વડોદરાની મોતમયી રાત, ચારેકોર માત્ર ચિતા જ ચિતા સળગી રહી છે, 24 કલાકમાં માત્ર વડોદરામાં આટલા મોત

હાલમાં ચારેકોર કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે. તો વળી ગુજરાતમાં પણ પરિસ્થિતિ ખરાબ છે. જો વાત કરીએ વડોદરાની તો આ શહેરમાં પણ કોરોનાએ તેનો પ્રકોપ બતાવવાનું શરૂ કરી દીધું છે. સ્મશાનોમાં મૃતદેહોના અંતિમ સંસ્કાર વેઈટીંગમાં ચાલવા લાગ્યા છે. રાતે તો એક સાથે ચારેકોર સળગતી ચિતાઓના દ્રશ્યો જોવા મળ્યા હતા અને ત્યારબાદની વડોદરાની પણ ભારે ચર્ચા કરવામાં આવી રહી છે. વિતેલા 24 કલાકમાં ગ્રાહક કોર્ટના વકીલ, પાટીદાર સમાજના અગ્રણી, 30 વર્ષના યુવાન સહિત 24 દર્દીઓના શંકાસ્પદ કોરોનામાં મોત થયા હોવાની હાલમાં માહિતી મળી રહી છે.

image source

જો સૌથી મોટી ચિંતાની વાત કરવામાં આવે તો મૃતકોનો આંકડો ખરેખર ચિંતાજનક રીતે વધી રહ્યો છે, પરંતુ આરોગ્ય વિભાગ ડેથ ઓડિટ કરશે અને પછી માત્ર કોરોનાને કારણે મૃત્યુ થયુ હશે તેવા દર્દીની માહિતી જાહેર કરશે એવું કહેવામાં આવ્યું છે. હાલમાં માણસોના મોત થઈ રહ્યા છે એને ધ્યાનમાં રાખીને વડોદરામાં કોવિડ-19ની ગાઈડ લાઈનથી મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા માટે વધુ ચાર સ્મશાનોને કાર્યરત કરાયા છે. જે જોતા જ મૃતકોનો આંકડો ચિંતાજનક રીતે વધ્યો હોવાનો કોઈને પણ ખ્યાલ આવી જાય છે. કુલ 23 સ્મશાનો છે તે પૈકીના 8 સ્મશાનોમાં આ રીતે અંતિમક્રિયા કરાઈ રહી છે અને દરેક સ્મશાનોમાં રોજ સરેરાશ ઓછામાં ઓછી 15થી20 ડેડબોડીની અંતિમક્રિયા કરાય છે.

image source

આ સાથે જ એક સ્પેશિયલ સ્મશાન વિશે જો વાત કરવામાં આવે તો ખાસવાડી જેવા સ્મશાનમાં તો 30 જેટલા મૃતદેહોની અંતિમ ક્રિયા કરાય છે. ખાસ કરીને રાત્રીના સમયે એક સાથે ચારેબાજુ બધી ચિતાઓ સળગતી હોય છે. હા એ વાત ખાસ અહીં કરવી રહી કે કોવિડ અને નોન-કોવિડ મૃતદેહોનો પણ સમાવેશ થાય છે.

image source

તો વળી સરકાર તો પોતાની રીતે જ આંકડા બતાવી રહી છે પણ સૂત્રોએ કહ્યું હતું કે, ગ્રાહક કોર્ટના વકીલનુ પણ ગઈકાલે મૃત્યુ થયુ હતુ. એ પછી વડોદરા શહેર દક્ષિણ વિભાગ લેઉઆ પટેલ સમાજના મંત્રીનુ કોરોનામાં મૃત્યુ થયુ હતુ. તેઓ રીલાયન્સ કંપનીમાં સિનિયર ઓપરેટર તરીકે નોકરી કરતા હતા. આ રીતે ઘણા નામી નામી લોકોના પણ મોત થયા છે.

image source

એ જ રીતે વાત કરીએ તો સયાજી હોસ્પિટલમાં બીજા એક ૩૨ વર્ષના યુવાનનુ પણ મોત થયુ હતુ. તે સિવાય ગોત્રી હોસ્પિટલમાં પણ આજે ચાર જેટલા દર્દીઓએ જીવ ગુમાવ્યો હતો. એકંદરે છેલ્લાં 24 કલાકમાં 24 દર્દીઓના મોત થયા હતાં. તેમાં માત્ર કોરોનાથી કોનુ મોત થયુ છે ? તે અંગે આરોગ્ય વિભાગ ડેથ ઓડિટ કરશે અને પછી માહિતી જાહેર કરશે. જો કે લોકો આરોપો પણ લગાવી રહ્યા છે કે સરકાર આંકડા છુપાવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!