કોરોનાને કારણે માતાના દૂધનો રંગ થઈ ગયો લીલો, ડોક્ટરોના પણ ઉડ્યાં હોશ

કોરોના વાયરસથી સંક્રમિત એક મહિલાએ દાવો કર્યો છે કે કોવિડ -19 ચેપ પછી તેનું દૂધ લીલું થઈ ગયું છે. મહિલાની સાથે તેના બાળકને પણ કોરોનાનો ચેપ લાગ્યો છે. કોરોનાને કારણે માતાના દૂધનો રંગ બદલવો ખૂબ આશ્ચર્યજનક છે. આ ઘટનાથી વૈજ્ઞાનિકો અને ડોકટરો પણ આશ્ચર્યચકિત છે. ચાલો જાણીએ આ મહિલા શું દાવો કરે છે.

અન્નાના દૂધનો રંગ હળવો લીલો થઈ ગયો

Mother Milk turned green after Corona
image source

એક વેબસાઇટમાં પ્રકાશિત થયેલા સમાચાર મુજબ 23 વર્ષીય અન્ના કોર્ટેઝ (Anna Cortez) તાજેતરમાં માતા બની છે. થોડા દિવસો બાદ જ અન્ના કોર્ટેઝને કોરોના વાયરસનો ચેપ લાગ્યો, સાથે તેના બાળક પણ ચેપ લાગ્યો હતો. આ દરમિયાન અન્નાના દૂધનો રંગ હળવો લીલો થઈ ગયો હતો.

image source

મેક્સિકોના મોંટેરેમાં રહેતી અન્નાએ જણાવ્યું કે, ડિલિવરીના થોડા દિવસો પછી તેમને કોરોના ચેપ લાગ્યો હતો. આ સમય દરમિયાન, જ્યારે તેણે તેના નવજાત બાળકને દૂધ પીવડાવવાનો પ્રયાસ કર્યો, ત્યારે તેણે જોયું કે તેના દૂધનો રંગ આછો લીલો થઈ ગયો છે. આ જોઈને તેણીને આશ્ચર્ય થયું.

અન્નાના દૂધને કારણે બાળકને પણ કોરોનાનો ચેપ લાગ્યો

image source

તેણે ત્યાર બાદ ડોક્ટરોને આ વાત કહી હતી. ડોક્ટરોએ તેની અને બાળકની કોરોનાની તપાસ કરાવી હતી. જાણવા મળ્યું હતું કે, અન્નાના દૂધને કારણે બાળકને પણ કોરોનાનો ચેપ લાગ્યો. પરંતુ જ્યારે અન્ના અને તેનું બાળક કોરોનાની સારવાર બાદ સાજા થઈ ગયા ત્યારે તેણીના દૂધનો રંગ સામાન્ય થઈ ગયો.

કોરોના નેગેટિવ રિપોર્ટ આવ્યાના બે દિવસ પછી અન્નાના દૂધનો રંગ સામાન્ય થઈ ગયો હતો. અન્ના ના ડોકટરે કહ્યું કે શક્ય કે, બની શકે કે, દૂધનો રંગ બદલાઈ જાય. પરંતુ ગભરાવાનું કોઈ કારણ નથી. કારણ કે હવે અન્ના સંપૂર્ણ સલામત છે અને તેનું દૂધ તેની બાળકી માટે પણ સલામત છે.

દૂધનો રંગ બદલવો શક્ય છે

image source

ડોક્ટરે કહ્યું કે જ્યારે એન્ટિબોડીઝ શરીરમાં ચેપ સામે લડે છે, ત્યારે આવા ફેરફારો થાય છે. દૂધનો રંગ બદલવો શક્ય છે. પરંતુ આ શરીરની પ્રતિરોધક ક્ષમતામાં થઈ રહેલા સકારાત્મક ફેરફારોનું પરિણામ છે. અત્યારે અન્ના અને તેની બાળકી સલામત છે. તો આ અંગે ડાયેટિશિયનો માને છે કે, સ્ત્રીના ખોરાકને લીધે તેના દૂધનો રંગ બદલાયો હશે. પરંતુ જ્યારે અન્ના કોર્ટેઝે કહ્યું કે તે ડોકટરોના જણાવ્યા મુજબ આહારનું પાલન કરે છે અને તેના આહારમાં કોઈ ફેરફાર નથી કરતી, ત્યારે ડાયેટિશિયનને આઘાત લાગ્યો. કારણ કે અન્નાએ કહ્યું હતું કે તે ઘણા લીલા શાકભાજી ખાતી હતી પરંતુ તેના દૂધનો રંગ સામાન્ય રહેતો હતો.

શરીરમાં એન્ટિબોડીઝ વિકસિત થવાને કારણે થાય છે

image source

જ્યારે અન્નાની માતાએ સ્તનપાન નિષ્ણાત સાથે વાત કરી ત્યારે તેણે કહ્યું કે આ એક સામાન્ય પ્રક્રિયા છે. જ્યારે માતા બીમાર હોય અથવા તેમનું બાળક બીમાર હોય અથવા બંને બીમાર હોય. એટલે કે, તેમને પેટમાં શરદી-તાવ અથવા વાયરસનો ચેપ હોય ત્યારે માતાના દૂધનો રંગ બદલવો એ સામાન્ય પ્રક્રિયા છે. તે શરીરમાં એન્ટિબોડીઝ વિકસિત થવાને કારણે થાય છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!