Site icon News Gujarat

મહારાષ્ટ્રમાં અનેક પ્રતિબંધો, તેમ છતાં કોરોનાના ધડાધડ વધી રહ્યા છે કેસો, લેટેસ્ટ આંકડો જાણીને ફાટી જશે આંખો

ભારતમાં કોરોના વાયરસના વધતાં કેસ વચ્ચે માર્ચ મહિનામાં ફરીથી ઓકટોબર મહિના જેટલા કેસ સામે આવી રહ્યા છે. માર્ચ મહિનાની શરૂઆતથી જ કોરોના વાયરસની બીજી લહેરનો કહેર જોવા મળી રહ્યો છે ત્યારે કોરોના વાયરસના કેસ દરરોજ ભારતમાં રેકોર્ડ તોડી રહ્યા
છે.  હોળીના તહેવાર પહેલા દેશમાં કોરોના વાયરસની રફતાર બેકાબૂ થઈ રહી છે. ભારતની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હોવા છતાં કોરોના કેસ વધી રહ્યા છે.

કોરોના વાયરસ કેસ અપડેટ

image source

ભારતમાં કોરોના વાયરસના કેસમાં સતત ઉછાળો આવી રહ્યો છે. શુક્રવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ અનુસાર એક દિવસમાં 59 હજાર 118 કેસ સામે આવ્યા છે. ઓકટોબર મહિના આટલા કેસ સામે આવતા હતા અને આટલા મહિનાઓ બાદ ફરી ઓકટોબર મહિના જેવો જ કહેર ભારતમાં ફરી જોવા મળી રહ્યો છે. દેશમાં એક દિવસમાં 257 લોકોના મોત થયા છે જ્યારે 32 હજાર 987 લોકોએ કોરોના વાયરસને મ્હાત આપી છે. કોરોના વાયરસની આ બીજી લહેરમાં ચિંતાનો વિષય છે કે આ વખતે કોરોનામાં નવા મ્યુટેન્ટ કેસ સામે આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલયે પણ સ્વીકાર્યું છે કે ભારતમાં યુરોપ અને આફ્રિકન દેશોના વેરિયન્ટ આવી ગયા છે.

મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના સૌથી વધારે કેસ

image source

હોળીના તહેવાર પહેલા દેશમાં કોરોના વાયરસની રફતાર બેકાબૂ થઈ રહી છે. ભારતની રાજધાની દિલ્હી અને મહારાષ્ટ્રમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રના ઘણા બધા જિલ્લાઓમાં પ્રતિબંધો લગાવી દેવામાં આવ્યા હોવા છતાં કોરોના કેસ વધી રહ્યા છે.

લોકડાઉન લાગ્યું છતાં આ હાલ

image source

દેશમાં કોરોના વાયરસની બીજી લહેર ચાલી રહી છે. કોરોના વાયરસની બીજી લહેર સૌથી વધારે હાહાકાર મહારાષ્ટ્રમાં જોવા મળી રહ્યો છે. મહારાષ્ટ્રમાં પ્રતિદિન કોરોના વાયરસના કેસ એક નવો રેકોર્ડ સર્જી રહ્યા છે. બુદવારે કોરોના વાયરસના 31 હજાર કેસ સામે આવ્યા હતા તો ગુરુવારે કોરોના વાયરસના નવા કેસનો આંકડો તો 35 હજારને પણ પાર થઈ ગયો. ગુરુવારે મહારાષ્ટ્રમાં 35 હજાર 952 કોરોના વાયરસ કેસ સામે આવ્યા છે જ્યારે 111 લોકોના મોત થયા છે.

મુંબઈમાં મહામારીનો કહેર

image source

મહારાષ્ટ્રમાં મુંબઈ શહેરમાં સૌથી વધારે કહેર જોવા મળી રહ્યો છે. મુંબઈમાં એક દિવસમાં 5500ની ઉપર કેસ સામે આવ્યા છે જયારે 14 લોકોના મોત થાય છે. મહારાષ્ટ્રમાં અત્યારે અડધી ડઝન શહેરોમાં લોકડાઉન લાગી ગયું અને એમાં પણ બીડ જેવા શહેરોમાં તો સંપૂર્ણ લોકડાઉન કરવામાં આવ્યું છે.

દિલ્હી પણ ઝપેટમાં

image source

મહારાષ્ટ્રની જેમ જ દિલ્હીની ચિંતામાં પણ વધારો થઈ રહ્યો છે. ગુરુવારે દિલ્હીમાં 1515 કેસ સામે આવ્યા છે જ્યારે 5 લોકોના મોત થાય છે. વર્ષ 2021માં આ દિલ્હીનો સૌથી મોટો આંકડો છે. એવામાં દિલ્હી સરકારે પણ હવે કડકાઇ શરૂ કરી દીધી છે. જાહેર સ્થળો પર કોરોના વાયરસની ગાઈડલાઇનનું કડકપણે પાલન કરાવવામાં આવી રહ્યું છે.

બુધવારે રેકોર્ડ કેસ નોંધાયા

image source

મહારાષ્ટ્રના 6 જિલ્લામાં સૌથી વધુ કેસ સામે આવ્યા બાદ, તેમને કોરોનાના હોટસ્પોટ તરીકે જાહેર કરવામાં આવ્યા છે. છેલ્લા કેટલાક દિવસોમાં હજારો કોરોના કેસ સામે આવી રહ્યા છે, પરંતુ બુધવારે છેલ્લા પાંચ મહિનાનો રેકોર્ડ તૂટી ગયો છે. આ પહેલા 16 ઓક્ટોબરે મહારાષ્ટ્રમાં 11 હજારથી વધુ નવા કોરોના કેસ મળી આવ્યા હતા. તે દિવસે 11,447 નવા કેસ આવ્યા હતા. જે પછી, હવે કોરોના સંક્રમણનો પોતાનો રેકોર્ડ તૂટી ગયો છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version