ગાંધીનગર: જૈન દેરાસરમાં 2.07 મિનિટે મહાવીર સ્વામીની મૂર્તિમાં થયો મોટો ચમત્કાર, થયુ એવું કે વિજ્ઞાન માટે પણ કોયડારૂપ ઘટના

ગાંધીનગરના કોબા ખાતે આવેલા મહાવીર જૈન આરાધના ભવનમાં ગઈકાલે એટલે કે 22મેના રોજ બપોરે 2 કલાકેને 7 મિનિટે સૂર્ય લકની અલૌકિક ખગોળીય ઘટના બની  હતી આ નજારો વર્ષ 1987થી જોવા મળી રહ્યો છે. આ અલૌકિક નઝારાને જોવા માટે લોકો દૂર દૂરથી આવે છે.

image source

મહાવીર જૈન આરાધના ભવનમાં ભગવાન મહાવીર સ્વામીના લલાટે સૂર્ય તિલકનો અદભૂત નજારો જોવા દેશના જુદા જુદા ભાગોમાંથી લોકો આવતા હોય છે. પણ હાલની સ્થિતિને જોતા આ વખતે દરેકને આ વખતે મીડિયાના માધ્યમથી જ આ દર્શન-લાભ મળ્યો હતો.

image source

ગુચ્છાધિરાજ આચાર્યદેવ કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજના કાળધર્મ દિવસની પુણ્યસ્મૃતિમાં દર વર્ષે 22 મેના બપોરે 2.07 મિનિટે મહાવીરલય જિનપ્રસાદના શિખરમાંથી સૂર્યકિરણ તીર્થના મૂળનાયક મહાવીર સ્વામી ભગવાનના લલાટ પર દેદીપ્યમાન થાય છે. જો કે હાલ કોરોના કાળને કારણે ભક્તોને આ વખતે આ સ્થાનમાં આવવા દેવામાં નહોતા આવ્યા અને યૂ ટ્યૂબ ચેનલ મારફતે આ અલૌકિક ઘટનાનું જીવંત પ્રસારણથી દર્શન કરવાનો લાભ આપવામાં આવયપ હતો.

તમને જણાવી દઈએ કે 22 મે ગુરુ સ્મૃતિનો દિવસ છે. ખાસ કરીને આચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મ.સા.નો કાળધર્મ થયા બાદ તેઓને 22 મેના રોજ બપોરે 2.07 મિનિટે અગ્નિસંસ્કાર અપાયો હતો. ત્યારબાદ રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણા થઈ કે ગુરુ મહારાજની કાયમી સ્મૃતિ રહે અને લોકો પણ તેને યાદ રાખે, જેથી તેઓની પ્રેરણાથી આ કાર્ય નિર્માણ પામ્યું છે. ચોક્કસ દિવસે અને ચોક્કસ સમયે ભગવાનની પ્રતિમા ઉપર સૂર્યતિલક થાય એવી આ ઘટના ફક્ત કોબા જૈન તીર્થ ખાતે જ જોવા મળે છે. આ વર્ષે રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજી મ.સા. સહિત અન્ય સાધુ સાધ્વીજી ઉપસ્થિત રહ્યા હતા. ઘણાં વર્ષોથી આ સૂર્ય તિલક થાય છે અને હજી સુધી કોઈ વાદળ કે કોઈપણ કુદરતી આપદાને કારણે સૂર્ય તિલક ન થયું હોય એવો પ્રસંગ બન્યો નથી. એક વાર એવું બન્યું હતું કે બપોરના સમયે વાદળ ઘેરાઈ ગયા હતા અને સૂર્ય દેખાતો બંધ થઈ ગયો હતો. પણ બપોરે 2.05 મિનિટે વાદળ હટી ગયા અને સૂર્ય તિલક થયું. કદાચ આ વિશ્વનું એકમાત્ર જિનાલય કહી શકાય કે જ્યાં આ પ્રમાણે સૂર્ય તિલકનો નજારો જોવા મળે છે. સાથે જ આ અદ્ભૂત ઘટના જીવનમાં યશ, કીર્તિ અને ઉન્નતિકારક બની રહે છે.

image source

તમને જણાવી દઈએ કે આ કોઈ ચમત્કાર નથી પરંતુ શિલ્પ શાસ્ત્ર, ગણિતશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રના સમન્વયથી બનતી એક ઘટના છે. રાષ્ટ્રસંત જૈનાચાર્ય પદ્મસાગરસૂરીશ્વરજીની પ્રેરણાથી ગણિતજ્ઞ અરવિંદસાગરજી મહારાજ સાહેબ અને અજયસાગરજી મહારાજ સાહેબે શિલ્પ-ગણિત અને જ્યોતિષ શાસ્ત્રના સમન્વયથી એવી રીતે આ દેરાસરનું નિર્માણ કરાવ્યું છે.

જૈનાચાર્ય કૈલાસસાગરસૂરીશ્વરજી મહારાજ સાહેબને અંતિમસંસ્કાર આ દિવસે અને આ સમયે આપવામાં આવ્યા હતા. તેની યાદ કાયમ અંકિત રહે તે આશયથી આ દિવસ અને સમય પસંદ કરવામાં આવ્યો છે. આ ઘટના થાય છે તેનું કારણ છે કે સૂર્યની ગતિ નિશ્રિત છે.

image source

જ્યોતિષ શાસ્ત્ર અનુસાર પણ સૂર્ય ક્યારેય વક્ર ગતિ નથી કરતો તે અનુસાર પણ ચોક્કસ સમયે એવી રીતે દેરાસરનું નિર્માણ થયું છે કે દર વર્ષે 22મી મેના રોજ બપોરે 2.07 મિનિટે સૂર્યનું કિરણ ભગવાન મહાવીર સ્વામીના ભાલતિલક પર પ્રકાશી ઉઠે છે.

તમને જણાવી દઇએ કે, અહીં જૈનોના ચોવીસમાં તીર્થકર શ્રી મહાવીરસ્વામીની શ્વેત આરસની પદ્માસન મુદ્રાની 41 ઇંચની પ્રતિમાની પ્રતિષ્ઠા કરાઈ છે.