ઋતિક રોશનના પેરેન્ટ્સ આ ફાર્મ હાઉસમાં રાતોરાત થઇ ગયા શિફ્ટ, અને છોડી દીધું મુંબઇ કારણકે…

મુંબઈમાં કોરોનાવાયરસ ના કેસ સતત વધી રહ્યા છે જેને લીધે સામાન્ય લોકોથી લઇ બોલિવૂડના સ્ટાર્સ પણ ચિંતામાં છે. અમિતાભ બચ્ચન અક્ષય કુમાર સોનુ સુદ જેવા એક્ટર્સ ખુદ પણ કરુણા નો શિકાર થઇ ચુક્યા છે. જોકે હવે તેઓ સ્વસ્થ થયા છે અને જરૂરિયાતમંદ લોકોની મદદ કરી રહ્યા છે. મુંબઈમાં એક તરફ દર્દીઓને હોસ્પિટલમાં બેઠક પણ નથી મળી રહ્યા તેવી સ્થિતિ છે તેવામાં ઋત્વિક રોશન નો પરિવાર મુંબઈ છોડી ખંડાલા રવાના થઇ ચૂક્યો છે.

image source

કોરોના સંક્રમણથી બચવા જ્યાં સામાન્ય લોકો એક શહેર છોડી બીજા શહેરમાં જઈ રહ્યા છે, તેવી જ રીતે ઋતિક રોશન ના માતા પિતા પણ મુંબઇ છોડી અને તેમના ખંડાલા ખાતેના ફાર્મ હાઉસ ખાતે રહેવા ગયા છે. જો કે જાણવા મળ્યા અનુસાર ખંડાલા ખાતેના ફાર્મ હાઉસ ખાતે રાકેશ રોશન અને તેની પત્ની જ ગયા છે જ્યારે ઋત્વિક રોશન હજુ પણ તેના જુહુ ખાતેના અપાર્ટમેન્ટમાં જ રહે છે.

image source

બોલિવૂડ અભિનેતા ઋત્વિક રોશન ના પિતા રાકેશ રોશન અને માતા પિન્કી રોશન ખંડાલા ખાતેના ફાર્મ હાઉસ પર સમય પસાર કરી રહ્યા છે. અભિનેતાએ ખંડાલા ખાતે પરિવાર માટે શાનદાર હોલિડે હોમ બનાવ્યું છે. આ અંગે મળતી માહિતી અનુસાર અભિનેતાના પરિવારના સભ્યો જરૂરી સામાન સાથે ફાર્મ હાઉસમાં થોડા દિવસ માટે શિફ્ટ થઈ ગયા છે. આવું કરવાનું કારણ સતત વધતા કોરોના ના કેસ હોવાનું ચર્ચાઈ રહ્યું છે. રાકેશ રોશન કોઈ જરૂરી મીટીંગ હોય તો જ મુંબઇ આવે છે તમને જાણીને નવાઈ લાગશે કે રિતિક રોશન નું પરિવાર ખંડાલા ફાર્મ હાઉસમાં છે પરંતુ ઋતિક રોશન તેના જુહુ ખાતે ના ઘરે જ રહે છે.

image source

મુંબઈમાં કોરોના ના કેસ બેકાબૂ થતા રાકેશ રોશને પરિવારની સુરક્ષાને ધ્યાનમાં રાખી આ નિર્ણય કર્યો હતો તેઓ ખંડાલા ખાતે પણ કોરોના ના પ્રોટોકોલ નું પાલન કરી રહ્યા છે. જોકે આ ફાર્મ હાઉસ પણ કોઈ વૈભવી હોટેલ થી કમ નથી અહીં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ કરવામાં આવી છે.

image source

આ ફાર્મ હાઉસ ઋત્વિક રોશનની વર્ષ 2020માં જ ખરીદવું છે અહીં 4 bhk બંગલો પણ છે. રિતિક રોશન ની માતા પિન્કી રોશન ફાર્મ હાઉસના અલગ-અલગ વીડીયો અને ફોટો ઈન્સ્ટાગ્રામ પર શેર કરે છે. જેને જોઈને અંદાજ આવી જાય છે કે ઋતિક રોશનનું ફામહાઉસ કેટલું વૈભવી અને સુંદર છે. અહીં ગેમ એરિયાથી લઇ સ્વિમિંગ પૂલ સુધીની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!