બાળકોમાં જોવા મળે કોરોનાના આ ખાસ લક્ષણો તો થઈ જાઓ સાવધાન, જાણો બચાવની રીત

દેશ અને દુનિયામાં કોરોના વાયરસની બીજી લહેર ખૂબ જ ઘાતક બની રહી છે. સંક્રમણની આ લહેરમાં બાળકો પણ શિકાર બની રહ્યા છે. કોરોના સામાન્ય લોકોની વચ્ચે પણ ઝડપથી ફેલાઈ રહ્યો છે. મોટાની સાથે બાળકો પણ ઝડપથી કોરોનાની ઝપેટમાં આવી રહ્યા છે. વયસ્ક લોકોમાં જ્યાં કોરોનાના કારણે વધારે ઝડપથી બીમારી ફેલાઈ રહી છે ત્યાં બાળકોમાં સંક્રમણ બાદ પણ તે મોટાની બીમારી પકડી શકાતી નથી. કેટલાક કિસ્સામાં કોરોના વાયરસના લક્ષણો પણ જોવા મળતા નથી.

image source

આ બીજી લહેરમાં જે રીતે બાળકો શિકાર બની રહ્યા છે તે ચિંતાજનક બની રહ્યં છે. કોરોનાના શિકાર બની રહેલા બાળકોમાં તાવ અને ગેસ્ટ્રોઈંટેરાઈટિસના લક્ષણો જોવા મળે છે. કેટલાક ખાસ રિપોર્ટ અનુસાર બાળકોમાં કોરોનાના લક્ષણો અને કઈ રીતે તેની દેખરેખ કરવી તે પણ જાણી લેવું જરૂરી છે. તો જાણો શું છે બાળકોમાં જોવા મળતા કોરોનાના ખાસ લક્ષણો.

image source

જ્યારે બાળક કે વયસ્ક વ્યક્તિને કોરોના થાય છે ત્યારે કેટલાક લક્ષણો સામાન્ય જોવા મળે છે જેમકે ઠંડી લાગવી, તાવ આવવો. અનેક બાળકો તો એક કે બે અઠવાડિયામાં સાજા પણ થઈ જાય છે. કોરોનાના સંભવિત લક્ષણો બીજી લહેરમાં જે જોવા મળી રહ્યા છે તેમાં નાક વહેવું, ઠંડી લાગવી,. તાવ આવવો, ખાંસી, ગળામાં બળતરા, શ્વાસની તકલીફ, થાક લાગવો, માથું દુઃખવું, માંસપેશીમાં કે શરીરમાં દર્દ થવું, ઉલ્ટી આવવી, ડાયરિયા થવા, ભૂખ ઘટી જવી, સ્વાદની કે સૂંઘવાની ક્ષમતા ખતમ થઈ જવી કે પછી પેટ દર્દની ફરિયાદ જોવા મળે છે.

image source

જો તમારા બાળકોમાં પણ તમને આ લક્ષણોમાંથી કોઈ લક્ષણ જોવા મળે છે તો તમે તેને ઇગ્નોર ન કરો અને નાના મોટા ઘરેલૂ ઉપાયો ન કરો. તમે તમારા બાળકને તરત જ ડોક્ટરની સલાહ માટે લઈ જાઓ. કેને કોઈ એક રૂમમાં રાખો અને ઘરના અન્ય સભ્યોને તેનાથી દૂર રહેવા કહો. તેની સારી રીતે દેખરેખ કરો.

image source

મેડિકલ સ્ટાફને પણ વારેઘડી અપડેટ માટે બોલાવતા રહોય જો શક્ય હોય તો બાળકોને એવા રૂમમાં રાખો જ્યાં એટેચ બાથરૂમ હોય અને અન્ય સભ્યોને માટે અલગ બાથરૂમ હોય. બાળકોનો સૌ પહેલા તો એન્ટીજન ટેસ્ટ કરાવી લો તે પોઝિટિવ આવે તો જ્લ્દી જ તેમની કોરોના ટ્રીટમેન્ટ શરૂ કરી દો જેથી તે ઝડપથી સાજા થઈ શકે.