કાળમુખા કોરોનાએ અનેક પરિવારોના માળા વીંખ્યા: કોઇના ઘરમાં 2 જ સભ્ય બચ્યા તો ક્યાંક પિતા-પુત્ર અને પુત્રીનાં એક દિવસે થયા કરુણ મોત

કોરોનાની બીજી લહેરખીએ સમગ્ર દેશમાં હાહાકાર મચાવી દીધો છે. હાલ જે પરિસ્થિતિ છે એમાં કોરોનાના કેસ તો સતત વધી જ રહ્યા છે પણ સાથે સાથે મૃતકોની સંખ્યા પણ વધતી જાય છે.

image source

કાળમુખા કોરોનાએ રાજકોટ જિલ્લામાં અનેકના પરિવારનો માળો વીંખી નાખ્યો છે. કોઈએ માતા-પિતાની છત્રછાયા ગુમાવી તો કોઇના ઘરમાં ફક્ત બે સભ્ય બચ્યા છે. એવા કેટલાય કિસ્સા બન્યા જ્યાં બહેનોએ પોતાનો એકનો એક ભાઈ ગુમાવ્યો હોય તો વળી ક્યાંક કોરોના એકસાથે પરિવારના ત્રણ ત્રણ સભ્યોને ભરખી ગયો

ગોંડલમાં પુત્ર-પુત્રીએ એક જ દિવસે માતા-પિતાની છત્રછાયા ગુમાવી

image source

ગોંડલ શહેરના જીતેન્દ્રભાઈ જેરામ ભાઈ ઠુંમર જેમની ઉંમર 45 વર્ષ છે અને એમની પત્ની વસંતબેન છેલ્લા એક અઠવાડિયાથી કોરોનાની ઝપેટમાં હતા. તેઓ જેતપુર રોડ પર મેલડી માતાજીના મંદિર પાસે પાર્થ સ્કૂલ નજીક રહે છે અને સરદાર પાન નામે દુકાન ધરાવે છે.બંનેને કોરોના પોઝિટિવ આવ્યા બાદ એમને સરકારી-ખાનગી હોસ્પિટલોમાં સારવાર લીધી હતી, પરંતુ તબિયતમાં સુધારો ન જણાતાં એમને જામનગર સરકારી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયાં હતા. અહીંયા શનિવારે વસંતબેનનું અવસાન થયું હતું અને જિતેન્દ્રભાઇ રવિવારે અવસાન પામ્યા હતા. તેમના દીકરા અને દીકરીએ માતાપિતાની છત્રછાયા ગુમાવી દેવાથી આખો પરિવાર ઊંડા આઘાતમાં ગરકાવ થયો હતો.

કોરોનાગ્રસ્ત નાનકડી દીકરીને ખબર જ નથી કે પપ્પા અને દાદી હવે જીવિત નથી.

image source

કાળમુખો કોરોના કેટલાય લોકોના પરિવારમાં જાણે તોફાન રચ્યું છે. રાજકોટના રાયચુરા પરિવારમાં કોરોના કાળ બની ત્રાટક્યો અને માતા-પુત્રનો ભોગ લઇ લીધો છે. એટલું જ નહિ પરિવારની 9 વર્ષની દીકરી પણ કોરોનાની સારવાર હેઠળ હોસ્પિટલમાં એડમિટ છે અને આ દીકરીને ખબર નથી કે મારા પપ્પા અને દાદી આ દુનિયામાં નથી. ચાર સભ્યોના આ હસતા રમતા પરિવારના બે પીઢ સભ્યોને આ કોરોના ભરખી ગયો છે.આ કરુણ ઘટના રાજકોટના મનીષભાઇ રાયચુરા પરિવારમાં બની ગઇ છે, જેમાં મનીષભાઇ ખુદ અને તેમનાં માતા મીનાબેનનું કોરોનાને કારણે અવસાન થયાં છે. મનીષભાઇની દીકરી ક્રિના 9 વર્ષની છે અને તે પણ કોરોનાગ્રસ્ત થઈ હતી જે હાલ સારવાર લઈ રહી છે.

કોરોના પિતા, પુત્ર અને પુત્રીને ભરખી ગયો

image source

આ જીવલેણ કોરોનાએ કઈ કેટલાય લોકોને નિરાધાર કરી મુક્યા છે. રાજકોટ જિલ્લાના ગોંડલ શહેરના એસ.આર.પી. કોન્સ્ટેબલ જિતેન્દ્ર સૂર્યવંશી, તેનાં પિતા તથા બહેનનાં કોરોનાને કારણે એક જ દિવસે મોત થયાં છે. તમને જણાવી દઈએ કે પિતા-પુત્રી અને પુત્રનાં અલગ અલગ રાજ્યમાં મોત થયાં છે. જિતેન્દ્ર સૂર્યવંશીનું તામિલનાડુમાં, જ્યારે તેના પિતા અને બહેનનું મહારાષ્ટ્રમાં મોત થયાં છે.

6 બહેને એકનો એક ભાઈ ગુમાવ્યો

image source

રાજકોટમાં કોરોના એટલો જીવલેણ બન્યો છે કે રાજકોટમાં રોજેરોજ 50થી વધુ દર્દીનાં મૃત્યુ થઇ રહ્યાં છે, જે પણ એક ચિંતાજનક બાબત છે. રાજકોટમાં મંગળવારે મોડી રાતે 6 બહેનોના એકના એક ભાઈ અને 2 વર્ષની માસૂમ પુત્રીના પિતા કોરોનામાં મૃત્યુ થતાં પરિવારનો માળો વીંખાઈ ગયો છે. રાજકોટ જિલ્લાના બાલસર ગામના યુવાન સંજય લોખીલનું કોરોનાની ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું જેના કારણે સમગ્ર પરિવાર ભાંગી પડ્યો હતો. આ યુવકને 6 બહેનો છે અને એ એકનો એક ભાઈ છે. સંજયના થોડા વર્ષ પહેલાં જ લગ્ન થયા હતા અને એને 2 વર્ષની એક દીકરી છે.સંજય લોખીલનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવતાં મેટોડા ખાતે સંજીવની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. જો કે અચાનક તબિયત બગડતાં મંગળવારે મોડી રાત્રિના 2.30 વાગ્યે એનું મૃત્યુ થયું હતું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!