Site icon News Gujarat

કોરોનાએ આખા વિશ્વને વેઈટિંગમા રાખી દીધું, હવે તો કબર ખોદનારને પણ ખોદતા-ખોદતા હાથ છોલાઇ ગયા, કરુણતા તો જુઓ કેવી છે

હાલમાં આખા વિશ્વમાં જ્યાં જોઈએ ત્યાં વેઈટિંગ વેઈટિંગ અને વેઈટિંગ જ જોવા મળી રહ્યું છે. કોરોના ટેસ્ટ હોય તોય ભલે, કોરોના વેક્સિન હોય તોય ભલે, કોરોના માટે બેડ જોતા હોય તોય ભલે અને કોરોના દર્દીનું મોત થયા બાદ સ્મશાનમાં જવાનું હોય તોય ભલે. ત્યારે હાલમાં જે વાત કરવી છે એ ખરેખર ચોંકાવનારી છે. કોરોનાની બીજી લહેરે મોતની ચાદરમાં ચિરનિંદ્રામાં પોઢેલા લોકોની દેશભરમાં આવી સ્થિતિ જોવા મળી રહી છે. સ્મશાન ઘાટથી આવેલી રહેલી ડરાવનારી તસવીરો બાદ હવે શહેરના કબ્રસ્તાનોમાં પણ જગ્યા ઓછી પડી રહી હોય તેવા સીન આપણે જોવા મળી રહ્યા છે અને લોકો થરથરી રહ્યા છે.

image source

હાલમાં અહીં જે વાત કરવામાં આવી રહી છે એ ખરેખર ભયાનક જ છે. કારણ કે કોવિડના કારણે મોતને ભેટેલા લોકોના મૃતદેહોને દફનાવવા માટે ભોપાલમાં ઝદા કબ્રસ્તાન ચિન્હિત કરાયું છે, પરંતુ હવે ત્યાં પણ હાઉસ ફુલના પાટિયા જોવા મળી રહ્યાં છે હાલમાં જ એ વાત બહાર આવી છે કે અહીં કબર ખોદનારાઓના હાથ પણ હવે તો છોલાય ગયા છે, ત્યારે લોકોને દફનાવવા માટેની જગ્યા JCBની મદદથી ખોદવામાં આવી રહી છે. ઝદા કબ્રસ્તાનમાં મૃતદેહની અંતિમ ક્રિયા પૂરી કરવામાં સહયોગ કરનારા પૂર્વ કોર્પોરેટર રેહાન ગોલ્ડને આ વિશે તમામ માહિતી આવી હતી અને જે જાણીને લોકો ચોંકી ગયા હતા.

image source

રેહાને આ વિશે માહિતી આપી હતી કે સવારથી સાંજ સુધી સતત આવતા જનાજાઓને દફનાવવા માટે જગ્યા ઓછી પડી રહી છે. એક વર્ષથી આ કબ્રસ્તાનમાં કોરોનાથી જ મૃત્યુ પામેલા લોકોને દફનાવવામાં આવી રહ્યાં છે. વધુ જનાજાઓ આવશે તેવી ભીતી રાખીને અહીં એડવાન્સમાં પણ કબર ખોદી રાખી હતી, પરંતુ આ વ્યવસ્થા પણ ઓછી પડી રહી હોય તેવા સીન જોવા મળી રહ્યા છે. રેહાને આગળ વાત કરતાં જણાવ્યું કે સતત કબર ખોદવાને કારણે અહીં ખોદવાનું કામ કરતા લોકોના હાથ છોલાય ગયા છે.

image source

આગળ દુખદ વાત કરતાં તેણે કહ્યું હતું કે આ સ્થિતિને પગલે હવે JCB મશીનની મદદ લઈ ખોદણી કરવામાં આવી રહી છે. કોરોનાથી મૃત્યુને ભેટનારા 7થી 10 મૃતદેહો દરરોજ ઝદા કબ્રસ્તાન પહોંચી રહ્યાં છે. જેના કારણે અહીં માટીની પણ અછત સર્જાઈ છે એવી વાત પણ સામે આવી રહી છે. કબ્રસ્તાન માટે 1500થી 2 હજાર ટ્રોલી માટીની જરૂર પડે છે. કબ્રસ્તાનમાં માટી નખાવવા માટે CM શિવરાજસિંહ ચૌહાણ અને કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી. ગુરુવારે ઝદા કબ્રસ્તાનમાં સૌથી વધુ જનાજ પહોંચ્યા હોવાનો રેકોર્ડ નોંધાયો હતો.

image source

કમિટી પ્રબંધક રેહાન ગોલ્ડને જણાવ્યું કે અહીં 17 જનાજા પહોંચ્યા, જેમાંથી 10 હોસ્પિટલમાંથી આવેલા કોરોના સંક્રમિતોના હતા. 7 એવા હતા, જેમનાં મોત ઘરમાં જ થયા હતા. રેહાને ત્યાંની પરિસ્થિતિ વિશે વાત કરી હતી કે 1લી એપ્રિલથી અત્યાર સુધીમાં ઝદા કબ્રસ્તાનમાં 65 કોરોના સંક્રમિતોના જનાજા પહોંચ્યા છે. જેમાંથી 52 એવા છે જેમનાં મોત ઘરમાં જ વિભિન્ન બીમારીઓને કારણે થયા છે. રેહાનનું કહેવું છે કે મોતનો સિલસિલો ગત વખતની તુલનાએ બમણો છે. ત્યારે હવે બધા એક જ વાત ઈચ્છે છે કે કોરોના જલ્દી આ દુનિયામાંથી જાય તો સારું.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version