સાવધાન! વૈજ્ઞાનિકોએ કોરોનાને લઇને કહ્યું કે…’જો સાવધાની ન રાખી તો દેશમાં આવશે રોજના…’ પૂરી વિગતો જાણીને ફફડી ઉઠશો તમે પણ

દેશમાં કોરોના કેસની સંખ્યામાં જે રીતે વધારો થઈ રહ્યો છે તેના કારણે આરોગ્ય વિભાગની એજન્સીઓનું અનુમાન છે કે, આગામી દિવસોમાં કોરોના પોઝિટિવ દર્દીઓની સંખ્યા એક લાખથી વધુ થઈ શકે છે. દેશભરમાં છેલ્લા 24 કલાકમાં જે રીતે 81 હજારથી વધુ કેસ નોંધાયા છે તેનાથી આઇસીએમઆર અને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય સહિત અન્ય એજન્સીઓની ચિંતા વધી ગઈ છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના તમામ રાજ્યોને મહત્તમ પરીક્ષણ અને સ્ક્રિનિંગ અને સાથે સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ દ્વારા રસીકરણ વધારવા નિર્દેશ આપ્યો છે.

વધુ સજાગ રહેવાની જરૂર છે

image source

ગયા વર્ષે દેશમાં કોરોના કેસ 1 ઓક્ટોબરના રોજ વધીને 81 હજારથી વધુ થયા હતા. તેના પછી કેસ વધ્યા પણ એક દિવસમાં એક લાખથી વધુ કેસ ત્યારે પમ આવ્યા નહોતા અને પછી થોડા દિવસો પછી કેસ ઘટવા લાગ્યા. પરંતુ આ વખતે જે રીતે કેસ વધી રહ્યા છે, આરોગ્ય મંત્રાલયના નિષ્ણાતોએ અંદાજ લગાવ્યો છે કે દૈનિક દર્દીઓની સંખ્યા એક લાખથી વધુ સુધી પહોંચી શકે છે.

image source

નિષ્ણાંતોના મતે, આ કોરોના વાયરસની મારક ક્ષમતા વધુ હોવાને કારણે અને લોકોની બેદરકારીને કારણે હોઈ શકે છે. આઇસીએમઆર વૈજ્ઞાનિક ડો.સમીરન પાંડા કહે છે કે, લોકોને આ સમયે ખૂબ સજાગ રહેવાની જરૂર છે. કારણ કે આ વાયરસ જોખમી સ્વરૂપ લઈ રહ્યો છે. તેમણે કહ્યું કે, જે રીતે નવા કેસ બહાર આવી રહ્યા છે, તે કહેવું મુશ્કેલ નથી કે, દૈનિક પોઝિટિવ કેસ આવતા થોડા અઠવાડિયામાં એક લાખનો આંકડો પાર કરી જશે.

પાંચ રાજ્યોના 80 ટકા દર્દીઓ

image source

સમગ્ર દેશમાં જે રીતે કોરોના ચેપની સંખ્યા વધી રહી છે, દર્દીઓમાં આશરે 80 ટકા પાંચ રાજ્યોના છે. જેમાં મહારાષ્ટ્ર, કેરળ, કર્ણાટક, છત્તીસગઢ અને પંજાબનો સમાવેશ થાય છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલય અને આઈસીએમઆરના આંકડા મુજબ, મહારાષ્ટ્રમાં હાલમાં સૌથી વધુ કોરોના 62 ટકા કેસ છે. દેશની રાજધાની દિલ્હીમાં પણ ફરી એકવાર કોરોના દર્દીઓની સંખ્યામાં વધારો જોવા મળ્યો છે. આ તમામ રાજ્યોને મહત્તમ તકેદારી જાળવવા કહેવામાં આવ્યું છે.

image source

દેશમાં સતત વધી રહેલા કેસોને ધ્યાનમાં રાખીને કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે દેશના તમામ અસરગ્રસ્ત રાજ્યોને દર્દીઓની ઓળખની સાથે કોન્ટેક્ટ ટ્રેસિંગ શક્ય તેટલું વધારવાની સૂચના આપી છે. રાજ્યોને પણ જવાબદાર અધિકારીઓને સૂચના આપવામાં આવી છે કે માર્ગદર્શિકાનું કડક પાલન કરો અને જેઓ માર્ગદર્શિકાનું પાલન ન કરે તેમને કડક સજા કરો. આ કડીમાં, ગઈકાલે ઉત્તર પ્રદેશની રાજધાની લખનૌમાં ઘણા પ્રતિષ્ઠિત મોલ્સ અને પબ્સ, બાર અને રેસ્ટોરાં સીલ કરાયા હતા. મહારાષ્ટ્રમાં પણ આવી જ કાર્યવાહી કરવામાં આવી હતી.

આ રાજ્યોમાં કોરોનાથી કોઈ મોત નહી

સમગ્ર દેશમાં જ્યાં પાંચ રાજ્યો કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત છે. પરંતુ આવી સ્થિતિ પછી પણ દેશમાં કેટલાક રાજ્યો એવા છે કે જ્યાં કોરોના કેસ નજીવા છે અને મૃત્યુ એક પણ નથી. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ, અરુણાચલ પ્રદેશ, આસામ, આંદામાન અને નિકોબાર, બિહાર, દાદરા અને નગર હવેલી, મિઝોરમ, સિક્કિમ, લદ્દાખ, લક્ષદ્વીપ અને નાગાલેન્ડ જેવા રાજ્યોમાં કોરોનાથી મૃત્યુ થયાના કોઈ સમાચાર મળ્યા નથી.

image source

કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડા મુજબ હાલમાં દેશમાં એક કરોડ 23 લાખથી વધુ લોકોને કોરોના રોગનો ચેપ લાગ્યો છે. દેશમાં એક કરોડ 15 લાખથી વધુ લોકોને રજા આપવામાં આવી છે. કોરોનાથી અત્યાર સુધીમાં એક લાખ 63 હજારથી વધુ લોકોનાં મોત નીપજ્યાં છે. રસીકરણની બાબતમાં દેશમાં અત્યાર સુધીમાં લગભગ સાત કરોડ ડોઝ આપવામાં આવ્યા છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!