ગેસ સબ્સિડીના રૂપિયા એકાઉન્ટમાં નથી આવી રહ્યા તો આજે જ કરી લો આ 1 કામ, જાણી લો જલદી તમામ માહિતી

ગેસ સબ્સિડી મેળવવા આધાર કાર્ડ હોવું જરૂરી

image source

પીએમ ઉજ્જવલા યોજનાના આધારે ગેસ સિલિન્ડર પર સબસીડી મેળવવા માટે તમારું આધાર કાર્ડ આ યોજના સાથે લિંક હોવું જરૂરી છે. જો એવું નથી તો સબ્સિડીની રકમ તમારા ખાતામાં આવશે નહીં. આધાર કાર્ડ ની મદદથી એલપીજી સબ્સિડી મેળવવા માટે આધાર કાર્ડ ને બેંક એકાઉન્ટ સાથે લિંક કરાવવો જરૂરી છે, અને સાથે મોબાઈલ નંબર ગેસ એજન્સી સાથે રજિસ્ટર્ડ હોવો જરૂરી છે. જો આધાર લિંક નહીં હોય કે મોબાઈલ નંબર રજિસ્ટર્ડ નથી તો આ સુવિધા તમને મળશે નહીં.

કેટલી મળે છે સબસીડી?

image source

ગેસના એક સિલિન્ડર પર ગ્રાહકો ને 153.86 રૂપિયા આપવામાં આવે છે, જેને કેન્દ્ર સરકારે વધારી ને 291.48 રૂપિયા કરી દીધા છે. જ્યારે પીએમ ઉજ્જવલા યોજના હેઠળ પહેલાં 174.86 રૂપિયા સબ્સિડી આપવામાં આવતી હતી, જેને વધારી ને અત્યારે 312.48 રૂપિયા કરી દેવામાં આવી છે.

સબસીડી મળી રહી છે કે નહીં? ઘરે બેઠા કરો ચેક

સૌથી પહેલા મોબાઈલ અથવા કોમ્યુટર ને ઇન્ટરનેટ થી જોડી ઓપન કરો. પછી બ્રાઉઝર પર જઈ www.mylpg.in વેબસાઈટ ખોલો. ત્યાર પછી ગેસ કંપની ના સિલિન્ડર ની ફોટો દેખાશે જેની સર્વિસ લેવા માંગો છો, તેના પર ક્લિક કરો. ત્યાર પછી નવી વિન્ડો ખુલશે જે તમારા ગેસ સર્વિસ પ્રોવાઇડર ની હશે. એટલું કર્યા પછી એક ઉપર જમણી બાજુ ન્યુ યુઝર સાઈન ઈનનું ઓપ્શન હશે જેને ટેપ કરો.

image source

તમારી આઈડી પહેલા થી જ બનેલી છે, તો તમારે સાઈન ઈન કરવાની જરૂરત છે, અને નવા છે તો ન્યુ યુઝર પર ક્લિક કરી લોગ ઈન કરો. ત્યાર પછી જે વિન્ડો ઓપન થશે તેની ડાબી બાજુ સિલિન્ડર બુકીંગ હિસ્ટ્રીનો વિકલ્પ દેખાશે જેના પર ક્લિક કરો. અહીંથી તમને જાણકરી મળશે કે તમને કયા સિલિન્ડર પર કેટલી અને ક્યારે સબસીડી મળી છે. જો તમે ગેસ સિલિન્ડર બુક કર્યું છે, અને તમને સબસીડીના પૈસા મળ્યા નથી તો તમે ફીડબેક બટન પર ક્લિક કરો અને ફરિયાદ નોંધાવો.

image source

એ ઉપરાંત તમે એલપીજી આઈડી ને પણ ત્યાં સુધી પોતાના એકાઉન્ટ સાથે લિંક નથી કર્યું તો તમે ડિસ્ટ્રીબ્યુટર પાસે જઈ આ કરવી લેવો. તમે 18002333555 પર ફ્રી કોલ કરી ને પણ તમારી ફરિયાદ નોંધાવી શકો છો.

આધાર કાર્ડ કેવી રીતે લિંક કરાવવું

image source

જો તમે ઇન્ડેન ગેસના ગ્રાહક છો તો તમે પોતાના રજિસ્ટર્ડ મોબાઇલ નંબર થી એસએમએસ મોકલી ને લિંક કરી શકો છો. તેના માટે તમારે પોતાના મેસેજ બોક્સમાં અઈઓએસ ટાઇપ કરવાનું છે. પછી એજન્સીના ટેલીફોન નંબરનો એસટીડી કોડ અને ગ્રાહક સંખ્યા ટાઇપ કરીને કસ્ટમર કેરમાં મોકલી દો. એકવાર તમારો મોબાઇલ નંબર રજિસ્ટર થઈ જાય તો યુઆઈડી <આધાર નંબર> ટાઇપ કરી ને એજન્સીના નંબરમાં આપો. તેનાથી પણ તમારો આધાર નંબર ગેસ કનેક્શશન સાથે લિંક થઈ જશે. જેવું લિંક થઈ જશે તો તમને કન્ફર્મેશનનો નંબર આવશે.