દિયા મિર્ઝાએ વૈભવ સાથે લીધા સાત ફેરા, જૂઓ લગ્નના INSIDE PHOTOS

બોલિવૂડ એભિનેત્રી દિયા મિર્ઝાએ વૈભવ રેખી સાથે 15 ફેબ્રુઆરીએ લગ્ન કર્યા હતા. આ લગ્ન હિંદુ રીત-રિવાજ મુજબ કરવામાં આવ્યા હતાં. સાદગીપૂર્ણ યોજાયેલા લગ્ની તસવીરો હાલમાં સોશિયલ મીડિયા પર ખુબ વાઈરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ આ કપલે રજિસ્ટર મેરેજ પણ કર્યાં હતાં. લગ્નમાં દિયા મિર્ઝા લાલ બનારસી સાડીમાં ખુબ સુંદર લાગી રહી હતી.

દિયાના આ બીજા મેરેજ છે

image source

તમને જણાવી દઈએ કે દિયાના આ બીજા મેરેજ છે. જો લગ્નમાં દિયાના લૂકની વાત કરીએ તો દિયાએ રેડ કલરની બનારસી સાડી પહેરી હતી જેમા તેની સુદરતામાં વધારો કરતી હતી. તો બીજી તરફ માથા પર દિયાએ લાલ રંગની ચૂંદડી ઓઢી હતી. આ ઉપરાંત દિયાએ હેવી ગોલ્ડન નેકલેસ તથા ગ્રીન બંગડીઓ અને માથે ટીકો પહેર્યો હતો. તો બીજી તરફ તેમના પતિ વૈભવે વ્હાઈટ આઉટફિટ પહેર્યા હતા અને ગોલ્ડન સાફો બાંધ્યો હતો. તમને જણાવી દઈએ લગ્નને લઈને દિયાના ઘરને ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. જો કે કોરોના મહામારીના કારણે માત્ર 50 મહેમાનો જ લગ્નમાં હાજર રહ્યા હતા.

દિયાના લગ્નની તસવીરો સોશિયલ મીડિયામાં વાઈરલ

image source

દિયાના લગ્નીની સૌથી ખાસ વાત એ હતી કે આ લગ્ન મહિલા બ્રાહ્મણે કરાવ્યા હતા. આમ તો સામાન્ય રીતે પૂરૂશ બ્રાહ્મણ જ મોટે ભાગે લગ્ન કરાવે છે. તમને જણાવી દઈએ કે દિયાના લગ્નમાં કોરોના ગાઈડલાઈનનું સંપૂર્ણપણે પાલન કરવામાં આવ્યું હતું અને આ લગ્ન વૈદિક વિધિથી કરવામાં આવ્યા હતા. નોંધનિય છે કે હાલમાં દિયા મિર્ઝાના લગ્નની કેટલીક તસવીરો સોશિયલ મીડિયામાં ખુબ વાઈરલ થઈ રહી છે. તમને જણાવી દઈએ કે અભિનેત્રી અદિતિ રાવ હૈદરીએ વરરાજાનાં જૂતાં ચોર્યા હતા અને તેનીતસવીર પણ શૅર કરી હતા.

image source

આ લગ્નને કેમેરામાં કેદ કરવા મોટી સંખ્યમાં પત્રકારો હાજર રહ્યા હતા. લગ્ન બાદ દિયા મિર્ઝા તેમના પતિ વૈભવ સાથે ઘરની બહાર આવી હતી અને પત્રકારોને કાજુકતરી ખવડાવી હતી અને તસવીરો પણ ખેંચાવી હતી.

આ બન્નેના લગ્ન લાંબો સમય ચાલ્યા

image source

તમને જણાવી દઈએ કે વૈભવ અને દિયા બન્નેના આ બિજા લગ્ન છે. વૈભવે આ પહેલાં ફેમસ યોગા ઈન્સ્ટ્રક્ટર સુનૈના રેખી સાથે લગ્ન કર્યા હતા. તેમને સંતાનમાં એક દીકરી પણ છે. તો બીજી તરફ દિયાએ 2014માં બિઝનેસમેન સાહિલ સંઘા સાથે લગ્ન કર્યા હતા. નોંધનિય છે કે લગ્ન પહેલાં બંનેએ છ વર્ષ સુધી એકબીજાને ડેટ કર્યાં હતાં. જો કે આ બન્નેના લગ્ન લાંબો સમય ચાલ્યા ન હતા અને આખરે 2019માં દિયા તથા સાહિલ છૂટાછેડા લઈ લીધા હતા. જો દિયા મિર્ઝાના ફિલ્મી કેરિયરની વાત કરીએ તો તેમણે રહના હૈ તેરે દિલ મેં થી બોલિવૂડમાં ડેબ્યૂ કર્યું હતું. તે છેલ્લે ફિલ્મ થપ્પડમાં જોવા મળી હતી. હાલમાં તે તેલુગુ ફિલ્મ ‘વાઈલ્ડ ડૉગ’નું શૂટિંગ કરી રહી છે. તમને જણાવી દઈએ કે દિયાએ વર્ષ 2000માં મિસ ઈન્ડિયા એશિયા પેસિફિકનો તાજ પોતાના નામે કર્યો હતો.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!