ના હોય… ગુજરાતના આ ગામમાં વેક્સિનને લઈને લોકોમાં મોતનો ભય, કોરોના ભગાડવા બંધાય છે કંઇક આવી વસ્તુ અને પછી…

દેશભરમાં કોરોના વાયરસની પહેલ લહેર બાદ બીજી લહેર કહેર વર્તાવ્યા બાદ જરા શાંત પડી છે ત્યારે દેશમાં સરકાર પણ લોકડાઉન જેવા અને પાબંધીઓ સાથેના અનેક પ્રયાસો કરીને લોકોના જીવ બચાવી રહી છે. સરકારના અનેક પ્રયાસો બાદ પણ ગુજરાતમાં વેક્સિનેશનનું કામ ધીમું જોવા મળી રહ્યું છે. અનેક લોકો વેક્સિન લગાવી રહ્યા છે તો ગામડામાં વેક્સિનેશનની પ્રક્રિયા ધીમી જોવા મળી રહી છે. ખાસ કરીને રાજકોટના 650 જિલ્લામાંથી 98 ગામમાં 20 ટકાથી પણ ઓછું વેક્સિનેશન થયું હોવાની વાત સામે આવી રહી છે. કોરોના રોકવા અહીં લોકો નારિયેળના તોરણ બાંધે છે. અહીં કોરોનાથી પહેલા લોકોની અંધશ્રદ્ધાને દૂર કરવાની વેક્સિન લાવવાની તાતી જરૂર છે.

image source

રાજકોટની વાત કરીએ તો અહીના લોકો હજુ પણ વેક્સિન લેવામાં માની રહ્યા છે પણ સાથે જ સૌરાષ્ટ્રના ગ્રામ્ય વિસ્તારોમાં લોકો રસી લેવાનું ટાળી રહયા હોય તેવું જોવા મળી રહ્યું છે. અહીં વેક્સીનેશન ઓછું થવાનું કારણ લોકોના મનમાં રહેલી અંધશ્રદ્ધા, ભૂવાઓ અને કેટલીક વિચિત્ર અફવાઓ છે. અહીં લોકો કહે છે કે દેવી દેવતાઓ વેક્સિન લેવાની ના પાડી છે.

અહીં પારડી ગામે કોરોના ભગાડવા અપનાવાય છે ખાસ કીમિયો

image source

રાજકોટના લોધી તાલુકામાં પારડી ગામ છે. અહીં 2 ભાગમાં 50 ટકા વેક્સિનેશન શક્ય બ્યું છે તો શીતળા માતા મંદિર વિસ્તારમાં 5 ટકા વેક્સિનેશન થયું છે. શેરીમાં લોકોએ શ્રીફળના તોરણ બાંધ્યા છે. સૌરાષ્ટ્રના કેટલાક ગામના લોકો કોરોનાને ભગાડવા માટે શ્રીફળના તોરણ બાંધે છે. અહીં લોકોના મનમાં એવો ડર બેસી ગયો છે તે કે કોરોનાની રસી લઈએ તો તમારું મોત થાય અને સાથે તાવ આવે. કોરોના તો છે જ નહીં, આ એક અફવા છે. વીંછીયાના એક ગામે તો કોરોનાના કારણે નર્મદાની લાઈન પણ બંધ કરી છે. લોકોની આવી અંધશ્રદ્ધાઓના કારણે જ રાજકોટના 650 જિલ્લામાંથી 98 ગામમાં 20 ટકાથી પણ ઓછું વેક્સિનેશન થયું હોવાની વાત સામે આવી રહી છે. આ સિવાય 40 ગામ એવા છે જેમાં ફક્ત 10 ટકા લોકોએ વેક્સિન લીધી છે. આ વાત લોકોના મનમાં રહેલી અંધશ્રદ્ધાને છતી કરે છે.

તંત્રની કામગીરી પણ અંધશ્રદ્ધાઓ સામે નિષ્ફળ રહી

image source

અફવા અને અંધશ્રદ્ધાની સામે સરકારી તંત્ર પણ નિષ્ફળ રહ્યું છે. અનેક પ્રતિનિધિઓએ લોકોને સમજાવીને વેક્સિન આપવાની કોશિશ કરી પણ ખાસ સફળતા મળી નહીં. અહીં અમરાપુરના 45થી વધુ ગામ માટે વેક્સિનનો ટાર્ગેટ 786નો રખાયો હતો પણ પહેલા ડોઝમાં 139 લોકો અને બીજા ડોઝમાં માત્ર 38 લોકો રાજી થયા. આ સિવાય અરવિંદ રૈયાણીના ગુંદા ગામમાં પણ 50 ટકા વેક્સિનેશન શક્ય બન્યું છે. રાજ્યના કેબિનેટ મંત્રી કુવરજી બાવળિયાના ગામમાં 3000 લોકોમાં ફક્ત 40 ટકાએ વેક્સિન લીધી છે.

અધિકારીની સમજાવટ બાદ એક વ્યક્તિએ પોણો કલાક બાદ રસી લીધી

અહીં ભૂવા માતાજીના નામે લોકોમાં કોરોના વેક્સિનને લઈને ભય જન્માવે છે. તેમના મનમાં એવી વાત ફિટ કરાય છે કે જે રસી લે છે તે મરી જાય છે. અધિકારીએ પોણો કલાકની માથાકૂટ બાદ 4માંથી 1 વ્યક્તિને સફળતા પૂર્વક રસી આપી હતી.

આ ગામમાં એક પણ વ્યક્તિએ હજુ સુધી વેક્સિન લીધી નથી

ઉપલેટાના ગાધા ગામની વાત કરીએ તો આ ગામ શહેરથી દૂર છે અને અહીં લગભગ 125 લોકો રહે છે. આ લોકો મજૂરી કરે છે. શહેર સાથે ગામનો સંપર્ક ન હોવાથી કોરોના નહીં થાય એમ માનીને અહીની એક પણ વ્યક્તિએ હજુ સુધી કોરોનાની વેક્સિન લીધી નથી. તો અન્ય ગામ સંધી કલારિયામાં 750 લોકો નિવાસ કરે છે પણ એક પણ વ્યક્તિએ વેક્સિન લીધી નથી.

કેવી ગેરમાન્યતા, અફવા અને અંધશ્રદ્ધાનો શિકાર બનીને આ સદીમાં પણ રહે છે લોકો, જાણીને તમને પણ થશે આશ્ચર્ય.

image source

કોરોનાને લઈને અનેક ગેરમાન્યતાઓ લોકોમાં અને ખાસ કરીને ગામડાના ગામમાં જોવા મળી રહી છે જેમકે, કોરોના જેવું તો કંઈ છે જ નહીં, રસી લીધા બાદ લોકોના મોત થાય છે માટે વેક્સિન લેવી નહી. કોરોનાની રસી લેવાથી કામ બગડે છે, અમે કંઈ ખોટું કર્યું નથી તો અમે વેક્સિન શા માટે લઈએ. આવી અનેક વાતો લોકોના મનમાં ઠસાવી દેવામાં આવી છે. આ સિવાય કેટલીક અંધશ્રદ્ધાઓ પણ તેમના મનમાં ઘર કરી ગઈ છે જેમાં ગામમાં કોરોના ન પ્રવેશે તે માટે શેરીમાં નારિયેળના તોરણ બાંધવા. માતાજી નિવાસ કરે છે ગામમાં માટે કોરોના કોઈનું કંઈ બગાડી શકે નહીં. ભૂવાઓ લોકોને કહે છે કે માતાજીએ વેક્સિન મૂકાવવાની ના પાડી છે. ક્યારેક રોજા છે તો વેક્સિન ન લેવી. આવી અનેક માન્યતાઓના કારણે વેક્સિનની પ્રક્રિયા ધીમી ચાલી રહી છે.

લોકોમાં મરી જઈશું એવી અફવા કરી ગઈ છે ઘર

image source

રાજકોટ, મોરબી, જામનગર અને દ્વારકા એમ 4 જિલ્લાથી મળતી માહિતી અનુસાર લોકોમાં ખાસ કરીને ગામડામાં રહેતા મુસ્લિમ, કોળી સમાજ અને માલધારી સમાજના લોકોમાં ડર છે કે કોરોનાની વેક્સિન લેવાથી 10 મહિનામાં મોત થાય છે. અમુક પરિવારો ભૂવાઓનું નામ આગળ કરી રહ્યા છે અને વેક્સિન લેવાની ના પાડે છે. કેટલાક કહે છે કે હિન્દુ મુસ્લિમ સમાજની રસી અલગ હોય છે માટે અમે લેતા નથી. અનેક ટેસ્ટિંગ કેમ્પ પર કોઈ ટેસ્ટ કરાવવા પણ આવતું નથી.

અમારી દરેક પોસ્ટ સૌથી પહેલા વાંચવા નીચેની પ્રોસેસ ફક્ત એકજ વાર કરવાની રહેશે.નોંધ – દરેક ફોટો પ્રતીકાત્મક છે (ફોટો સોર્સ : ગુગલ)

વધુ રસપ્રદ માહિતી અને નવી પોસ્ટ વાંચવા માટે ડાબી તરફ સ્વાઇપ કરો. આ વેબસાઈટ પર આપેલી તમામ ન્યુઝ અને વાતો રિપોર્ટરે રિપોર્ટ કરેલા છે અથવા તો કોઈક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે કે જે દરેક લેખના અંતમાં આપેલો જ હોય છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને રહેશે. આ ન્યુઝ તથા અન્ય વાતોની જવાબદારી જે-તે લેખક (રિપોર્ટર) તથા સોર્સની રહેશે ન્યુઝ ગુજરાત વેબસાઈટ કે પેજની રહેશે નહીં. આપણું પેજ “ન્યુઝ ગુજરાત” માણતા રહો અને શેર કરતા રહો!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *