આ દેશમાં લોકોએ રાખી અનોખી શરત, જ્યાં સુધી વેક્સિન નહીં ત્યાં સુધી લગ્ન નહીં, જાણો તો ખરા લોકો ડેટિંગ પર જતા પહેલા કેવા પ્રશ્નો પૂછી રહ્યા છે…

કોરોના રોગચાળાએ લોકોના મનમાં એવો ડર પેદા કર્યો છે કે હવે લોકો સામાન્ય રીતે ‘હેલો’ ની જગ્યાએ પૂછી રહ્યા છે કે- રસી લગાવી કે નહીં? સામે આવેલા અહેવાલો સૂચવે છે કે અત્યારે અમેરિકામાં પણ એવું જ વાતાવરણ જોવા મળી રહ્યું છે. અહીંની સ્થિતિ એવી છે કે લોકો તેમના સંબંધીઓ અને મિત્રોને મળવાનું ટાળી રહ્યા છે.

image source

અહિંયા સુધી કે લગ્ન અને ડેટિંગ વગેરે માટે પણ રસીની શરત મુકવામાં આવી રહી છે. એટલે કે લોકો કહે છે કે જ્યાં સુધી કોરોનાની રસી લાગી જ્યા ત્યાં સુધી આવા પ્રોગ્રામો થઈ શકતા નથી. આ સિવાય જે લોકો આ સમયગાળા દરમિયાન લગ્ન કરી રહ્યા છે તેમા તે લોકોને જ આમંત્રણ અપાયું છે જેમણે રસી લઈ લીધી છે.

એક પ્રકારની સામાજિક મૂંઝવણ ઉભી કરી

image source

રસીકરણ અંગે દેશમાં રાખવામાં આવેલી આ શર્તે એક પ્રકારની સામાજિક મૂંઝવણ ઉભી કરી દીધી છે. એક તરફ આ અભિગમને સુરક્ષાની દ્રષ્ટીથી એક સારું પગલું માનવામાં આવે છે, તો બીજી તરફ, નિષ્ણાતો તેને પરસ્પર સંબંધો માટે યોગ્ય માનતા નથી. સામાજિક કાર્યક્રમો પર નજર રાખનારા નિષ્ણાતો કહે છે કે, જેઓ હજી સુધી રસી નથી લગાવી શક્યા તે લોકોમાં અધીરાઈની ભાવના પેદા થઈ રહી છે.

કેટલા લોકોને રસી આપવામાં આવી છે?

image source

જો આપણે સત્તાવાર ડેટા જોઈએ, તો 23 માર્ચ સુધીમાં, યુ.એસ.માં ફક્ત 14 ટકા લોકોને કોરોના વાયરસની રસી મળી શકી છે. મોટાભાગના લોકો સુરક્ષાની સાથે સામાજિક રૂપથી સંપર્કમાં બની રહેવાને કારણે પણ રસીકરણ અંગે ઉતાવળ બતાવી રહ્યા છે. એક સર્વેક્ષણ એ પણ બતાવ્યું છે કે 60 ટકાથી વધુ લોકો તેમના પરિચિતોને રસી અપાવવા માટે પ્રેરણા આપી રહ્યા છે.

તો શું દરેક લોકો રસી ઈચ્છે છે?

image source

રસીની શરતો પછી અહેવાલો બતાવે છે કે દેશના બધા લોકો રસીકરણની તરફેણમાં નથી. એક અહેવાલમાં બતાવવામાં આવ્યું છે કે યુ.એસ. માં લગભગ 30 ટકા લોકો એવા પણ છે જે રસીકરણની વિરુદ્ધમાં છે, આવા લોકોનાં કારણો પણ અલગ અલગ છે. જ્યારે ડેટિંગ એપ્લિકેશન્સ પર વાતચીત કરતી વખતે લોકો સૌ પહેલા રસીકરણ વિશે પૂછે છે, ત્યાં એક ભાગ એવો પણ છે જે હજી પણ રસીકરણ માટે પોતાને તૈયાર કરવામાં અસમર્થ છે.

image source

વિશ્વમાં કોરોનાથી સંક્રમિત લોકોની કુલ સંખ્યા વધીને 127,294,181 થઈ ગઈ છે. આ વાયરસને કારણે અત્યાર સુધી 2,789,711 લોકોનાં મોત નીપજ્યાં છે. વિશ્વભરમાં લગભગ 102,571,434 લોકો કોરોના વાયરસથી સાજા થયા છે. યુનાઇટેડ સ્ટેટ્સ, બ્રાઝિલ અને ભારતમાં કોરોના વાયરસના ચેપના સૌથી વધુ કેસ નોંધાયા છે. યુ.એસ.માં ચેપના કુલ કેસ 3.09 કરોડ સુધી પહોંચી ગયા છે. જ્યારે આજ સુધી 5,62,012 લોકોએ જીવ ગુમાવ્યો છે. હાલમાં વિશ્વમાં કોરોનાના સક્રિય કેસની સંખ્યા 21,933,036 પર પહોંચી ગઈ છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *