લલાટ પરથી જાણી શકાય છે વ્યક્તિનો સ્વભાવ અને તેનું ભવિષ્ય, તમે પણ જાણો કેવી રીતે

મિત્રો, જ્યોતિષશાસ્ત્ર એ એક એવુ શાસ્ત્ર છે કે, જે ખુબ જ વિશાળ અને સમૃદ્ધ છે. આ શાસ્ત્રમા આપણા જીવન સાથે સંકળાયેલ અનેકવિધ બાબતોનો ઉલ્લેખ કરવામા આવેલો છે. આ શાસ્ત્ર અનેકવિધ વિભાગોમા વહેંચાયેલ છે જેના વિશે આજે આપણે માહિતી મેળવીશુ.

image source

હસ્તરેખાની માફક ફેસ રીડિંગ પણ જ્યોતિષશાસ્ત્રની જ એક વિદ્યા છે. આ વિદ્યામા ચહેરાના પ્રત્યેક ભાગ એટલે કે લલાટથી માંડીને ભ્રમર, આંખ, નાસિકા, કાન તેમજ ગાલના આકાર અને પ્રકાર અને રંગ જોઈને આવનાર ભવિષ્ય અંગેની માહિતી મેળવવામા આવે છે.

image source

આ કારણોસર જ તેને લક્ષણશાસ્ત્ર તરીકે પણ ઓળખવામા આવે છે. જો કોઈ વ્યક્તિ આ વિદ્યાના નિષ્ણાંત હોય તો તે તમારો ચહેરો જોઈને તમારા વિશે બધુ જ કહી જાય છે. આજે અમે તમને તમારા લલાટ પર બનેલા વિવિધ ચીન્હો વીશે જણાવીશુ, ચાલો જાણીએ.

જો કોઈ વ્યક્તિનુ ફેસ વધારે પડતુ પહોળુ હોય તો તે વ્યક્તિ ઘનવાન, બળવાન અને સમાજમા એક સારો એવો પ્રતિષ્ઠિત નાગરીક બને છે. આ પ્રકારનો વ્યક્તિ પોતાના શત્રુઓને પરાસ્ત કરવામા ખુબ જ વિશેષ સફળતા હાંસલ કરે છે અને દરેક જગ્યાએ તે વિજયી બને છે.

image source

તેનાથી વિપરીત જો કોઈ વ્યક્તિનુ ફેસ વધારે પડતુ નાનુ હોય તો તે વ્યક્તિની બૌધિક ક્ષમતા એક્દમ કમજોર સાબિત થઇ શકે છે. તેમની પાસે હંમેશા નાણાની અછત રહે છે. આવા વ્યક્તિને દરેક કામમા સફળતા મળવી થોડી અઘરી સાબિત થાય છે અને અથાગ પરિશ્રમ કરવા છતાપણ તે પોતાના ધાર્યા કામ કરી શકતા નથી.

image source

સામાન્ય આકારનુ ફેસ ધરાવતા વ્યક્તિને સામાન્ય જીવનનો સંકેત મળે છે. જો તમારા ફેસ પર કોઈ ત્રિશૂલનુ ચિહ્ન હોય તો તે વ્યક્તિ દીર્ધાયુ બને છે. આ સિવાય જો કોઈ વ્યક્તિના ફેસ પર સીપ જેવુ ચિન્હ હોય તો તે શિક્ષક બને છે અને તે આદર્શ જીવન ધરાવતો એક વ્યક્તિ બને છે.

image source

આ સિવાય જો કોઈ વ્યક્તિના ફેસ પર તમને લીલા રંગની નસ જોવા મળી રહી હોય તે પાપી પ્રકારનો અને ઘૂતારા પ્રકારનો વ્યક્તિ હોય છે. આ સિવાય જો કોઈ વ્યક્તિના ફેસ પર સ્વસ્તિકનુ ચિહ્ન બની રહ્યુ હોય તો તે વ્યક્તિ કરોડપતિ બને છે. આ સિવાય જો કોઈ વ્યક્તિના ચહેરા પર અર્ઘચંદ્ર બની રહ્યુ હોય તો તે એક પ્રસિદ્ધ ઉદ્યોગપતિ બને છે.

image source

આ ઉપરાંત જો કોઈ વ્યક્તિના ફેસ પર વજ્ર કે ધનુષનુ ચિહ્ન બની રહ્યુ હોય તો તે વ્યક્તિ અઢળક સંપત્તિનો માલિક બને છે. આ સિવાય જો કોઈ વ્યક્તિના ફેસ પર શંખનુ નિશાન બનેલુ હોય તો તે વ્યક્તિને તમે સૌભાગ્યશાળી કહી શકો છો. માટે જો તમે પણ તમારા અથવા તો અન્ય કોઈ વ્યક્તિના વ્યક્તિત્વ વિશે જાણવા ઈચ્છતા હોવ તો ફેસ પરથી આ રીતે તમે જાણી શકો છો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *