કોરોના પછી ઝડપથી ઇમ્યુનિટી વધારવા પીવો આ ચા, સ્વાસ્થ્યને થશે અઢળક ફાયદાઓ

કોરોના વાયરસના ચેપને રોકવા માટે મજબૂત રોગપ્રતિકારક શક્તિ એ સૌથી સરળ રસ્તો છે. કારણ કે, જે લોકો સારી રોગપ્રતિકારક શક્તિ ધરાવે છે તેમના માટે વાયરસને ટાળવાની સંભાવના વધારે હોય છે. રોગપ્રતિકારક શક્તિ એ શરીરને અંદર થી મોસમી રોગો, ચેપ અને એલર્જીક બેક્ટેરિયાનો સામનો કરવા માટે અને તેને મજબૂત અને સક્ષમ કરવાનો એક માત્ર રસ્તો છે.

image source

આયુર્વેદમાં સારી જીવનશૈલી, ઊંઘ અને કસરતના નિયમો તેમજ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે યોગ્ય આહાર લેવાની સલાહ પણ આપવામાં આવે છે. હાલમાં પણ લોકોએ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે આયુર્વેદિક દવાઓ પર સૌથી વધુ વિશ્વાસ વ્યક્ત કર્યો છે.

આયુર્વેદમાં કુદરતી ખોરાક, ફળ, ફૂલ, પાન અને જડી બુટ્ટીઓની મદદથી રોગોની સારવાર કરવામાં આવે છે. આયુર્વેદમાં રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે ઘણા ખોરાક અને મસાલાનો પણ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કોરોના વાયરસ શ્વસન માર્ગ દ્વારા ફેફસાં સુધી પહોંચે છે. તેનાથી ફેફસાંને ઘણું નુકસાન થાય છે. અહીં આપેલ એક પ્રિસ્ક્રિપ્શન વિશે વાંચો જે ફેફસાંને આ ખતરનાક વાયરસનો સામનો કરવાની તાકાત આપે છે.

image source

આયુર્વેદમાં શ્રેષ્ઠ ચિકિત્સા સ્થિતિ ધરાવતી તુલસી, મરી અને આદુ જેવી બાબતો પણ ફેફસાંને મજબૂત બનાવે છે. આજે આપણે આ દવાઓ માંથી તૈયાર કરવામાં આવતી એક હેલ્ધી ટી રેસિપી. (તંદુરસ્ત ફેફસાં માટે હર્બલ ટી રેસિપી) વિષે વાત કરીશું. જે આપણને કોરોનાના રોગમાં આપણી રોગપ્રતિકારક શક્તિ મજબુત બનાવે છે.

image source

ચાર થી પાંચ કાળી મરીના દાણા, બે ટીસ્પૂન છીણેલું અથવા સમારેલું આદુ, બે ટીસ્પૂન હળદરની ગાંસડીઓ (છીણેલી અથવા સમારેલી), છ થી સાત તુલસીના પાન અને બે કપ પાણી.

image source

એક બાઉલમાં ઉકાળવા માટે દોઢ થી બે કપ પાણી રાખો. ત્યાર બાદ તેમાં આદુ ની પેસ્ટ અને છીણેલી હળદર ઉમેરો.ત્યાર પછી તેમાં મરીના દાણા ઉમેરી તુલસીના પાન ઉમેરો. પછી પાણી ઉકળવા લાગે એટલે તાપ ધીમો કરી તે બધી વસ્તુને બાર થી પંદર મિનિટ સુધી રાંધવા દો. પંદર મિનિટ પછી આ મિશ્રણ ને તાપ પર થી નીચે ઉતારી તેને એક ગ્લાસમાં કાઢી ગાળી લો. આ ચા ને ગરમ જ પીવો. દિવસ દરમિયાન વારંવાર આ ચા પીવાથી વધુ ફાયદો થશે. તે આપણી રોગપ્રતિકારક શક્તિને પણ મજબુત બનાવે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *