અમદાવાદની ખાનગી કોરોના હોસ્પિટલોમાં હવે બચ્યા આટલાં ટકા જ બેડ, ICUમાં પણ બેડ ખાલી થઈ રહ્યા છે

ગુજરાતમાં કોરોનાની આ બીજી લહેર ધીમે ધીમે ઘાતક બની રહી છે. પહેલા જ્યારે કોરોનાનું સંક્રમણ હાઈ પર હજુ ત્યારે 1500ની આસપાસ કેસ સામે આવતા હતા પરંતુ હાલમાં આ આંકડો રોજના 2 હજારને પાર કરી ગયો હતો. જે દર્શાવે છે કે હાલમાં રાજ્યની પરિસ્થિતિ કેટલી ખરાબ છે. તો બીજી તરફ કેસોમાં આવેલા આ વધારાને કારણે અમદાવાદમાં ખાનગી હોસ્પિટલોમાં બેડ ભરાવા લાગ્યા છે. તમને જણાવી દઈએ કે, જાન્યુઆરી અને ફેબ્રુઆરીમાં એક સમયે ખાનગી હોસ્પિટલોમાં 96 ટકા સુધી બેડ ખાલી હતા. પંરતુ માર્ચ આવતા જ પરિસ્થિતિ એટલી ખરાબ થઈ ગઈ કે, હાલ 45 ટકા જેટલા બેડ ભરાઈ ગયા છે. નોંધનિય છે કે, વેન્ટિલેટર સાથેના ICU બેડ 42 ટકા જ્યારે વેન્ટિલેટર વગરના ICU બેડ 45 ટકા ભરાઈ ગયા છે. તો બીજી તરફ આઈસોલેશન વોર્ડના બેડ પણ 41 ટકા ભરાઈ ગયા છે. જો કોરોનાના કેસની ગતિ આટલી જ રહી તો આવનારા સમયમાં ખાનગી હોસ્પિટલોમાં હાઉસ ફૂલના પાટિયા લાગી જોય તો નવાઈ નહીં.

image source

તો બીજી તરફ ગુજરાતમાં કોરોનાના કેસોમાં વધારો થતા રાજ્ય સરકારે એક મહત્વનો નિર્ણય લીધો છે. જેમા રાજ્ય સરકારે બહારના રાજ્યોમાંથી ગુજરાત આવતા તમામ મુસાફરોનો RT-PCR ટેસ્ટનો નેગેટિવ રિપોર્ટ ફરજિયાત કરી દીધો છે. તમને જણાવી દઈએ કે 1 એપ્રિલથી આ નિયમ લાગુ થશે. પેલી એપ્રિલ બાદ બીજા રાજ્યના મુસાફર રિપોર્ટ વગર ગુજરાતમાં પ્રવેશ કરી શકશે નહીં. નોંધનિય છે કે, હોળીના તહેવારની ઉજવણી કરવા ઘણા લોકો તેમના વતનમાં જતા હોય છે જે હોળીનો તહેવાર પુરો થયા બાદ આ લોકો પોતાના વતનથી પરત ગુજરાત આવવાની તૈયારી શરૂ કરી દે છે. જેથી 1 એપ્રિલથી જે લોકો ગુજરાતમાં આવશે તે લોકોએ તેમનો નેગેટિવ ટેસ્ટ રિપોર્ટ બતાવો પડશે તો જ રાજ્યમાં એન્ટ્રી મળશે. તમને જણાવી દઈએ કે રાજ્યમાં એન્ટ્રી પહેલાના 72 કલાક સુધીનો RT-PCR નેગેટિવ રિપોર્ટ મંજૂર કરવામાં આવશે

image source

તો બીજી તરફ હાલમાં અમદાવાદની સ્થિતિ દિવસેને દિવસે વણસી રહી છે. અમદાવાદમાં કોરોનાના વધતા કેસને લઇને સિવિલ સુપરિટેન્ડેન્ટ ડૉ. જે.વી.મોદીએ કહ્યું કે. સિવિલ હોસ્પિટલમાં 1 મહિનામાં દર્દીઓની સંખ્યામાં નોંધપાત્ર વધારો થયો છે. તેમણે જણાવ્યું કે, દર્દીઓની સંખ્યામાં 1 મહિનાના સમયગાળામાં 10 ગણો વધારો થયો હોવાની વાત કરી છે. નોંધનિય છે કે હાલ સિવિલ હોસ્પિટલમાં 336 દર્દીઓ સારવાર લઈ રહ્યા છે. તો બીજી તરફ 64 ડૉક્ટરોને ત્વરિત ડેપ્યુટેશન પર સિવિલમાં મોકલાયા છે. ડો, મોદીએ નાગરિકોને અપીલ કરી છે કે, હોળી-ધુળેટી પર્વ પર લોકોએ સંક્રમણનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.

image source

તો બીજી તરફ કોરોનાના વધતા સંક્રમણને લઈને સરકારે ખાનગી હોસ્પિટલમાં મફત સારવાર બંધ કરી દીધી છે જેને લઈને હાઇકોર્ટમાં જાહેરહિતની અરજી કરવામાં આવી છે. તમને જણાવી દઈએ કે, જમાલપુરના પૂર્વ ધારાસભ્ય સાબીર કાબલીવાલાએ આ અંગે રજૂઆત કરી છે કે, રાજ્ય સરકારે માત્ર એસવીપી, સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં કોરોનાની સારવાર ઉપલબ્ધ રાખી છે. જેને કારણે અમદાવાદની ખાનગી હોસ્પિટલો લોકો પાસેથી કોરોનાની સારવાર કરવામાં ઉઘાડી લૂંટ કરી રહી છે. નોંધનિય છે કે લોકોના ધંધા-રોજગારોને ખરાબ અસર પહોંચી છે આ ઉપરાંત મધ્યમવર્ગ અને ગરીબ દર્દીઓને ખાનગી હોસ્પિટલમાં સારવાર લેવી હાલની પરિસ્થિતિમાં પોસાય તેમ નથી. જેને કારણે સરકારે ખાનગી હોસ્પિટલમાં કોરોનાની સારવાર મફત પૂરી પાડવી જોઇએ. આ અરજીમાં એમ પણ કહેવામાં આવ્યું છે કે, રાજ્યના દરેક નાગરિકને સારી અને મફત સારવાર આપવાની સરકારની નૈતિક અને બંધારણીય ફરજ છે. જેથી રાજ્ય સરકાર તેની ફરજમાંથી છટકી શકે નહીં.

image source

તમને જણાવી દઈએ કે, માર્ચ મહિનાના પ્રારંભથી કોરોનાના કેસમાં રોકેટગતિએ ઉછાળો આવતાં કન્ટેઈનમેન્ટમાં મુકાતા વિસ્તારોની સંખ્યા પણ દિવસેને દિવસે વધી રહી છે. તમને જણાવી દઈએ કે, છેલ્લા કેટલાક દિવસથી કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવતાં અમદાવાદના કુલ વિસ્તારોમાંથી મોટાભાગના પશ્ચિમ અમદાવાદના છે. તો બીજી તરફ શુક્રવારે માઈક્રો કન્ટેઈનમેન્ટમાં મુકવામાં આવેલા 26માંથી 20 વિસ્તાર પશ્ચિમ અમદાવાદના હતા. તો બીજી તરફ કોર્પોરેશનના આરોગ્ય વિભાગે શનિવારથી કન્ટેઈનમેન્ટમાં આવતાં વિસ્તારોમાં હાઉસ ટુ હાઉસ સર્વેલન્સ અને સ્ક્રીનિંગની કામગીરી હાથ ધરવાનું નક્કી કર્યું છે. જેમા શંકાસ્પદ લક્ષણ ધરાવતા લોકોના સેમ્પલ લઈ કોરોનાના ટેસ્ટ પણ કરવામાં આવશે. નોંધનિય છે કે હાલમાં હોળીના તહેવારને લઈને પણ કોર્પોરેશન સતર્ક બન્યુ છે. તો બીજી તરફ ધૂળેટી પર લોકોને એકઠા થઈ એકબીજા પર કલર કે પાણી ન ઉડાવવા રાજ્ય સરકારે આદેશ આપ્યો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!