માતા લક્ષ્મીજીની કૃપા મેળવવા ઘરમાં રાખો આ વસ્તુઓ, થશે ધનની વર્ષા

ઘણીવાર તમે જોયું હશે કે લોકો ગામડા અને નગરોમાં ગાય, ભેંસ, બકરી અને મરઘી પાળે છે. કેટલાક લોકો કૂતરાં, બિલાડીઓ, સસલા અને માછલીઓ પાળે છે. વાસ્તુ મુજબ આમાંથી કેટલાક પ્રાણીઓને ઘરમાં પાળવા અશુભ માનવામાં આવે છે, જ્યારે કેટલાક પ્રાણીઓ અને પક્ષીઓ હોય છે જે ઘરમાં ખુશીઓ લાવે છે. જ્યોતિષ શાસ્ત્ર મુજબ, કોઈપણ વ્યક્તિએ તેના ગ્રહ અને નક્ષત્ર અનુસાર પ્રાણીઓ પાળવા જોઈએ. આ સાથે, તે પ્રાણી તેમના માટે ભાગ્યશાળી સાબિત થાય છે અને સંપત્તિમાં વૃદ્ધી થાય છે. આવા પ્રાણીઓ તમારા જીવન પર આવતા સંકટને પણ ટાળે છે. ચાલો તમને જણાવીએ કે આ ભાગ્યશાળી પ્રાણીઓ ક્યા ક્યા છે.

કૂતરાને ભૈરવજીનો સેવક માનવામાં આવે છે

image source

હિન્દુ ધર્મની માન્યતા અનુસાર કૂતરાને ભૈરવજીનો સેવક માનવામાં આવે છે. કૂતરો પાળવાથી ભૈરવ બાબા તમારા પરિવાર પર આવતી બધી સમસ્યાઓ દૂર કરે છે. આનાથી તમારા ઘરમાં પૈસાની તંગી રહેતી નથી અને લક્ષ્મીજીનો વાસ હંમેશા રહે છે. આ સાથે જ્યોતિષશાસ્ત્રમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે વ્યક્તિના અશુભ ગ્રહો પણ કૂતરાને પાળવાથી શુભ ગ્રહોમાં ફેરવાઈ જાય છે.

માછલીને ફેંગ શુઇ અને વાસ્તુ બંનેમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે

image source

જો કોઈ કારણોસર તમે કૂતરો રાખી શકતા નથી અથવા જો તમારા ઘરમાં જગ્યાનો અભાવ છે, તો તમારે કૂતરાને દરરોજ રોટલો ખવડાવવો જોઈએ. આમ કરવાથી, તમારી આર્થિક સ્થિતિ ધીરે ધીરે સુધરે છે, માછલીને ફેંગ શુઇ અને વાસ્તુ બંનેમાં ખૂબ જ શુભ માનવામાં આવે છે. તે જ સમયે, ભગવાન વિષ્ણુના મત્સ્યાવતારને કારણે, માછલીનું ધાર્મિક મહત્વ ખૂબ વધારે છે. ઘરમાં માછલીઓ રાખવાથી ગરીબી દૂર થાય છે અને સકારાત્મક ઉર્જા પ્રવેશ કરે છે. સાથે જ ઘરમાં સુખ-શાંતિ રહે છે.

તેને ઘરમાં રાખવાથી ગુડલક મેળે છે

image source

સસલું જોવામા ખૂબ જ સુંદર લાગે છે. એવું કહેવામાં આવે છે કે તેને ઘરમાં રાખવાથી ગુડલક મેળે છે અને ઘરમાં શુદ્ધતા આવે છે. આની સાથે, ઘરની નકારાત્મક ઉર્જાને દૂર કરીને સકારાત્મક ઉર્જાનો સંચાર વધે છે. વાસ્તુમાં પણ સસલાને સુખ અને સમૃદ્ધિનું પ્રતીક માનવામાં આવે છે. આ ઉપરાંત વાસ્તુમાં કાચબાને પણ ગુડલકનું નિશાન માનવામાં આવે છે. નોંધનિય છે કે, ફેંગશુઈમાં પણ ક્રિસ્ટલના કાચબા નું એક અલગ મહત્વ છે. ક્રિસ્ટલ કાચબો ઘરમાં રાખવો ખૂબ જ શુભ માનવામાં આવે છે.

image source

નોંધનિય છે કે, તેનાથી ઘરમાં દેવી-દેવતાઓનો ઊર્જાનો સંચાલન થાય છે. અને તે વ્યક્તિના અશુભ ગ્રહો ને અનુકૂલિત બનાવીને જીવનમાં ચાલતા દરેક દુઃખનો અંત કરે છે. ક્રિસ્ટલના કાચબાને ઘરમાં રાખવાથી જીવનમાં ચાલતી દરેક પરેશાની દૂર થઈ. કાચબાને સનાતન હિન્દુ ધર્મમાં અને તેના સિવાય ચાઇનાના ફેંગશુઈ વાસ્તુમાં શુભતા અને સમૃદ્ધિનું પ્રતીક ગણવામાં આવે છે. જો તમારા ઘરમાં કાચબા રાખવા શક્ય નથી, તો પછી તમે તમારા ઘરમાં તાંબા અથવા ચાંદીના કાચબા પણ રાખી શકો છો. આમ કરવાથી વૈભવ અને ઐશ્વર્ય વધે છે.