વેન્ટિલેટર ન મળતા સુરતમાં મહિલાનું મોત, શબવાહિની ન મળતા લારીમાં પુત્રએ મૃતદેહને સ્મશાન પહોંચાડ્યો

હાલમાં પરિસ્થિતિ એવી છે કે ભારત સાથે સાથે ગુજરાતમાં કોરોના સંક્રમણ દિવસે ને દિવસે વધી રહ્યું છે. રાજ્યમાં કોરોના કેસોનો આંક પાંચ હજારને ઉપર પહોંચી ગયો છે. તો કોરોનાને કારણે મોતની સંખ્યામાં પણ વધારો થયો છે. તેવામાં હવે રોજ નવા નવા કિસ્સો કોરોનાને લઈને સામે આવી રહ્યા છે. આજે એક એવો કિસ્સો આવ્યો કે જે જાણીને તમને પણ રડવું આવશે. આ વાત છે સુરત શહેરની કે જ્યાં જિલ્લામાં પણ કોરોનાએ હાહાકાર મચાવ્યો છે. ત્યારે આ મહામારી વચ્ચે માનવતા મરી પરવારી હોવાના ઘણા કિસ્સા સામે આવ્યા છે. દરમિયાન ઓલપાડનો એક કિસ્સો સામે આવ્યો છે.

image source

આ કેસમા એવું બન્યું કે માતાને શ્વાસની તકલીફ થતા પુત્ર આખા શહેરમાં ફર્યો પણ વેન્ટિલેટર ન મળતા મોત થયું હતું અને આ ઘટનાના કારણે હાહાકાર મચી ગયો છે. જ્યારે ગ્રામ પંચાયતમાંથી પુત્રને શબવાહિની ન આપવામાં આવતા લારીમાં માતાનો મૃતદેહ લઈ જવાની નોબત આવી હતી અને જેનો વીડિયો વાયરલ થતાં સોશિયલ મીડિયા ધણધણી ઉઠ્યું હતું. આ કેસ વિશે વાત કરતાં સુરત જિલ્લાના ઓલપાડમાં રહેતા પરીમ શાહે જણાવ્યું હતું કે, માતા ભદ્રાબેન શાહે ગત રોજ શ્વાસની તકલીફ થઈ હતી. જેથી આખા શહેરમાં વેન્ટિલેટર માટે રખડ્યો હતો. જોકે, વેન્ટિલેટર મળ્યું ન હતું.

image source

આગળ દુખદ વાત કરતાં પરીમ ભાઈએ જણાવ્યું હતું કે ત્યારબાદ સાંજે સાત વાગ્યે માતાનું મોત નીપજ્યું હતું. સાત વાગ્યાથી લઈને રાત્રે 10 વાગ્યા સુધી અંતિમવિધિ માટે રઝળપાટ કર્યો હતો પણ કંઈ જ ન મળ્યું. માતાને શ્વાસની તકલીફ હોવાથી કોરોના હોવાનું લાગી રહ્યું છે. જેથી લોકોની સેફ્ટી માટે રાત્રે જ અંતિમસંસ્કાર કરવા ઈચ્છતા હતા. જેથી સ્મશાનનો સંપર્ક કર્યો હતો. પહેલાં તો સ્મશાનની ચાવી ન હોવાનું જણાવી દેવામાં આવ્યું અને રઝળપાટ શરૂ થયો હતો.

image source

પોતાની વ્યથા વિશે આગળ વાત કરતાં પરીમ ભાઈએ કહ્યું કે ત્યારબાદ સ્મશાનના ઉપરી અધિકારીઓ સાથે વાત કરતા ત્રણ કલાકે માત્ર સ્મશાનની ચાવી આપવામાં આવી હતી. આ સાથે ગ્રામ પંચાયત પાસે શબવાહિની મેળવવા પ્રયાસ કર્યો હતો પણ તે પણ મળી ન હતી. અમે પરિવારજનોએ તમામ સેફ્ટીનું ધ્યાન રાખી માતાના મૃતદેહને પ્લાસ્ટિકથી કવર કરી લોકોની સેફ્ટીનું પણ ધ્યાન રાખ્યું છે. જો કે, તંત્રને કોઈ પડી ન હોય તેમ માનવતા મરી પરવારી છે. સ્મશાનની ચાવી અઢી કલાકે આપી છે. જેથી રાત્રે જ હાથ લારીમાં માતાને મૃતદેહને સ્મશાન સુધી લઈ જવો પડ્યો હતો. ત્યારે હવે આ ઘટનાએ જોર પકડ્યું છે અને લોકો વચ્ચે આ ઘટના ભારે ચર્ચાઈ રહી છે. હાલમાં ગુજરાતમાં કોરોના વધારે ઘાતક અને જીવલેણ બની રહ્યો છે. રાજ્યમાં કોરોના કેસો વધતાંની સાથે જ મોતનો આંકડો પણ સતત વધી રહ્યો છે.

image source

ગુજરાતમાં અમદાવાદ અને સુરતની સ્થિતિ ખુબ જ ભયંકર સ્તરે છે. જ્યારે વડોદરા અને રાજકોટ જેવાં શહેરોમાં પણ કોરોના વકર્યો છે. એટલું જ નહીં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોનાનું સંક્રમણ વધતાં ચિંતાના વાદળ છવાયા છે. જિલ્લાવાર કોરોના આંકડા જોઈએ તો, અમદાવાદમાં 1532 કેસ, 20 મોત, સુરતમાં 1448 કેસ, 18નાં મોત, રાજકોટમાં 475 અને વડોદરામાં 416 કેસ, જામનગરમાં 312 અને ભાવનગરમાં 97 કેસ, ગાંધીનગરમાં 101 અને 83 જૂનાગઢ કેસ, મહેસાણામાં 127, પાટણમાં 124, મોરબીમાં 54 કેસ, કચ્છમાં 53, નર્મદામાં 50, બનાસકાંઠામાં 49 કેસ, નવસારીમાં 47, દાહોદમાં 46, અમરેલીમાં 42 કેસ, ભરૂચમાં 41, પંચમહાલમાં 40, ખેડામાં 39 કેસ, સાબરકાંઠામાં 37, આણંદમાં 31, વલસાડમાં 31 કેસ, અરવલ્લી – સુરેન્દ્રનગરમાં 28 – 28, બોટાદમાં 27 કેસ, મહિસાગરમાં 26, દ્વારકામાં 21, ગીર સોમનાથમાં 20 કેસ, છોટાઉદેપુર અને તાપીમાં 17 – 17 કેસ, ડાંગ અને પોરબંદરમાં 5 – 5 કેસ નોંધાયા હતા.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!