Site icon News Gujarat

બાળકો માટે ખતરનાક સાબિત થઇ શકે છે કોરોનાની ત્રીજી લહેર, જાણો કેવી રીતે રાખશો ખાસ કાળજી

એક્સપર્ટસનું એવું કહેવું છે કે, કોરોના વાયરસ ત્રીજી લહેર દરમિયાન બાળકોને પોતાનો શિકાર બનાવશે. આવી પરિસ્થિતિમાં આપ આપના બાળકોની દેખરેખ કેવી રીતે કરશો તેને લઈને ખુબ જ સાવધાની રાખવાનું કહેવામાં આવ્યું છે.

બાળકો પર કેમ ખતરો આવી શકે?

image source

એક્સપર્ટસનું એવું માનવું છે કે, જો કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર આવી જશે તો ત્રીજી લહેર દરમિયાન બાળકો કોરોના વાયરસના શિકાર બની જશે કેમ કે, કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર આવશે ત્યાં સુધીમાં મોટાભાગના ૧૮ વર્ષ કરતા વધાર ઉમર ધરાવતા નાગરિકોને કોરોના વાયરસની વેક્સિન આપી દેવામાં આવી હશે. તેમ છતાં બાળકો માટે અત્યાર સુધી કોઈ પણ પ્રકારની વેક્સિન બનાવવામાં આવી નથી એટલા માટે કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર આવશે ત્યારે સૌથી વધારે બાળકોને પ્રભાવિત કરશે.

image source

બાળકોને કેમ નથી આપવામાં આવી રહી કોરોના વાયરસની વેક્સિન?

image source

કોઈપણ વેક્સિન લેતા પહેલા તે વેક્સિનનું ટ્રાયલ જરૂરથી કરવામાં આવે છે. અત્યાર સુધી બાળકો માટે જે પણ વેક્સિન બનાવવામાં આવી છે તેના ટ્રાયલ અત્યારે ૧૬ વર્ષ કરતા વધારે ઉમર ધરાવતા કિશોરો પર જ કરવામાં આવ્યું છે. જેના લીધે WHO દ્વારા એવી સલાહ આપવામાં આવી છે કે, બાળકોને આ વેક્સિન આપવામાં આવી નહી. તેમ છતાં બાળકોમાં કોરોના વાયરસના વધતા જતા સંક્રમણને ધ્યાનમાં રાખતા બાળકો માટે કોરોના વાયરસની વેક્સિનના ટ્રાયલ વધારી દેવામાં આવ્યા છે. કોરોના વાયરસ સંક્રમણની ત્રીજી લહેર દરમિયાન આપના બાળકોને કેવી રીતે બચાવશો?

image source

કોઈપણ વાયરસથી પોતાને બચાવવા માટે આપણા શરીરની ઈમ્યુન સિસ્ટમ મજબુત હોવી ખુબ જ જરૂરી છે. જો આપના શરીરની રોગ પ્રતિકારક શક્તિ વધારે હશે તો આપ ઓછા બીમાર પડશો. આવી પરિસ્થિતિમાં બાળકોને કોરોના વાયરસ સંક્રમણથી બચાવવા માટે બાળકોને સ્વાસ્થ્યવર્ધક ભોજન કરાવવું જોઈએ. આપે બાળકોને ફ્રુટ અને ફ્રુટ જ્યુસ ભરપુર પ્રમાણમાં સેવન કરાવવું જોઈએ. આપે બાળકોને તાપમાં બેસવા માટે કહેવું જોઈએ અને ખાવાપીવાની સારી આદતો પાડવી જોઈએ. જો બાળકના ખાનપાનની આદતો સારી હશે તો કોઈપણ વાયરસ આપને વધારે નુકસાન પહોચાડી શકશે નહી. એટલા માટે આપે શક્ય હોય ત્યાં સુધી બાળકોની ઈમ્યુનીટી વધારવાના પ્રયત્નો કરવા જોઈએ.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version