એમ્બ્યુલન્સ સમય પર ના આવતા માતાનું કરુણ મોત, ડઘાઇ ગયેલા પુત્રના આ શબ્દો સાંભળીને તમે પણ રડી પડશો

કોરોના કાળમાં માણસની હૃદયદ્રાવક સ્થિતિ અનેકવાર જોવા મળી હતી. કોરોનાની પહેલી લહેર કરતાં વધુ ઘાતક કોરોનાની બીજી લહેર સાબિત થઈ હતી. કોરોનાની બીજી લહેરે હચમચાવી દે તેવા દ્રશ્યો બતાવ્યા છે. જો કે હાલ ગુજરાત સહિત દરેક રાજ્યમાં કોરોના શાંત થયો હોય તેમ જણાય છે. પરંતુ એક સમય હતો જ્યારે હોસ્પિટલોની બહાર દર્દીઓ એમ્બ્યુલન્સની લાઈનો લાગી હતી. દર્દીને સારવાર માટે દાખલ કરી શકાય તેવી સ્થિતિ ન હતી. હોસ્પિટલો હાઉસફૂલ હતી.

image source

એમ્બ્યુલન્સ દર્દીને દાખલ કરી પરત ફરી ન શકે તેવી સ્થિતિ હતી. તેવામાં અનેક દર્દી એવા હતા જેમને ખાનગી વાહનોમાં દવાખાના સુધી લઈ જવા પડતા હતા. જો કે હવે સ્થિતિ સુધરી ચુકી છે. તેથી દર્દીને લારીમાં, રીક્ષામાં લઈ જવા પડે તેમ નથી. તેમ છતાં ભરુચમાં આવી ઘટના ફરીવાર બની છે. જેમાં એક પુત્રને તેની માતાને લારીમાં લઈ જવી પડી.

જાણવા મળ્યાનુસાર ભરુચના અંકલેશ્વરની રામનગર નામની સોસાયટીમાં રહેતા એક મહિલાને કોરોના થયો હતો. ઘરે તેમની તબિયત લથડતા તેને હોસ્પિટલ લઈ જવા પડે તેમ હતા. તેથી તેના પુત્રએ 108ને કોલ કર્યો. જો કે 108 કલાકો સુધી આવી નહીં અને અન્ય કોઈ વાહનની વ્યવસ્થા થઈ નહીં તો ના છૂટકે પુત્રને તેની માતાને લારીમાં સુવડાવી હોસ્પિટલ લઈ જવી પડી.

image source

જો કે લારીમાં પુત્ર તેની માતાને હોસ્પિટલ સુધી લઈ તો આવ્યો. પરંતુ આ કાળઝાળ ગરમીમાં દર્દી સિવિલ હોસ્પિટલના દરવાજા સુધી પહોંચ્યા ત્યાં જ તેણે અંતિમ શ્વાસ લીધા હતા. જો એમ્બ્યુલન્સ સમયસર મળી હોત તો કદાચ તે વ્યક્તિની માતાનો જીવ બચી ગયો હોત.

image source

માતાને લારીમાં સિવિલ સુધી લાવ્યાના સીસીટીવી પણ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યા છે. આ ઘટના પ્રકાશમાં આવતા ભારે હોબાળો મચ્યો છે. આ પરીવારનો માળો વિખાયો ન હોત જો 108 સમયસર આવી ગઈ હોત. 108 ત્યારે આવી જ્યારે તેની માતાનું અવસાન થઈ ચુક્યું હતું. જો કે માતાના અવસાનથી અને તંત્રની ઘોર બેદરકારીથી ડઘાઈ ગયેલા પુત્રએ 108 આવ્યા બાદ તેને કહી દીધું કે જરૂર હતી ત્યારે આવ્યા નહીં તો હવે મૃતદેહ લઈ જવા પણ જરૂર નથી. તે પોતાની માતાનો મૃતદેહ પણ લારીમાં જ પરત લઈ ગયો હતો.

image source

ઉલ્લેખનીય છે કે હાલ કોરોનાના કેસમાં ઘટાડો થઈ ચુક્યો છે. પરંતુ તેમ છતાં 108 ન આવ્યાનું બનતા સ્થાનિકોમાં આ ઘટનાને લઈ ભારે રોષ છે. લોકો તંત્રની બેદરકારીને લઈને પણ રોષે ભરાયા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!