠશો

ચીનમાં પતિના વિશ્વાસઘાતથી બચવા માટે સ્ત્રીઓએ નવી રીત શોધી લીધી છે. એવી રીતે જેને સાંભળીને દરેક વ્યક્તિ ચોંકી ઉઠશે. પાર્ટનર એમને દગો ન આપે અને બીજી સ્ત્રી તરફ ન જોવે એ માટે અમુક સ્ત્રીઓ પોતાના પતિઓને દવા આપી રહી છે. આ કોઈ સામાન્ય દવા નથી પણ પુરુષોને નપુંસક બનાવનારી દવા છે. એક રિપોર્ટ અનુસાર ચીનમાં પત્નીઓ એમના પતિઓને ગુપચુપ રીતે આવી દવાઓ આપી રહી છે જેનાથી એ નપુંસકતાનો શિકાર થઈ જાય અને બીજી સ્ત્રીઓ તરફ ધ્યાન ન આપે.

image source

એક લેખ દ્વારા જાણ થઈ છે કે અમુક ચીની પત્નીઓ એમના પતિને ગુપચુપ રીતે ડાયથાઇલસ્ટીલબેસ્ટ્રોલ ખવડાવી રહી છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દવા એક રીતનો સિન્થેટિક એસ્ટ્રોજન છે જે પુરૂષોનું ઇરેક્શન રોકે છે. ચીનમાં હાલમાં એવા કિસ્સાઓ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે.

image source

એક લેખ અનુસાર અમુક સ્ત્રીઓએ ઓનલાઇન દવાઓ ઓર્ડર કરી અને ગુપ્ત રીતે ભોજન અને પીણામાં ભેળવીને પોતાના પતિઓને આપી દે છે. જણાવવામાં આવી રહ્યું છે કે આ દવા ખાધા પછી અમુક બેવફા પતિઓએ પોતાની પત્નીઓને દગો આપવાનું બંધ કરી દીધો.

image source

લેખમાં અમુક સ્ત્રીઓના ફીડબેક પણ લેવામાં આવ્યા છે. એમાં એક સ્ત્રીએ દવાને અકસીર કહી છે.વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન તરફથી આ દવાની કારસીનોજન રૂપમાં ઓળખ કરવામાં આવી છે.

image source

એક સ્ત્રીએ જણાવ્યું કે આ દવાને જેવી મેં મારા પતિને ખવડાવવાનું શરૂ કર્યું, દવાએ બે અઠવાડિયામાં જ અસર કરવાનું શરૂ કરી દીધું. સ્ત્રીનો દાવો છે કે હવે એના પતિ ઘરે જ રહે છે અને એની સાથે સારી રીતે વર્તન કરે છે.

જો કે આ લેખ સોશિયલ મીડિયા પર વાયરલ થયા બાદ ઓનલાઇન પ્લેટફોર્મ પરથી આ દવા ગાયબ થઈ ગઈ છે. રિપોર્ટ અનુસાર લોકપ્રિય ઓનલાઇન પ્લેટફોર્મ પર દવાની ઘણી શોધ કરવામાં આવી પણ એ ન મળી.

જિયાકસીઆંગ મોર્નિંગ હેરાલ્ડ અનુસાર અમુક જગ્યાએ હજી ગુપ્ત રીતે દવા વેચવામાં આવી રહી છે જે ગંધહીન અને તરત પાણીમાં ઓગળી જાય એવી છે. જણાવવામાં આવી રહયુચે કે એક દુકાને એક મહિનાની અંદર 100થી વધુ ગ્રાહકોને આ દવા વેચી હતી.

image source

દુકાન પર કામ કરનારનો દાવો છે કે આ દવા સામાન્ય રીતે 15 દિવસમાં પોતાની અસર બતાવવાનું શરૂ કરી દે છે. રાહતની વાત એ છે કે જેવી આ દવા લેવાનું બંધ કરી દેવામાં આવે છે પુરુષોની ઇરેક્શન ક્ષમતા સામાન્ય રીતે 21 દિવસમાં પાછી આવી જાય છે.

image source

તો ચીનના કાયદાકીય વિશેષજ્ઞનું કહેવું છે કે એવી પત્નીઓએ યાદ રાખવું જોઈએ કે જો એમના પતિને કોઈ શારીરિક હાનિ થાય છે તો એમને અપરાધિક કાયદાનો પણ સામનો કરવો પડી શકે છે. જ્યારે આ પ્રકારની ઓનલાઇન દવા વેચનારને પણ કાર્યવાહીનો સામનો કરવો પડશે.

Exit mobile version