‘ડાન્સ દિવાના સીઝન 3’માં આવ્યો એક ખતરનાક ચહેરો, કરે છે ટોયલેટ સાફ કરવાનું કામ, સંઘર્ષ ગાથા ધ્રુજારી ઉપાડી દેશે

આજના જમાનામાં બે ઠુમકા લગાવવાનો શોખ બધાને હોય છે, લગ્ન હોય કે ઉત્સવ, નાનકડો પ્રસંગ હોય કે મોટું ફંક્શન ડાન્સ આ બધા જ પળોમાં રંગ ભરી દે છે. આમ તો નાચવું કે ડાંસ કરવો એ બધાને ગમતું હોય છે, પરંતુ એવા કેટલાક લોકો જ છે જેઓ તેમના અનોખા ડાન્સ મૂવ્સથી લોકોને પોતાના દિવાના બનાવતા હોય છે. એક વખત તમારો કોઈ ડાંસ મૂવ્સ લોકોને ગમી ગયો તો માનો તમારી લાઇફ બની ગઈ. એ પછી લોકોને કોઈ ફરક પડતું નથી કે તે કોણ છે અથવા તે ક્યાંથી આવ્યો છે.

image source

ટીવી પર આવા ડાન્સના ટેલેન્ટ બહાર લાવવા ઘણાં શો ચલાવાતા હોય છે, આવા શો થકી આપણે જોતાં હોઈએ છીએ કે ઘણાં અનોખા સ્ટેપ અને આવડત ધરાવતા વ્યક્તિ મળી આવે છે. અહીં આવા જ એક શો થકી એક વ્યક્તિના જીવનમાં ઘણુ સારું પરિવર્તન આવ્યું છે તેની વાત કરવામાં આવી છે. તાજેતરમાં જ હવે ડાન્સ રિયાલિટી શો ‘ડાન્સ દિવાના સિઝન 3’ શરૂ થઈ ગયો છે. મળતી માહિતી મુજબ, આ શો 28 ફેબ્રુઆરીથી પ્રસારિત થશે. આ શોમાં તુષાર કાલિયા, ધર્મેશ અને માધુરી દીક્ષિત જજની ખુરશી પર જોવા મળી રહ્યા છે. વાત કરીએ જો આ શોની હોસ્ટિંગની તો, રાઘવ આ શોને હોસ્ટ કરી રહ્યો છે.

image source

શો ચાલુ થતાં જ તેમાં સિલેક્ટ થયેલા સ્પર્ધકોની કહાની સામે આવતી હોય છે, તેમનાં શોમાં પોહાચ્યા સુધીના સફર વિશેની વાતો ચર્ચામાં રહેતી હોય છે. આ દરમિયાન, શોમાં ઘણા સ્પર્ધકોની હૃદયસ્પર્શી વાત આવી રહી છે. અહી આવી જ એક વ્યક્તિની વાત કરવામાં આવી રહી છે. રાહુલ સોલંકી નામનો આ યુવક આ શોમાં સિલેક્ટ થઇ ચૂક્યો છે, અહી તેની કહાની સાથે જોડાયેલ મુખ્ય પ્રોમો જે ઇન્સ્ટાગ્રામ પર શેર કરાયો હતો.

image source

પ્રોમોમાં જોતાં જાણવા મળી રહ્યું છે કે, રાહુલ સોલંકીનો પરિવાર મુંબઇમાં આવેલી એક ચોલમાં કચરો એકઠો કરવાનું કામ કરે છે અને તે વિસ્તારના જાહેર શૌચાલયો પણ તે સાફ કરે છે. મળતી માહિતી મુજબ,રાહુલે 28 ફેબ્રુઆરીએ ‘ડાન્સ દિવાના સિઝન 3’ માં ઓડિશન આપ્યું હતું અને તેની કુશળતાને જોતાં તેને આગળ જવાનો મોકો આપવામાં આવ્યો હતો એટલે કે, તેની પસંદગી આ શોમાં સ્પર્ધક તરીકે કરવામાં આવી છે. પ્રોમોમાં તે જે કામ કરીને ગુજરાન ચલાવી રહ્યો છે તેને બતાવવામાં આવ્યું છે. જેમાં દેખાય છે કે, રાહુલના પિતા ગટરમાં પ્રવેશ કરે છે અને સફાઇ પણ કરે છે. બીજા બધાની જેમ રાહુલ પણ તેના પિતાને આવું કરતા જોવા માંગતો નથી.

image source

વીડિયોમાં રાહુલે કહ્યું હતું કે તેનું સપનું છે કે તેના પરિવારને એક સારું ઘર આપી શકે અને તે માટે તે હજુ પણ વધારે મહેનત કરશે. રાહુલની વાત સાંભળીને બધા જ ભાવુક થઈ ગયા હતા. રાહુલની આ સંઘર્ષભરી કહાની સાંભળીને ધર્મેશે તેમના જૂના દિવસો યાદ આવી ગયા હતા. તેણે પોતાની જૂની પળોને યાદ કરતા કહ્યું હતું કે, તેના પિતા હજુ પણ ચાની દુકાન ચલાવતા હતા અને આજે પણ તેઓ ચાની દુકાન જ ચલાવી રહ્યાં છે. ધર્મેશ રાહુલને સમજાવતાં કહ્યું કે, કોઈ પણ કાર્ય નાનું કે મોટું હોતું નથી.

image source

આ શો વિશે તમે ન જાણતાં તો જણાવી દઈએ કે ‘ડાન્સ દિવાના સીઝન 3’ રવિવારથી કલર્સ ચેનલ પર આવી રહ્યો છે. આ શોમાં આવા ઘણા પ્રતિભાશાળી ચહેરાઓને તરાસવામાં આવ્યા છે, ઘણાં સારા ટેલનેટને તક આપવામાં આવી રહી છે.

 

View this post on Instagram

 

A post shared by ColorsTV (@colorstv)

તેમાં સિલેક્શન પામેલા આવા સ્પર્ધકોની કહાનીઓ સોશિયલ મીડિયા દ્વારા વાયરલ પણ થઈ રહી છે. આ શોમાં તમારી પ્રતિભા દર્શાવવા માટે ઉંમરની કોઈ પાબંધી રાખવામાં આવી નથી.