કુદરતના ખોળે મોતને વહાલુ કરનારી દીપા શર્માનો છેલ્લો વીડિયો અને ફોટોઝ છે જોવા લાયક

હિમાચલ પ્રદેશના કિન્નોરમાં રવિવારે એક હૃદય હચમચાવી મૂકે એવી ઘટના બની. લાંબા સમયથી ઘરમાં કેદ થયેલા લોકો આઝાદી મેળવીને ખુશનુમા ક્ષણો વિતાવવા પહોંચેલા લોકોના માથે જાણે મોટી ઘાત આવી પડી. લેન્ડ સ્લાઇડમાં કુલ નવ લોકોનો મોત થયા. એમાંથી જ એક આયુર્વેદની ડોકટર દીપા શર્મા પણ સામેલ હતી જેમને અડધા કલાક પહેલાં જ પોતાનો ફોટો પોસ્ટ કરીને લખ્યું હતું કે લાઇફ ઇઝ નથિંગ વિધ આઉટ નેચર.

image source

દીપા શર્મા સોશિયલ મીડિયા પર ખૂબ જ સક્રિય હતી. એ પહેલી વાર સોલો ટ્રીપ પર ગઈ હતી. દીપા સોશિયલ મીડિયા પર સતત પોતાની મુસાફરીનો લઈને અપડેટ કરી રહી હતી, પ્રકૃતિના સુંદર નઝારાથી લોકોને રૂબરૂ કરાવી રહી હતી પણ દીપા શર્મા કે સોશિયલ મીડિયા સાથે જોડાયેલ કોઈપણ વ્યક્તિને એ વાતનો અંદાજો નહોતો કે આ એમના અંતિમ ક્ષણ હશે. કિન્નોરમાં થયેલા લેન્ડસ્લાઇડમાં ડોકટર દીપા શર્માએ પોતાનો જીવ ગુમાવી દીધો.

image source

રવિવારે જ્યારે કિન્નોરમાં લેન્ડસ્લાઇડ થયું એના થોડા સમય પહેલા જ ડૉ, દીપા શર્માએ ટ્વીટર પર એક ફોટો શેર કર્યો હતો. ઉંમને લખ્યું હતું કે એ આ સમયે ભારતના છેલ્લા પોઇન્ટ ઓર ઉભી છે, જ્યાં સુધી સામાન્ય નાગરિકોને જવાની પરવાનગી છે. એના 80 કિલોમીટર આગળ તિબબત છે જેના પર ચીને કબજો કરી રાખ્યો છે.

સોશિયલ મીડિયા પર લોકોએ દીપા શર્માના આ ફોટાને ખૂબ જ પસંદ કર્યો. એમના ચહેરા પર ટુરની ખુશી પણ દેખાઈ રહી હતી પણ કોને ખબર હતી કે આ એમનો છેલ્લો ફોટો હતો. 34 વર્ષીય દીપા શર્માના આમ અચાનક થયેલા નિધનથી સોશિયલ મીડિયા પર એમના ફેન્સ સ્તબ્ધ છે.

image source

લેન્ડસ્લાઇડમાં પોતાનો જીવ ગુમાવવાના એક દિવસ પહેલા એમને બે ફોટા પોસ્ટ કર્યા હતા જેના કેપ્સનમાં લખ્યું હતું કે પ્રકૃતિ વગર જીવન કઈ જ નથી. તમને જણાવી દઈએ કે દીપા શર્માના ટ્વીટ પછી જ ખબર આવી કે હિમાચલ પ્રદેશના કિન્નોર જિલ્લાના ચિતકુલાથી સંગલા જઈ રહેલા પર્યટકોને લઈ જઈ રહેલા ટેમ્પો પર એક મોટો પથ્થર પડ્યો છે. નવ લોકોના મોત થઈ ગયા અને ત્રણ ઘાયલ થયા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ ઘટના પર દુઃખ વ્યક્ત કર્યું છે. સાથે જ ઘાયલોને જલ્દી સ્વસ્થ થવાની કામના કરી છે. પીએમ નરેન્દ્ર મોદીએ પ્રત્યેક પીડિત પરિવાર માટે બે લાખ રૂપિયા અને ઘાયલો માટે પચાસ હજાર રૂપિયાની સહાયતાની ઘોષણા કરી છે.

image source

કિન્નોર્મા આ ઘટના રવિવારે બપોરે લગભગ દોઢ વાગે બની હતી જ્યારે સાંગલા ચિતકુલ રોડ પર અચાનક પહાડ પરથી પથ્થર નીચે પડવા લાગ્યા અને નીચે આવતા આવતા સુધીમાં એમને તાબાહીનું રૂપ લઈ લીધું. એ દરમિયાન નીચે બનેલો એક પુલ, ઉભેલી ગાડીઓ બધું જ તહસ નહસ થઈ ગયું, પુલ પરથી પસાર થઈ રહેલી એક ઓટો રીક્ષા એના ઝપેટમાં આવી ગઈ.