દુનિયામાં નવા જૂનીના એંધાણ! યુએસ નેવીના ઓફિસરે કહ્યું- હા, મે 100 વખત જોયા છે UFO

વૈજ્ઞાનિકો દાયકાઓથી બીજા ગ્રહોથી આવતા એલિયન્સની રાહ જોતા હતા, શું તે સમય હવે નજીક આવી ગયો છે? શું આ મહેમાનો પૃથ્વીવાસીઓ કરતા ટેકનીકમાં ઘણા આગળ છે? શું તે ખૂબ જોખમી છે? આવા ઘણા પ્રશ્નો હવે ઉબા થયા છે, જ્યારે બે વર્ષ પહેલા પેસિફિક મહાસાગરમાં રહસ્યમય યુએફઓ વિશે એક વીડિયો બહાર પાડવામાં આવ્યો છે. Daily Mail.com ને ફિલ્મમેકર જેરેમી કોર્બેલ દ્વારા આપવામાં આવેલી માહિતી અનુસાર, આ વિડિયોમાં યુ.એસ. નેવીના રડાર પર એક સાથે 14 યુએફઓ કબજે કર્યા હતા.

image source

આ મહિનાની શરૂઆતમાં, ફિલ્મ નિર્માતા જેરેમી કોર્બલે ફૂટેજ પ્રકાશિત કર્યા હતા જેમાં સમુદ્ર ઉપર હવામાં એક ગોલાકાર વસ્તુ તરતી જોવા મળે છે. જેને યુએફઓ (UFO) કહેવામાં આવે છે. આવી એક રહસ્યમયી વસ્તુ જુલાઈ 2019માં ઓમાહામાં અમેરિકી નૌસેના નાવિકો દ્વારા જોવામાં આવી હતી. ત્યાર બાદ કોરબેલ ગુરુવારે આ જ ઘટનાનો બીજો વીડિયો બહાર પાડ્યો, જેમાં આ વિડિયો ક્લિપમાં ઓમાહા પર નૌકાદળના જવાનો દ્વારા લશ્કરી રડારને જોવામાં આવ્યાં છે.

અમેરિકન ન્યૂઝ વેબસાઇટ મિસ્ટ્રી વાયર અનુસાર, 14 યુએફઓએ યુએસ નેવીના યુદ્ધ જહાજને વર્તુળની જેમ ઘેરી લીધું હતું. યુએસ નેવીના અધિકારીઓ બે જુદા જુદા રડાર સિસ્ટમ્સ સાથે યુએફઓની ગતિ ચકાસી રહ્યા હતા. રડારમાં યુએફઓની ગતિ 138 નોટ એટલે કે 158 માઇલ પ્રતિ કલાકની ઝડપે માપવામાં આવી હતી, તે જોઈને યુ.એસ. નેવી જવાન કહે છે હોલી છે. તેની ગતિ તો ઘણી વધારે છે. ત્યારે પેલો સૈનિક કહે હે તે ફરી વલી ગયો છે.

image source

આ વીડિયો અંગે ફિલ્મ નિર્માતા કોર્બેલે કહ્યું છે કે મને આ વિડિયો કોઈ અજાણ્યા સ્ત્રોતથી મળ્યો છે. જોકે, યુએસ નેવીને આ સિવાય કશું વધારે મળી શક્યું નથી. યુ.એસ. નૌકાદળને આ યુએફઓ ક્યાંથી આવ્યા અને તેઓ કયાં ગયા તે વિશે કંઇ જાણ કરી શક્યા નથી. કોર્બેલે મિસ્ટ્રી વાયર વેબસાઇટને જણાવ્યું હતું કે યુએસએસ ઓમાહા એ9 વોર શિપ્સમાંથી એક છે જેણે જુલાઈ 2019 માં યુએફઓને કેપ્ચર કર્યા હતા.

image source

કોરબેલના જણાવ્યા મુજબ, રડારના ફૂટેજ કોમ્બેટ ઇન્ફર્મેશન સેન્ટરની અંદર કામ કરતા વ્યક્તિ પાસેથી મળી આવ્યા હતા. તે ‘ખૂબ જ વિઝ્યુઅલ ઇન્ટેલિજન્સ સ્ટાફ દ્વારા ફિલ્માવવામાં આવ્યું હતું’ અને રડાર સ્ક્રીન રેકોર્ડ કરવામાં આવી હતી. કોર્બલે ફૂટેજ આપવાનો ઇનકાર કર્યો હતો જેણે રડાર પર એક સાથે આ 14 યુએફઓ બતાવ્યા હતા.

image source

તેમણે કહ્યું કે રડારના વીડિયોની રજૂઆત એ અટકળોને નકારી કાઢવાની હતી કે જેનાથીસ્પષ્ટપણે યુએફઓ દેખાડનાર પ્રારંભિક ફુટેઝ અફવા ગણવામાં આવ્યા હતા. એવું કહેવામાં આવતું હતું કે સમુદ્રના પાણીમાં જે વસ્તુ રહસ્યમય રૂપે અદૃશ્ય થઈ હતી તે પાણીમાં પડતો બલૂન (ફુગ્ગો) હતો. તેમણે કહ્યું કે તે પાણીમાં છોડવામાં આવેલું એક બલૂન નહી, પરંતુ એવી વસ્તુ જે સરળતાથી સમજાવી શકાતી નથી.

image source

યુએસ નેવીના લેફ્ટનન્ટ રોયન ગ્રેવ્સે 16 મેના રોજ એક ઇન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે મેં મારા સાથીદારો સાથે સો વખત યુએફઓ જોયા છે, જે સુરક્ષિત કરેલા એરસ્પેસમાં 2015થી 2017ની વચ્ચે જોવામાં આવ્યા હતા. પાયલોટે માર્ચ 2019 માં ઓશનિયા કોસ્ટ પર આ ફોટા લીધા હતા, જેમાં ત્રણેય યુએફઓ પિરામિડના આકારમાં જોવા મળ્યા હતા.

પાયલોટે દાવો કર્યો હતો કે જ્યારે તે આ ઉડતી રકાબીની તસવીરો લઈ રહ્યો હતો, તે સમયે તે ખૂબ જ ઝડપથી પવન ફૂંકાતો હતો. તેમ છતા ત્રણેય યુએફઓ સંપૂર્ણપણે હવામાં સ્થિર હતા અને ત્યાં કોઈ હિલચાલ થતી નહોતી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *