Site icon News Gujarat

રાજ્યમાં કોરોનાના આ ઈમ્પોર્ટન્ટ ઈન્જેક્શનની અછતના સમાચાર! તમામ શહેરમાં દર્દીઓના સગામાં ચિંતા

છેલ્લા એક વર્ષથી ચાલી રહેલી કોરોના વાયરસ મહામારીમાં સંક્રમિત લોકો માટે રેમડેસીવિર ઇન્જેક્શન અસરકારક સાબિત થઈ રહ્યા છે. એવામાં કોરોના દર્દીઓ માટે ખૂબ જ ઉપયોગી એવા રેમડેસિવિર ઈન્જેક્શનને લઈને ગુજરાતમાં વાતાવરણ ગરમાયું છે.

image source

ગુજરાત રાજ્યમાં રેમડેસીવીર ઈન્જેક્શનની અછત સર્જાઇ હોવાની ખબરો સામે આવી રહી છે. ઘણા શહેરોમાં રેમડેસિવિર ઈન્જેક્શ નો સ્ટોક પૂર્ણ થઈ ગયો છે.

રાજકોટમાં કોરોમાં દર્દીઓની જરૂરિયાતની સામે રેમડેસિવિર ઈન્જેક્શન નથી મળી રહ્યાં તેવા ઘણા કિસ્સા સામે આવ્યા છે. આ તમામ ચરચો વચ્ચે રેમડેસિવિર ઇંજેક્શનની અછતને લઇને તંત્રએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘રાજ્યમાં રેમડેસિવિર ઇન્જેક્શનનો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે.’

image source

ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશીયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, ‘ડેપ્યુટી સીએમ અને આરોગ્ય અગ્રસચિવ ડૉ. જયંતિ રવિના માર્ગદર્શન હેઠળ દરરોજ સતત મોનીટરીંગ કરવામાં આવે છે. જેમાં રાજ્યના તમામ જિલ્લાઓના દવા બજાર અને પ્રાઇવેટ હોસ્પિટલોમાં કુલ ૨૮,૧૧૯ ઇન્જેક્શન ઉપલબ્ધ હોવાનો દાવો કરાયો છે.’

તમને જણાવી દઈએ કે રેમડેસીવિર ઈન્જેક્શનનો કંપની સપ્લાયનો ભાવ રૂપિયા 800ની આસપાસ છે તેમ છતાં આ ઇન્જેક્શન 5400 રૂપિયા સુધી વસૂલી બેફામ લૂંટ ચલાવી રહ્યાં છે.

image source

થોડાં સમય પહેલાં ગુજરાતની એક કંપની આ ઇન્જેક્શનના એક યુનિટના રૂપિયા 900ના ભાવે બજારમાં લઈને આવી હતી. આ કંપની ઓછાં ભાવે બજારમાં દવા લઈને આવી એટલે ઊંચા ભાવે ઇન્જેક્શન વેચતી કંપનીઓ ચિંતામાં મુકાઈ હતી.એટલે વચગાળાના રસ્તા રૂપીએ કંપનીએ તેની MRP ઘટાડ્યા વિના જ તેના હોલસેલર્સને રૂપિયા 800ના ભાવે ઇન્જેક્શન આપવાની શરૂઆત કર દીધી છે. પરંતુ આ ઇન્જેક્શન રિટેઇલ કેમિસ્ટ સુધી પહોંચતા જ નથી અને ઈન્જકેશન હોસ્પિટલને સીધો સપ્લાય આપીને દર્દીઓ પાસેથી બેફામ લૂંટ ચલાવવામાં આવી રહી છે.

image source

ગુજરાતના જૂનાગઢ શહેરમાં પણ આવા જ કિસ્સા સામે આવી રહ્યા છે. કોરોના સામે જીવતદાન સમા ઈન્જેકશનનો જથ્થો મેડિકલ સ્ટોરમાં મળતો નથી, ને બીજી બાજુ શહેરની ખાનગી હોસ્પિટલમાં આ જ ઇન્જેક્શનના ત્રણ ગણા વધુ ભાવ લઈ દર્દીઓ ઉપર બેફામ લૂંટ ચલાવાઈ રહી છે. તો આ ઉપરાંત શહેરની એક મેડિકલ એજન્સીમાંથી મોટા પ્રમાણમાં જથ્થો ખાનગી હોસ્પિટલોને અપાઈ ગયો હતો તો બીજી તરફ મેડિકલ સ્ટોરમાં રેમડેસીવીર ઈન્જેકશનનો જથ્થો દર્દીઓને ન મળતા દર્દીઓને નાછૂટકે ત્રણ ગણા વધુ ભાવે ઈન્જેકશન લેવા મજબુર થયા

તમને જણાવી દઈએ કે હાલમાં 4500 રૂપિયામાં મળતી રેમડેસિવિર ઇન્જેક્શન હવે 1750માં મળી રહ્યું છે પરંતુ કેટલાંક લોકો આની વધુ કિંમત લેતા હોવાનું પણ સામે આવી રહ્યું છે. જો કે વેપારીનું માનવું છે કે કોરોના દર્દીઓ માટે આશિર્વાદ સમાન રેમડેસિવીર અને ટોસિલિઝૂમેબના ભાવો સરકાર નક્કી કરે તો કાળા બજાર અટકાવી શકાય તેમ છે.

image source

અત્રે ઉલ્લેખનીય છે કે, ગયા ગુરુવારે ફૂડ એન્ડ ડ્રગ કમિશનર એચ.જી.કોશિયાએ જણાવ્યું હતું કે, ‘રાજ્યમાં રેમડેસિવીર ઇન્જેક્શનનો જથ્થો પૂરતા પ્રમાણમાં ઉપલબ્ધ છે. ગુજરાતમાં હાલની સ્થિતિએ કુલ 32, 965 ઇન્જેક્શન છે. જે અંતર્ગત તમામ હોસ્પિટલોમાં મળીને કુલ 13, 860 ઇન્જેક્શન ઉપલબ્ધ છે. આ ઉપરાંત કંપનીના ડેપોમાં હાલમાં ઉપલબ્ધ આશરે 19, 105 ઇન્જેક્શનનો જથ્થો છે જે જિલ્લાઓમાં વિતરણ થશે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version