માલદિવના બીચ પર દિયા મિર્ઝાની તસવીરોએ સોશિયલ મીડિયામાં લગાવી આગ

મિસ ઈન્ડિયા પેસિફિક રહી ચુકેલી અભિનેત્રી દિયા મિર્ઝા હવે બિઝનેસમેન વૈભવ રેખીની પત્ની બુની ચુકી છે. ગયા મહિને બંને લગ્નના બંધનમાં બધાયા હતા. લગ્ન પછી બંને વ્યસ્તતાના કારણે હનીમૂન માટે જઇ શક્યા ન હતા. પરંતુ હવે લગ્નના એક મહિના પછી બંને માલદિવ પહોંચ્યા છે, જ્યાં તેઓ પોતાનો ગોલ્ડન ટાઈમ વિતાવી રહ્યા છે.

image source

દિયા મિર્ઝા સોશિયલ મીડિયા પર ઘણી એક્ટિવ રહે છે. લગ્નના ફોટા બાદ તેણે માલદીવની કેટલીક તસવીરો શેર કરી છે, જે હવે સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે.

 

View this post on Instagram

 

A post shared by Dia Mirza (@diamirzaofficial)

તસવીરો શેર કરતા તેમણે લખ્યું, હિંદ મહાસાગર અને અવિશ્વસનીય લોકો. અહીં અમે નિરપેક્ષ સ્વર્ગમાં છીએ અને મહેમાન નવાજીની મજા લઇ રહ્યા શીએ. અહીંની દરેક ક્ષણ અત્યાર સુધીનો એક મહાન આનંદ રહ્યો છે. તેમણે કેપ્શન સાથે @TravelWithJourneyLabel @jamanafaru_maldivesને ટેગ કર્યું છે

આ સાથે દીયાએ તેની પોસ્ટમાં બીચવેર માટે ડિઝાઇનરનો આભાર માન્યો છે. વૈભવ રેખી દ્વારા તસવીરો ક્લિક કરવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. દીયાની આ તસવીરોને લોકો ખુબ પસંદ કરી રહ્યા છે. તસવીરોમાં તે ખૂબ જ સુંદર લાગી રહી છે.

image source

દિયા મિર્ઝા અને વૈભવ રેખીના લગ્નમાં બહુ શોર બકોર થયો નહોતો. લગ્નમાં ફક્ત 50 જેટલા લોકો હાજર રહ્યા હતા. બંનેના પરિવાર અને નજીકના મિત્રો વચ્ચે લગ્નની વિધિ કરવામાં આવી હતી.

વૈભવ રેખી અને દિયા મિર્ઝા બંનેના આ બીજા લગ્ન છે. વૈભવના પહેલા લગ્ન યોગ ઈસ્ટ્રક્ટર સુનૈના સાથે થયા હતા. વૈભવને એક પુત્રી પણ છે.

image source

તો બીજી તરફ દીયા અગાઉ સાહિલ સાંગા સાથે 11 વર્ષ રિલેશનશિપ અને 5 વર્ષ વૈવાહિક જીવન પસાર કરી ચૂકી છે. બંનેએ પરસ્પર સંમતિથી છૂટાછેડા લીધા હતા. દીયા અને સાહિલે સોશિયલ મીડિયા પર એક પોસ્ટ શેર કરીને એકબીજા પ્રત્યેની લાગણી જણાવી હતી. તેમણે લખ્યું કે ભલે તેઓ અલગ થઈ ગયા હોય, પરંતુ તેમની વચ્ચેનો સંબંધ હંમેશાં સુખદ રહેશે. અમે હંમેશાં સારા મિત્રો રહીશું અને એકબીજાને માન આપીશું.

દિયા મિર્ઝા ભારતીય સિનેમાની અગ્રણી અભિનેત્રી છે. તે મિસ એશિયા પેસિફિક પણ રહી ચૂકી છે. તેનો જન્મ 8 ડિસેમ્બર 1961ના રોજ હૈદરાબાદમાં થયો હતો. 2 ડિસેમ્બર 2000 ના રોજ તેણે ફિલિપાઇન્સના મનિલામાં “મિસ ઇન્ડિયા એશિયા પેસિફિક” સ્પર્ધા જીતી હતી. તે જ એવોર્ડ સમારોહમાં તેમણે વધુ બે એવોર્ડ જીત્યા હતા, “મિસ બ્યુટીફુલ સ્માઇલ” અને “ધ સોની વ્યુઅર્સ ચોઇસ એવોર્ડ”.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!