Site icon News Gujarat

વિધાનસભામાં કોરોના વિસ્ફોટઃ 6 MLA સહિત મુખ્યમંત્રી રૂપાણી સાથે કામ કરતાં આ લોકો સંક્રમિત

ગુજરાત રાજ્યમાં કોરોના વાયરસનું સંક્રમણ દિવસેને દિવસે વધતું જઈ રહ્યું છે. ત્યાજ કોરોના વાયરસ હવે ગુજરાત રાજ્યની વિધાનસભા સુધી પણ પહોચી ગયો છે. આજ રોજ મુખ્યમંત્રી કાર્યાલયમાં નાયબ સચિવનો કોરોના વાયરસ ટેસ્ટ પોઝેટીવ આવી જતા તેમને હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. ગઈકાલના રોજ એકસાથે ૬ ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. આ ધારાસભ્યોમાં વિજય પટેલ, ભીખા બારૈયા અને કોંગ્રેસ પક્ષના ધારાસભ્યો પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી સામેલ થયા છે. અત્યારના સમયમાં ચાલી રહેલ બજેટસત્રમાં સૌપ્રથમ ઈશ્વર પટેલ અને બાબુ જમના સંક્રમિત થયા હતા ત્યાર બાદ તેઓ સારવાર લઈને કોરોના નેગેટીવ આવી ગયા છે.

image source

ત્યાં જ શૈલેશ મહેતા અને મોહન ડોડીયા હાલમાં સારવાર લઈ રહ્યા છે. ફક્ત એક જ દિવસમાં ભાજપ પક્ષના ધારાસભ્યો વિજય પટેલ, ભીખા બારૈયા તથા કોંગ્રેસ પક્ષના પુંજા વંશ, ભરતજી ઠાકોર અને નૌશાદ સોલંકી કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા.

દસાડા વિસ્તારના ધારાસભ્યને ગાંધીનગર ક્વોરન્ટાઈન થયા છે.

image source

કોરોના વાયરસના બીજા તબક્કામાં ઘણા બધા લોકો તેના શિકાર થઈ ગયા છે. આવા સમયમાં હંમેશા જનતાની સાથે જ રહેતા દસાડા વિસ્તારના ધારાસભ્ય નૌશાદભાઈ સોલંકીનો કોરોના વાયરસ રીપોર્ટ પોઝેટીવ આવવાથી તેમને ગાંધીનગરમાં જ આવનાર ૧૪ દિવસ માટે હોમ ક્વોરન્ટાઈન થઈ ગયા છે. થાક અને અશક્તિ જેવું લાગતું હોવાના લીધે તેમણે પોતાનો કોરોના વાયરસનો ટેસ્ટ કરાવતા પોઝેટીવ આવ્યા હોવાનું ધારાસભ્ય દ્વારા જણાવવામાં આવ્યું હતું. આજે સવારના સમયે તેઓ ગૃહમાં પણ હાજર રહ્યા હતા.

મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજામપ [ણ કોરોના વાયરસ ટેસ્ટ કરાવવામાં આવશે.

image source

મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને સામાન્ય તાવ અને પગમાં કળતર જેવું લાગતા મંત્રી ધર્મેન્દ્રસિંહ ગૃહમાં હાજર રહ્યા હતા નહી. ત્યાં જ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાને પોતાનામાં સામાન્ય લક્ષણ જોવા મળતા અન્ય સારવારની સાથે સાથે કોવિડ ટેસ્ટ કરાવવાની પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જો કે, અત્યારે અમદાવાદ શહેરની યુએન મહેતા હોસ્પિટલની મેડીકલ ટીમ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના નિવાસસ્થાને પહોચી જશે અને મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાના તમામ આવશ્યક ટેસ્ટની સાથે કોવિડ ટેસ્ટ પણ કરવામાં આવશે, આ માહિતી મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજાની ઓફીસ તરફથી જાણવા મળ્યું છે.

image source

ચાલુ સત્ર દરમિયાન કોરોના વાયરસથી સંક્રમિત થયેલ ધારાસભ્યો.

મંગળવારના રોજ કોરોના વાયરસથી સંક્રમિત આવેલ સભ્યો.

મુલાકાતીઓના પ્રવેશ કરવા પર પ્રતિબંધ.

એકસાથે આટલા બધા ધારાસભ્યો કોરોના વાયરસથી સંક્રમિત આવી ગયા બાદ તેમના સાથી મિત્રોને પણ કોરોના વાયરસ ટેસ્ટ કરાવવા માટે જણાવી દેવામાં આવ્યું છે. વિધાનસભાના અધ્યક્ષ રાજેન્દ્ર ત્રિવેદી દ્વારા પણ બધા જ ધારાસભ્યોને કોરોના વાયરસ ટેસ્ટ કરાવી લેવાનું સૂચન કરવામાં આવ્યું છે. આ સાથે જ ગૃહમાં કોરોના વાયરસના લીધે મુલાકાતીઓને પ્રવેશ કરવા પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. વિધાનસભા ગૃહમાં વધતા જતા કોરોના વાયરસના સંક્રમણના પગલે આરોગ્ય વિભાગ દ્વારા સઘન તપાસ કરવામાં આવી રહી છે.

મુખ્યમંત્રી વિજય રૂપાણી પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે.

image source

કોરોના વાયરસનો શિકાર અત્યાર સુધીમાં ઘણા બધા નેતાઓ અને મંત્રીઓ થઈ ગયા છે. રાજ્યમાં મહાનગરપાલિકાની ચૂંટણી પહેલા જ મુખ્યમંત્રી વિજય રૂપાણી કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા. જો કે, ત્યારે વિજય રૂપાણીની સારવાર અમદાવાદની યુએન મહેતા હોસ્પિટલમાં સારવાર લઈ લીધા પછી તેઓ સ્વસ્થ થઈ ગયા હતા. આ સાથે જ મુખ્યમંત્રી વિજય રૂપાણીના સંપર્કમાં આવેલ સંગઠનમંત્રી ભીખુ દલસાણીયા અને કચ્છ જીલ્લાના સાંસદ વિનોદ ચાવડા સહિત મુખ્યમંત્રી વિજય રૂપાણીના PA શૈલેશ માંડલિયા પણ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version