આવો દેખાય છે ભારત, યુકે- કેનેડામાં ફેલાયેલો બીજી લહેરનો કોરોના વેરિયન્ટ, તસવીર જોઇને તમે પણ બોલી ઉઠશો OMG

ભારતમાં કોરોનાની બીજી લહેરમાં જે વાયરસનો વેરિયન્ટ તબાહી મચાવી રહ્યો છે તેની તસવીર સામે આવી છે. આ તસવીર સાથે નિષ્ણાંતોએ એ પણ જણાવ્યું છે કે આ નવો વાયરસ જૂના વેરિયન્ટ કરતાં અનેકગણો વધારે ઝડપથી પ્રસરી જાય છે.

image source

આ નવા વેરિયન્ટના કેસ ભારત સિવાય યુકે અને કેનેડામાં પણ મળ્યા છે. આ વેરિયન્ટને વૈજ્ઞાનિકોએ B.1.1.7 નામ આપ્યું છે. આ નવા વેરિયન્ટની તસવીર પણ જાહેર કરવામાં આવી છે. આ તસવીરથી જ સ્પષ્ટ થઈ જાય છે કે શા માટે આ વાયરસ આટલો ઘાતક બન્યો છે.

image source

તસવીરમાં જોઈ શકાય છે તેમ આ વાયરસ તેના કાંટાળી પ્રોટીન લેયરને શરીરની કોશિકાઓ સાથે ચોંટાડી દે છે. જે તેને વધુ ઘાતક બનાવે છે. આ નવા સ્ટ્રેનના કેસ માત્ર ભારતમાં જ છે તેવું નથી. આ સ્ટ્રેન હવે દુનિયાના અન્ય દેશોમાં પણ ફેલાયો છે.

image source

કોરોનાના આ નવા સ્ટ્રેનની તસવીર કેનેડાના રિસચર્સ દ્વારા જાહેર કરવામાં આવી છે. નિષ્ણાંતોએ B.1.1.7 વેરિયન્ટની પહેલી મોલિક્યુલર તસવીર જાહેર કરી છે. વર્ષ 2020માં ડિસેમ્બર માસમાં વિશ્વ સ્વાસ્થ્ય સંગઠને કોરોના વાયરસના આ B.1.1.7 વેરિયન્ટ વિશે ચેતવણી આપી હતી.

image source

સાથે જ એમ પણ જણાવ્યું હતું કે આ વાયરસની અંદર અગણિત મ્યૂટેશન થઈ ચુક્યું છે. આ મ્યૂટેશન પણ ખૂબ જ ખતરનાક છે. તેના કારણે આ વાયરસ પહેલાની સરખામણીએ વધુ ભયંકર થઈ ગયો છે અને તે વ્યક્તિના શરીરમાં પ્રવેશે પછી તેની તબિયત ઝડપથી ખરાબ કરે છે.

નિષ્ણાંતોનું કહેવું છે કે B.1.1.7 કોરોનાની તસવીર સામે આવી તેના પરથી ખબર પડી છે કે સંક્રમણ બીજી લહેરમાં આટલું કેમ ફેલાઈ રહ્યું છે. તસવીરમાં વાયરસના કણ પણ જોઈ શકાય છે.

શોધકર્તા ટીમના લીડર ડો શ્રીરામ સુબ્રમણ્યમે B.1.1.7 કોરોના વેરિયન્ટની અંદર એક ખાસ પ્રકારનું મ્યૂટેશન જોયું છે. આ કાંટાળા પ્રોટીન લેયર માણસની કોશિકાઓમાં સરળતાથી ઘુસી જાય છે અને ત્યાં ચોંટી જાય છે.

આ વાયરસ સાદા માઈક્રોસ્કોપથી પણ દેખાતો નથી આ સ્ટ્રેનને જોવા માટે સાયન્ટિસ્ટ ક્રાયો ઈલેક્ટ્રોન માઈક્રોસ્કોપનો ઉપયોગ કરવો પડે છે. આ માઈક્રોસ્કોપ અંદાજે 12 ફૂટનું હોય છે. માઈક્રોસ્કોપથી ઈલેક્ટ્રોન્સનું એક કિરણ છોડવામાં આવે છે જે નાનામાં નાના કણની પણ તસવીર લઈ લે છે.

જો કે આ સાથે જ ડો શ્રીરામે જણાવ્યું હતું કે આ સ્ટ્રેન શરીરમાં ઝડપથી પ્રવેશે છે પરંતુ વેકસીન લીધા પછી વિકસીત થતી એન્ટીબોડી આ તત્વોને નિષ્ક્રિય પણ કરી દે છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!