દયાબેનથી લઇને જગદીશ સુધી, આ જાણીતા પાત્રનું ના મળ્યું રિપ્લેસમેન્ટ, અને સિરીયલની સ્ટોરીમાં કરવો પડ્યો ફેરફાર

નાના પડદાની સિરિયલ દર્શકોનું કંઇક એવું મનોરંજન કરે છે લે લોકો શો અને એના પત્રોને ભૂલી નથી શકતા. ટીવીના ઘણા કલાકાર એવા હોય છે જે પોતાના દમ પર જ આખી સિરિયલ લઈને ચાલે છે અને દર્શકોને એમનું જ પાત્ર પસંદ આવે છે. આ કલાકાર પોતાના પાત્રને એ ઉમદા રીતે નિભાવે છે કે ફેન્સ કોઈ અન્ય અભિનેતા કે અભિનેત્રીને એ રોલમાં જોઈ જ નથી શકતા. એવામાં કાં તો શોને કરવો પડે છે કા તો એ પાત્રની વાર્તા જ ખતમ કરી દેવામાં આવે છે. તો ચાલો આજે તમને જણાવીએ અમુક એવા જ કલાકારો વિશે જેમને શોમાં ક્યારેય નથી કરવામાં આવ્યા રિપ્લેસ.

હિના ખાન.

image source

હિના ખાન નાનાં પડદાની જાણીતી અભિનેત્રી છે. એમને ટીવી શો યે રિશ્તા ક્યાં કહેલાતા હેથી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. આ શોમાં એમને અક્ષરાનું પાત્ર ભજવ્યું હતું અને 8 વર્ષ સુધી એ આ શો સાથે જોડાયેલી રહી. એવામાં જ્યારે હીનાએ શો છોડવાનું મન બનાવ્યું તો મેકર્સ એમના પાત્રને રિપ્લેસ ન કરી શક્યા. એમને ખબર હતી કે અક્ષરાનું પાત્રમાં લોકો હિના ખાન સિવાય અન્ય કોઈને પસંદ નહિ કરે. એવામાં સીરિયલમાં ટાઈમ લિપ આવી ગયો અને કાર્તિક નાયરાની એન્ટ્રી થઈ ગઈ.

શશાંક વ્યાસ.

image source

નાના પડદાના જાણીતા શો બાલિકા વધુમાં શશાંકે જગદીશનો રોલ ભજવ્યો હતો. એમના અભિનય અને પ્રત્યુશા સાથે એમની કેમેસ્ટ્રીને શોમાં ઘણું જ પસંદ કરવામાં આવી હતી. જો કે વર્ષ 2015ક શશાંકે શોને અલવિદા કહી દીધું. એવામાં એમના પાત્રને રિપ્લેસ ન કરવામાં આવ્યું પણ મેકર્સે ટાઈમ લિપ લઈ લીધો.

દિશા વકાણી.

image source

દિશા વકાણી આજે ઘર ઘરમાં દયાબેનના રૂપમાં પોતાની ઓળખ બનાવી ચુકી છે. શો તારક મહેતા કા ઉલટા ચશ્મામાં એમને આ પાત્ર એટલું ઉમદા રીતે ભજવ્યું હતું કે શો છોડ્યા પછી પણ એમને રિપ્લેસ ન કરવામાં આવ્યા. મેકર્સે એમના પરત ફરવાની રાહ જોઈ રહ્યા છે. તો એવી ખબરો પણ આવી રહી છે કે એ જલ્દી જ શોમાં પરત ફરી શકે છે.

મેઘના મલિક.

image source

મેઘના મલિક એમ ઉમદા કલાકાર છે અને એમને દરેક પાત્રમાં ખુદને ખરી સાબિત કરી છે. ટીવી શો લાડો અને લાડો 2માં એમને અમ્માજીનું પાત્ર ભજવ્યું હતું. એમના અભિનયને આ સીરિયલમાં ખૂબ પસંદ જ પસંદ કરવામાં આવ્યો હતો.જો કે લાડો 2ને એમને વચ્ચે જ છોડી દીધી હતી એ પછી મેકર્સે એ પાત્રને જ ખતમ કરી દીધું.