કોરોના બાદ પ્રકાશમાં આવેલો મ્યુકરમાઇકોસિસ રોગનો આતંક, દરરોજ ગુજરાતમાં નોંધાઇ રહ્યા છે આટલા બધા કેસ, આંકડો જાણીને ફાટી જશે આંખો

મ્યૂકરમાઇકોસિસ ઉધઈની માફક નાકની અંદરના હાડકાંને કોતરી ખાય છે અને આ એક ભયાનક બિમારી છે. મ્યૂકરમાઇકોસિસ એક ફંગસ છે, જે પ્રથમ તબક્કે નાકમાં, બીજા તબક્કે તાળવામાં, ત્રીજા તબક્કે આંખ અને ચોથા તબક્કે મગજ સુધી પહોંચે છે. અને આ રોગ જ્યારે ત્રીજા અને ચોથા તબક્કે ફંગસ પહોંચે ત્યારે દર્દીઓ હોસ્પિટલ પહોંચે છે. હાલ આ ભયાનક રોગના એક પછી એક કેસ સમગ્ર ગુજરાતના મોટા શહેરોમાં નોંધાઇ રહ્યા છે. અને એટલે જ જો કોરોનાથી સાજા થયેલા લોકોને આંખ અને નાકમાં દુખાવો થાય તો તાત્કાલિક સારવાર કરાવવી હિતાવહ છે. આ રોગમાં સારવાર માટે વહેલા પહોંચે તો તેવા દર્દીઓમાં મોતનું પ્રમાણ નહિવત્ છે. હજી કોરોનાના ત્રાસમાંથી મુક્ત નથી થયા ત્યાં આ નવા રોગ મ્યુકરમાઈકોસિસે દેખા દેતા દર્દીઓમાં સ્વભાવિકપણે ભયનો માહોહલ ફેલાઇ ગયો છે. આ રોગની સારવાર માટેના ઈન્જેક્શન પણ ખૂબ જ મોંઘા છે તેમજ સરળતાથી મળતા પણ નથી.

image source

તમને જણાવી દઈએ કે અમદાવાદની સિવિલ હોસ્પિટલ ખાતે મ્યૂકર માઇકોસિસ માટે બે અલગ અલગ વોર્ડ તૈયાર કરાયા છે, જેમાં કુલ 110 બેડની સવલત ઊભી કરાઈ છે. અને આશ્ચર્યની વાત એ છે કે 110 માંથી 105 બેડ ભરાઈ ગયા છે, આમ કોવિડ બાદ હવે મ્યૂકર માઇકોસિસના દર્દીઓ માટે સિવિલના બેડ હાઉસફુલ થઈ ગયા છે.

image source

સિવિલ હોસ્પિટલના તંત્રના કહેવા અનુસાર રોજના 12થી 15 નવા દર્દી મ્યૂકરમાઇકોસીસના આવી રહ્યા છે. સિવિલ તંત્રનું કહેવું છે કે, સિવિલ હોસ્પિટલ ખાતે અત્યારે 90 અને 20 બેડ ડેન્ટલ હોસ્પિટલ ખાતે શરૂ કરાયા છે. અમદાવાદમાં મ્યૂકર માઇકોસિસ ફંગસને કારણે 25થી 30 ટકા જેટલા લોકોના મોત થઈ રહ્યા છે.

સૌરાષ્ટ્રમાં કોરોનાનો પ્રકોપ હતો એમ નો એમ જ છે. સૌરાષ્ટ્રમાં કોરોનાના 2715 કેસ નોંધાયા છે, જ્યારે 192 દર્દીઓના મોત થયા છે. ત્યારે સૌરાષ્ટ્રમાં પણ મ્યુકરમાઈકોસિસનો કહેર જોવા મળી રહ્યો છે. સિવિલમાં મ્યુકરમાઈકોસિસના વધુ 25 કેસ નોંધાયા છે. હાલ રાજકોટમાં મ્યુકરમાઈકોસિસના 150 દર્દીઓ દાખલ છે.

image source

વાત સુરતની કરીએ તો કોરોના કાતિલ કહેર વચ્ચે સુરતમાં ફરી મ્યુકરમાઈકોસિસ બિમારીએ આંતક ફેલાવ્યો છે. સુરતમાં હાલ કોરોનાની સાથે સાથે મ્યુકરમાઈકોસિસના પણ કેસ વધી રહ્યા છે. સુરત સિવિલ હોસ્પિટલના સ્પેશિયલ વોર્ડમાં 19 મ્યુકરમાઈકોસિસના દર્દીઓ દાખલ કરાયા છે. મ્યુકરમાઇકોસીસના 9 પોઝિટિવ કેસ, જ્યારે 10 શંકાસ્પદ કેસ સારવાર હેઠળ છે. જેના કારણે તંત્ર દ્વારા 2000 ઈન્જેક્શનની માંગ કરાઈ છે.

વલસાડ પણ મ્યૂકર માઇકોસિસથી બચી નથી શક્યું. બીજા વેવમાં જિલ્લામાં મ્યુકરમાઇકોસિસના 35થી વધુ દર્દીઓ મળી આવ્યા છે. વલસાડના ઇ.એન.ટી. સર્જને કોરોનાના બીજા વેવમાં અત્યાર સુધીમાં આ રોગનો ભોગ બનેલા 15 દર્દીના ઓપરેશન કર્યા છે. જે પૈકી પાંચને રજા આપી દેવાઇ છે, જયારે એકનું મોત થયું છે. વલસાડની ડોકટર હાઉસમાં હાલમાં મ્યૂકર માઇકોસિસની વધુ 10 દર્દીઓ, કસ્તુરબા હોસ્પિટલમાં 05 દર્દીઓ તથા પારડીની પારડી હોસ્પિટલમાં 03 દર્દીઓ દાખલ છે.

image source

રાજકોટ સિવિલ હોસ્પિટલમાં મ્યુકરમાઇકોસિસના કેસોમાં તોતિંગ વધારો થઈ રહ્યો છે. રાજકોટમાં એક જ દિવસમાં 25 કેસનો વધારો થયો છે. રાજકોરમાં હાલ કુલ 150 જેટલા દર્દીઓ સારવાર હેઠળ છે. રાજકોટ સિવિલમાં મ્યુકરમાઇકોસીસ માટે હાલ 100 બેડ ઉપલબ્ધ કરાવવામાં આવ્યા છે. ખાનગી હોસ્પિટલમાં પણ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

તમને જણાવી દઈએ કે આ નવો રોગ મ્યુકરમાઈકોસિસ આંખ, મગજની સાથો-સાથ ઉપલા દાંતના જડબાંને પણ અસર કરતા દાંત ખરી પડયા હોવાના કેસ પણ શહેરમાં હવે નોંધાવાની શરૂઆત થઈ ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!