Site icon News Gujarat

વૈજ્ઞાનિકોએ કર્યો નવો દાવો, હવાથી ફેલાતો વાયરસ હવામાં જ નહીં પણ આ જગ્યાઓએ પણ ફેલાવે છે સંક્રમણ

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ઝડપથી વધી રહી છે ત્યારે વધતા કેસની સાથે સાથે અનેક ડોક્ટર્સ, એક્સપર્ટ્સ અને વૈજ્ઞાનિકો પણ દાવો કરી રહ્યા છે. આ વખતે વધતી ગરમીની સાથે કોરોના વાયરસની બીજી લહેરે વધારે પ્રકોપ વરસાવવાનું શરૂ કર્યું છે. આ વખતે પણ ગરમીમાં વાયરસ ઝડપથી ફેલાઈ રહ્યો છે. કોરોનાને લઈને એક નવું રિસર્ચ સામે આવ્યું છે. ભારતના 17 વૈજ્ઞાનિકોએ કોરોનાના લહેરને લઈને એક નવો દાવો પણ કર્યો છે. નવા રિચર્સ અનુસાર ગરમીના કારણે વાયરસના ફેલાવવાની ક્ષમતા વધી છે. એક રિપોર્ટ અનુસાર વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગરમીની સીઝનમાં ઝડપથી શ્વાસ લેવાથી વરાળ બને છે. એવામાં જ્યારે કોઈ પણ સંક્રમિત વ્યક્તિ શ્વાસ છોડે છે તો વાયરસના નાના નાના ટુકડા ફેલાઈ જાય છે. વાયરસના સૂક્ષ્મ કણો શ્વાસની સાથે સાથે સ્પ્રેની જેમ ઝડપથી બહાર આવે છે અને વધારે સમય સુધી હવામાં રહે છે.

માસ્ક વિના ઝડપથી ફેલાય છે સંક્રમણ

image source

જો આ સમયે કોઈ વ્યક્તિ એ જગ્યાએ પહોંચે છે તો તેનાથી પણ તેના સંક્રમિત થવાના ચાન્સ વધે છે. રિસર્ચમાં કહેવાયું છે કે ખુલ્લા વાતાવરણમાં કોઈ વ્યક્તિ માસ્ક વિના ફરે છે તો તેને સંક્રમણનો ખતરો વધારે રહે છે.

કઈ જગ્યાઓએ સંક્રમણનો ખતરો વધારે રહે છે

image source

સંક્રમિત વ્યક્તિ જો કોઈ રૂમ, હોલ, લિફ્ટ કે ભીડવાળી જગ્યાએ છીંક ખાય છે તો આ જગ્યાએ રહેલા અન્ય વ્યક્તિને સંક્રમિત થવાની શક્યતા વધે છે.

રિસર્ચનો આધાર

image source

વાયરસ હવામાં એલાય છે કે નહીં તેના માટે કરાયેલા રિસર્ચમાં હોસ્પિટલના આઈસીયૂ, સામાન્ય વોર્ડ, સ્ટાફ, ગેલેરી, દર્દીના અન્ય સગા અને તેના રૂમની સાથે વેન્ટીલેશન વિનાના અને વેન્ટિલેશન વાળા ઘરના સેમ્પલ પણ લેવાયા હતા.

ક્યાં ફેલાઈ શકે છે કોરોનાનું સંક્રમણ

image source

સીસીએમબીના પૂર્વ ડાયરેક્ટરનું માનવું છે કે વાયરસ હવામાં પણ ફેલાઈ રહ્યો છે અને હવાથી હવામાં જ ફએલાયેલો રહેતો નથી, જેમકે કોઈ જગ્યાએ સંક્રમિત વ્યક્તિ ખાંસી ખાય છે તો તેને 2-3 મીટરના વિસ્તારમાં આવનારા તમામ વ્યક્તિને સંક્રમણની શક્યતા રહે છે. જે ઘરોમાં વે્ટિલેશન નથી તયાં વાયરસ લગભગ 2 કલાક સુધી રહે છે. રિસર્ચ અનુસાર આખી હોસ્પિટલ સંક્રમિત થઈ શકે છે. આ કારણ છે કે કોવિડ હોસ્પિટલને અન્ય હોસ્પિટલ કે શક્ય હોય ત્યાં સુધી રહેણાંક વિસ્તારોથી અલગ રાખવામાં આવે છે. આ સાથે જ કોવિડ પેશન્ટને પણ 14 દિવસ ઘરના સભ્યોથી અલગ આ કારણે જ રાખવામાં આવે છે. જે જગ્યાઓએ વેન્ટિલેશન નથી અને જ્યાં સોશ્યલ ડિસ્ટન્સિંગનું પાલન કરાય છે ત્યાં પણ હવાથી ફેલાતા વાયરસના કારણે કોરોનાનું સંક્રમણ વધારે રહેવાની શક્યતા જોવા મળી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version