Site icon News Gujarat

દેશમાં કોરોનાનો હાહાકાર: વધેલા કેસનો આંકડો ચિંતાજનક, લોકસભાના સ્પીકર ઓમ બિરલા પણ પોઝિટિવ, લેટેસ્ટ અપડેટ જાણીને તમારી પણ છૂટી જશે ધ્રુજારી

દેશમાં ફરીથી એકવાર કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું છે. ત્યારે છેલ્લા ૨૪ કલાક દરમિયાન જ ૪૩,૮૧૫ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યાની પુષ્ટિ કરવામાં આવી છે. આ કોરોના વાયરસની આ સંખ્યા છેલ્લા ૧૦૫ દિવસમાં સૌથી વધારે છે. ગયા વર્ષે તા. ૨૫ નવેમ્બર, 2020ના રોજ ૪૪,૬૯૯ કેસ નોંધાયા હતા. ગઈકાલે ૨૨,૯૭૦ વ્યક્તિઓ કોરોના વાયરસથી મુક્ત થઈને સ્વસ્થ થયા હતા અને ૧૯૬ વ્યક્તિઓના મૃત્યુ થઈ ગયા છે. ત્યાં જ મધ્ય પ્રદેશ રાજ્યમાં કોરોના વાયરસના વધી રહેલ સંક્રમણને ધ્યાનમાં રાખતા રવિવારના રોજ ભોપાલ, ઈન્દૌર અને જબલપુરમાં લોકડાઉન લાગુ કરી દેવામાં આવ્યું છે.

image source

મધ્યપ્રદેશ રાજ્યના ભોપાલ, ઈન્દૌર અને જબલપુર શહેરમાં ૩૨ કલાક માટે સંપૂર્ણ રીતે લોકડાઉનના લીધે માર્ગ બની ગયા સુના સુના.

દેશમાં હાલમાં કોરોના વાયરસની સારવાર કરાવી રહેલ દર્દીઓની સંખ્યા (એક્ટિવ કેસ)માં પણ ખુબ જ ઝડપથી વધારો થઈ રહ્યો છે. ત્યારે જ ગઈકાલના રોજ સક્રિય કેસની સંખ્યા ૩ લાખનો આંકડો પાર કરી લીધો છે. આવી રીતે કોરોના વાયરસ દેશમાં ફેલાવાનો અંદાજ લગાવી શકાય છે કે, દેશમાં છેલ્લા ૮ દિવસમાં જ ફક્ત ૧ લાખ કરતા વધારે કેસનો ઉમેરો થી ગયો છે. તા. ૧૨ માર્ચ, ૨૦૨૧ના રોજ દેશમાં ૧.૯૯,૦૨૨ દર્દીઓને કોરોના વાયરસની સારવાર આપવામાં આવી રહી છે. પરંતુ ત્યાર બાદ તા. ૨૦ માર્ચ, ૨૦૨૧ના રોજ દેશમાં આ આંકડો વધીને ૩, ૬ હજાર,૦૯૩ જેટલી થઈ ગઈ છે.

અત્યાર સુધીમાં ૧.૧૫ કરોડ વ્યક્તિઓ સંક્રમિત થયા.

image source

દેશમાં અત્યાર સુધીમાં ૧.૧૫ કરોડ વ્યક્તિઓ કોરોના વાયરસ સંક્રમણની મહામારીનો શિકાર થી ગયા છે. જેમાંથી ૧.૧૧ કરોડ વ્યક્તિઓ સ્વસ્થ થઈને ઘરે ગયા છે. જયારે ૧.૫૯ લાખ વ્યક્તિઓએ પોતાના જીવ ખોઈ દીધા છે.

અપડેટ્સ

-મહારાષ્ટ્ર રાજ્યમાં કોરોના વાયરસ સંક્રમણના કેસ વધી ગયા પછી BMC દ્વારા એક પરિપત્ર જાહેર કરવામાં આવ્યો છે. આ પરિપત્ર પ્રમાણે, UK, યુરોપ, મધ્ય પ્રદેશ, દક્ષિણ આફ્રિકા અને બ્રાઝિલથી મુંબઈ આવેલ ૭ વ્યક્તિઓને હોમ ક્વોરન્ટાઈનમાં રાખવામાં આવશે.

image source

-પંજાબ રાજ્યમાં આવેલ બધી જ શાળાઓ અને કોલેજોને તા. ૩૧, માર્ચ, ૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવશે. આની સાથે જ કોલેજ દ્વારા લેવામાં આવતી પરીક્ષાને પણ મુલતવી કરી દેવામાં આવી છે. પંજાબ રાજ્ય સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલ માર્ગદર્શિકા મુજબ પંજાબ રાજ્યમાં મેડીકલ અને નર્સિંગ કોલેજોને બાકાત કરતા તમામ શૈક્ષણીક સંસ્થાઓને તા. ૩૦ માર્ચ, ૨૦૨૧ સુધી બંધ રાખવામાં આવશે. જયારે સિનેમા થિયેટર હોલમાં ૫૦% ક્ષમતા સાથે પરવાનગી આપી દેવામાં આવી છે.

image source

-રવિવારના રોજ મધ્ય પ્રદેશ રાજ્યના ભોપાલ, ઈન્દૌર અને જબલપુર શહેરમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું છે. જેનો અમલ સોમવાર સવારના ૬ વાગ્યા સુધી અમલ કરવાનો રહેશે.

દરરોજ સૌથી વધારે કેસ નોંધાઈ રહેલ કેટલાક રાજ્યો.

-મહારાષ્ટ્ર રાજ્ય:

image source

મહારાષ્ટ્ર રાજ્યમાં શનિવારના રોજ ૨૭,૧૨૬ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા. કોરોના વાયરસના શરુઆત થઈ ગયા પછીની આ સંખ્યા સૌથી વધારે છે. છેલ્લા ૨૪ કલાક દરમિયાન ૧૩,૫૮૮ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે જયારે ૯૨ વ્યક્તિઓએ પોતાનો જીવ ગુમાવી દીધો છે. મહારાષ્ટ્ર રાજ્યમાં અત્યાર સુધીમાં ૨૪.૪૯ લાખ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. જેમાંથી ૨૨.૦૩ લાખ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે. અત્યારે ૧.૯૧ લાખ દર્દીઓ કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે.

-પંજાબ: સતત ચોથા દિવસે પણ ૨ હજાર કરતા વધારે કેસ.

image source

પંજાબ રાજ્યમાં શનિવારના રોજ કોરોના વાયરસના ૨,૫૮૭ કેસ સામે આવ્યા હતા. જેમાંથી ૧૦૧૧ વ્યક્તિઓ સ્વસ્થ થઈને ગયા હતા જયારે ૩૮ વ્યક્તિઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો હતો. પંજાબ રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૧૦ લાખ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત થઈ ગયા છે. જેમાંથી ૧.૮૭ લાખ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે ત્યાં જ ૬૨૮૦ દર્દીઓને પોતાનો જીવ ગુમાવવો પડ્યો છે.

-કેરળ રાજ્ય: સંક્રમિત દર્દીઓ કરતા વધારે દર્દીઓ સ્વસ્થ થયા છે.

કેરળ રાજ્યમાં શનિવારના રોજ ૨૨૧૧ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા જેમાંથી ૨૦૭૮ વ્યક્તિઓ સ્વસ્થ થઈ ગયા છે. જયારે ૧૫ દર્દીઓ કોરોના વાયરસના લીધે મૃત્યુ પામ્યા હતા. કેરળ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ ૧૧.૦૨ લાખ વ્યક્તિઓ સંક્રમિત થઈ ગયા છે જયારે ૧૦.૭૨ લાખ વ્યક્તિઓ સ્વસ્થ થયા છે અને ૪૪૮૩ વ્યક્તિઓ કોરોના વાયરસના સંક્રમણના લીધે મૃત્યુ પામ્યા છે. હાલમાં ૨૫૦૦૮ દર્દીઓને કોરોના વાયરસની સારવાર આપવામાં આવી રહી છે.

-કર્ણાટક રાજ્ય: સક્રિય કેસની સંખ્યા ૧૩ હજારની નજીક.

image source

કર્ણાટક રાજ્યમાં શનિવારના રોજ ૧૭૯૮ વ્યક્તિઓ કોરોના વાયરસથી સંક્રમિત મળી આવ્યા હતા અને જેમાંથી ૧,૦૩૦ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા હતા અને ૭ વ્યક્તિઓના મૃત્યુ થી ગયું હતું. કર્ણાટક રાજ્યમાં અત્યાર સુધીમાં ૯.૬૮ લાખ વ્યક્તિઓ કોરોન વાયરસથી સંક્રમિત મળી આવી છે જેમાંથી ૯.૪૩ લાખ દર્દીઓ સ્વસ્થ થયા છે અને ૧૨૪૩૨ દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. જયારે અત્યારે રાજ્યમાં ૧૨૮૨૮ દર્દીઓ કોરોના વાયરસની સારવાર લઈ રહ્યા છે.

ગુજરાત રાજ્ય: ૪ મહિના બાદ ૧૫૦૦ કરતા વધારે કેસ નોંધાયા.

ગુજરાત રાજ્યમાં શનિવારના રોજ ૧૫૬૫ દર્દીઓ નોંધવામાં આવ્યા હતા. જેમાંથી ૯૬૯ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને ૬ દર્દીઓના મૃત્યુ થયા હતા. ગુજરાત રાજ્યમાં ચાર મહિના પછી એક જ દિવસમાં આટલા વધારે કેસ નોંધવામાં આવ્યા છે. આની પહેલા ગયા વર્ષે તા. ૨૯ નવેમ્બર, ૨૦૨૧ના રોજ ૧૫૬૪ દર્દીઓ નોંધવામાં આવ્યા હતા. ગુજરાત રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૮૪ લાખ દર્દીઓ કોરોના વાયરસથી સંક્રમિત થયા છે જયારે ૨.૭૪ લાખ દર્દીઓ સ્વસ્થ થયા છે અને ૪૪૪૩ દર્દીઓને પોતાનો જીવ ગુમાવી દીધો છે. ત્યાં જ અન્ય ૬૭૩૭ દર્દીઓ સારવાર લઈ રહ્યા છે.

image source

મધ્યપ્રદેશ રાજ્ય: મધ્યપ્રદેશ રાજ્યમાં ૧૦૩૮ કેસ નોંધવામાં આવ્યા હતા જેમાંથી ૫૭૧ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા હતા અને ૨ વ્યક્તિઓ મૃત્યુ પામ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં ૨.૭૪ લાખ વ્યક્તિઓમાં કોરોના વાયરસનું સંક્રમણ ફેલાયું છે. જેમાંથી ૨.૬૩ લાખ દર્દીઓ સ્વસ્થ થઈ ગયા છે અને ૩૯૦૩ દર્દીઓના મૃત્યુ થયા છે. ત્યાં જ ૭૩૪૪ દર્દીઓને સારવાર આપવામાં આવી રહી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Exit mobile version