કોરોનાની બીજી લહેર ધાતક, જાણી લો ગુજરાત સહિત કયા રાજ્યોમાં છે મિની લોકડાઉન, નાઇટ કરફ્યુ અને અન્ય પ્રતિબંધો

ભારત દેશમાં હાલમાં જીવલેણ કોરોના વાયરસ સંક્રમણના કેસ (Corona Cases) ફેબ્રુઆરી મહિનાથી જ સતત વધતા જ જી રહ્યા છે. કોરોના સંક્રમણના વધતા જતા કેસને અટકાવવા માટે ભારત દેશમાં ગુજરાત (Gujarat), દિલ્લી, મહારાષ્ટ્ર સહિત અન્ય કેટલાક રાજ્યોમાં નાઈટ કર્ફ્યું, મિની લોકડાઉન સહિત અન્ય કેટલાક પ્રકારના પ્રતિબંધોને લાગુ કરી દેવામાં આવ્યા છે.

મહારાષ્ટ્ર રાજ્ય:

image source

મહારાષ્ટ્ર રાજ્યમાં વિકેન્ડ લોકડાઉન એટલે કે, શનિવાર અને રવિવારના દિવસે લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. આ સાથે જ મહારાષ્ટ્ર રાજ્યમાં રાતના ૮ વાગ્યાથી લઈને સવારના ૭ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું લાગુ કરી દેવામાં આવ્યો છે. ઉપરાંત મહારાષ્ટ્ર રાજ્યમાં સ્કુલ- કોલેજને બંધ રાખવામાં આવ્યા છે, રાજકીય કાર્યક્રમોને આયોજિત કરવા પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે. લગ્ન પ્રસંગ દરમિયાન ફક્ત ૫૦ વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે, તેમજ હોટલ અને રેસ્ટોરન્ટમાં ફક્ત પાર્સલ સિસ્ટમને જ પરવાનગી આપવામાં આવી છે.

ગુજરાત રાજ્ય:

image source

ગુજરાત રાજ્યમાં મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા ગઈકાલના રોજ રાજ્યના ૨૦ શહેરોમાં નાઈટ કર્ફ્યુની જાહેરાત કરી દેવામાં આવી હતી. સુરતથી પાછા ફર્યા બાદ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ સીધો જ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહની સાથે વિડીયો કોન્ફરન્સ દ્વારા વાતચીત કરી હતી. ત્યાર પછી હાઈપાવર કમિટીની મીટીંગ મળી હતી. આ હાઈપાવર મીટીંગમાં ગુજરાત રાજ્યના ૮ મહાનગરોની સાથે ૧૨ શહેરોમાં પણ રાતના ૮ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું લાગુ કરવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો. ગુજરાત રાજ્યમાં લગ્ન પ્રસંગ દરમિયાન ફક્ત ૧૦૦ વ્યક્તિઓને જ પરવાનગી આપવામાં આવી છે. ઉપરાંત મોટા મેળાવડાઓ પર પૂર્ણ રીતે પ્રતિબંધ લાગુ કરી દેવામાં આવ્યો છે. જો કે, દિવસના સમયે કર્ફ્યું વિષે કોઈ જાહેરાત કરવામાં આવી નથી. જયારે સરકાર કચેરીમાં તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી શનિવાર અને રવિવારના દિવસે રજા રાખવામાં આવશે. તેમજ શનિવાર અને રવિવારન દિવસે રાજકીય અને સામાજિક કર્યો પર પ્રતિબંધ રાખવામાં આવ્યો છે.

દિલ્લી રાજ્ય:

image source

દિલ્લી રાજ્યમાં રાતના ૧૦ વાગ્યાથી લઈને સવારના ૫ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું લાગુ કરવામાં આવ્યું છે. સરકારના આ આદેશ તા. ૩૦ એપ્રિલ, ૨૦૨૧ સુધી લાગુ રાખવામાં આવશે. તેમજ નિયમોને લોકોની મુવમેન્ટ પર લાગુ કરવામાં આવશે અને જીવન જરૂરિયાતની વસ્તુઓ પર અને સેવાઓ પર કોઈ પ્રતિબંધ લાગશે નહી.

ઉત્તર પ્રદેશ રાજ્ય:

image source

ઉત્તર પ્રદેશ રાજ્યમાં ધો. ૮ સુધીના તમામ વર્ગોને તા. ૧૧ એપ્રિલ, ૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવ્યા છે જયારે જાહેર કાર્યક્રમો દરમિયાન ૧૦૦ વ્યક્તિઓને હાજર રહેવાની પરવાનગી આપવામાં આવી છે.

રાજસ્થાન રાજ્ય:

રાજસ્થાન રાજ્યમાં આવેલ ૧૦ શહેરોમાં નાઈટ કર્ફ્યુંનો સમય રાતના ૯ વાગ્યાથી લઈને સવારના ૫ વાગ્યા સુધીનો રાખવામાં આવ્યો છે જયારે ધો. ૧૦ સુધીના વર્ગોને બંધ રાખવામાં આવ્યા છે અને જાહેર કાર્યક્રમો દરમિયાન ૫૦ થી ૧૦૦ વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે.

પંજાબ રાજ્ય:

પંજાબ રાજ્યના ૯ શહેરોમાં રાતના ૯ વાગ્યાથી લઈને સવારના ૫ વાગ્યા સુધીનો નાઈટ કર્ફ્યું જાહેર કવામાં આવ્યો છે. શાળા- કોલેજોને બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે જયારે રેસ્ટોરન્ટમાં ફક્ત પાર્સલ સુવિધાને મંજુરી આપવામાં આવી છે.

મધ્ય પ્રદેશ રાજ્ય:

image source

મધ્ય પ્રદેશ રાજ્યમાં રાતના ૯ વાગ્યાથી લઈને સવારના ૫ વાગ્યા સુધી નાઈટ કર્ફ્યું જબલપુર, ભોપાલ અને ઈન્દૌરમાં લાગુ કરવામાં આવ્યું છે, શાળા- કોલેજો બંધ રાખવામાં આવ્યા છે ઉપરાંત રેસ્ટોરન્ટ અને પબમાં તેની ક્ષમતાના ૫૦%ની સાથે ખોલવાની અને જાહેર કાર્યક્રમોમાં ૫૦% વ્યક્તિઓને પરવાનગી આપવામાં આવી છે.

છત્તીસગઢ રાજ્ય:

છત્તીસગઢ રાજ્યમાં આવેલ કુલ ૨૭ જીલ્લાઓ માંથી ૧૬ જિલ્લાઓમાં નાઈટ કર્ફ્યુંનો સમય રાતના ૯ વાગ્યાથી લઈને સવારના ૬ વાગ્યા સુધી લાગુ કરવામાં આવશે, જાહેર કાર્યક્રમો અને લગ્ન સમારંભોમાં ૫૦ વ્યક્તિઓની જ પરવાનગી આપવામાં આવી છ અને વેહીકલમાં પણ ૫૦% વ્યક્તિઓને બેસવાની પરવાનગી આપવામાં આવી છે.

ઝારખંડ રાજ્ય:

image source

ઝારખંડ રાજ્યમાં ધો. ૭ સુધીના વર્ગોને બંધ રાખવામાં આવ્યા છે જયારે જાહેર કાર્યક્રમો અને લગ્ન સમાંરભમાં ખુલ્લી જગ્યામાં ૧ હજાર અને બંધ જગ્યામાં ૫૦૦ વ્યક્તિઓને હાજર રહેવાની મંજુરી આપવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *