Site icon News Gujarat

આ કાકા ગાયને ખવડાવી રહ્યા છે પાણીપુરી, વીડિયો વાયરલ થતાં લોકોએ કહ્યું: દિલદાર હોય તો કાકા જેવા

ભારત દેશ સંસ્કૃતિનો દેશ છે. આસ્થામાં માનનાર લોકો અહીં વસે છે. તેમાં પણ ગાયને તો પ્રાચીનકાળથી જ માતાનું સ્થાન આપવામાં આવ્યું છે જેને આપણે ગૌમાતા પણ કહીએ છીએ. પણ શું આપણે રસ્તા પર ફરતી ગાયો વિશે એવું જ વિચારીએ છીએ ખરા? ઘણીવાર જોવા મળે છે કે રસ્તા પર રખડતી ગાયો જમીન પર પડેલો કચરો અને પ્લાસ્ટીક પણ ખાતી રહે છે. જેના કારણે ઘણી વાર તેનું મોત પણ નીપજતું હોય છે. પશુચિકિત્સક દ્વારા કરવામાં આવેલા ઓપરેશનમાં ગાયના પેટમાંથી ઘણા કિલો પ્લાસ્ટીક અથવા કચરો બહાર આવે છે.

image source

આ બધું જોયા પછી કદાચ કોઈને ગાય પ્રત્યેની દયા આવે તો સ્થિતિ ઘણી સુધારી શકે છે. જો કે કેટલાક લોકો તેમના ઘરોનો વાસી અને બાકી રહેલો ખોરાક ગાયને ખવડાવે છે. પરંતુ કેટલાક લોકો તેનાથી ખૂબ જ અલગ છે. કેટલાક લોકો ગાયોને માતાની જેમ સમાન દરજ્જો આપે છે અને તેમને રખડતાં પ્રાણીઓની જેમ માનતા નથી. સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે એક માણસ રસ્તા પર ફરતા એક ગાય અને એક વાછરડાને પાણીપુરી ખવડાવી રહ્યો છે.

image source

આ વીડિયો ખૂબ જ હૃદયસ્પર્શી છે. વીડિયોમાં જોઇ શકાય છે કે પાણીપુરીની લારી પાસે ઉભેલ માણસ તે લારીવાળા પાસેથી પાણીપુરી લઈને સીધી ગાયના મોંમાં ખવડાવી રહ્યો છે. આ વીડિયો સોશિયલ મીડિયા પર આવતાની સાથે જ તે જોરદાર વાયરલ થઈ ગયો. મળતી માહિતી મુજબ આ વીડિયો લખનઉની રેડ હિલ કોન્વેન્ટ સ્કૂલની નજીકનો છે. લોકો આ વીડિયોને ખૂબ પસંદ કરી રહ્યાં છે.

image source

આ વીડિયોને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર shri130920 નામના એકાઉન્ટ પરથી શેર કરવામાં આવ્યો છે. અત્યાર સુધીમાં આ વીડિયોને હજરો લોકો દ્વારા પસંદ કરવામાં આવ્યો છે. આ સાથે આ વીડિયોને લાખો વ્યુ પણ મળ્યા છે. યુઝર્સ આ વીડિયો પર કોમેન્ટ કરી રહ્યા છે.

કોમેન્ટ સેક્શનમાં આ કાકા માટે એક યુઝર્સ લખે છે કે ગાયોને પાણીપુરી ખવડાવી રહેલાં આ કાકા રિયલ હીરો છે. તો બીજા એક યુઝરે આ કાકાને ‘દિલ દાર અંકલ’નું બિરુદ આપ્યું. આ સિવાય યુઝર્સ પણ કાકાની ખુબ પ્રશંસા કરી રહ્યાં છે. કાકાને લોકો આ કામ માટે શુભેચ્છાઓ આપી રહ્યાં છે.

Exit mobile version